આખરે 46 મિનિટ સુધી પાકિસ્તાનના એરસ્પેસમાં કેમ ઉડતું રહ્યું PM મોદીનું વિમાન? હવે કારણ આવ્યું સામે

પીએમ મોદી હાલ ફ્રાન્સમાં છે અને ત્યારબાદ અમેરિકાના પ્રવાસે જશે. પરંતુ આ દરમિયાન એવી વાત સામે આવી છે કે પીએમ મોદીનું પ્લેન 46 મિનિટ સુધી પાકિસ્તાનના એર સ્પેસમાં રહ્યું. જાણો કારણ. 

આખરે 46 મિનિટ સુધી પાકિસ્તાનના એરસ્પેસમાં કેમ ઉડતું રહ્યું PM મોદીનું વિમાન? હવે કારણ આવ્યું સામે

પીએમ મોદી ફ્રાન્સ અને ત્યારબાદ અમેરિકાના પ્રવાસે છે. પીએમ મોદીનું વિમાન ઈન્ડિયા-1એ નવી દિલ્હીથી પેરિસની મુસાફરી દરમિયાન પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ કર્યો હતો. આ ઘટના ત્યારે ઘટી જ્યારે અફઘાન એરસ્પેસ બંધ હતો. આ કારણે ભારતીય વિમાનને પાકિસ્તાનની મંજૂરીથી તેમના સરહદની અંદરથી ઉડાણ ભરવી પડી. ARY ના રિપોર્ટ મુજબ પીએમ મોદીનું વિમાન શેખપુરા, હફીઝાબાદ, ચકવાલ અને કોહાટ જેવા પાકિસ્તાની વિસ્તારોમાંથી પસાર થયું અને લગભગ 46 મિનિટ સુધી પાકિસ્તાની હવાઈ સીમામાં રહ્યું. 

અત્રે જણાવવાનું કે આવું કઈ પહેલીવાર નથી બન્યું કે જ્યારે ભારતના પીએમના વિમાને પાકિસ્તાનના એર સ્પેસનો ઉપયોગ કર્યો હોય. આ અગાઉ ઓગસ્ટ 2024માં પણ યુક્રેનથી દિલ્હીના પ્રવાસ દરમિયાન પીએમ મોદીના વિમાને પાકિસ્તાની એરસ્પેસનો ઉપયોગ કર્યો હતો. તેસમયે પણ વિમાન પાકિસ્તાની હવાઈ સીમામાં પ્રવેશ કરીને 46 મિનિટ સુધી રહ્યું હતું. પહેલા જહાજ ચિત્રાલના રસ્તે પાકિસ્તાનમાં દાખલ થયું અને ત્યારબાદ અમૃતસરથી પહેલા ઈસ્લામાબાદ અને લાહોરના હવાઈ નિયંત્રણ ક્ષેત્રોમાંથી પસાર થયું હતું. 

નોંધનીય છે કે 2019માં પુલવામા એટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા પાકિસ્તાને પોતાનો એરસ્પેસ બંધ કર્યો હતો. આ હુમલામાં 40થી વધુ સીઆરપીએફના જવાનોના મોત થયા હતા. ત્યારબાદ પાકિસ્તાને પોતાના એરસ્પેસ પર અનેક પ્રતિબંધો લગાવ્યા હતા. જો કે માર્ચ 2019માં પાકિસ્તાને નાગરિક ફ્લાઈટ્સ માટે આ પ્રતિબંધો હટાવી લીધા હતા અને મહત્વપૂર્ણ એરસ્પેસ ખોલ્યા હતા. 

ભારત અને પાકિસ્તાન વચ્ચે અનેક મુદ્દાઓ પર રાજકીય તણાવ રહ્યો છે. ખાસ કરીને જમ્મુ અને કાશ્મીર સંલગ્ન મુદ્દાઓ પર. ઓગસ્ટ 2019માં ભારતે જમ્મુ અને કાશ્મીરથી આર્ટિકલ 370 અને 35એ રદ કરી હતી. આ નિર્ણય બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં ખટાશ આવી હતી. બંને દેશોએ પોતાના રાજનયિક સંબંધો ઓછા કર્યા અને દ્વિપક્ષીય વેપાર પણ સસ્પેન્ડ કર્યો હતો. હાલના વર્ષોમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે હવાઈ ક્ષેત્રના ઉપયોગ પર અનેકવાર ચર્ચા અને વિવાદ થતા રહ્યા છે. પરંતુ પીએમ મોદીનો આ પ્રવાસ દેખાડે છે કે કેટલીક પરિસ્થિતિઓમાં જરૂરિયાતો ભૌગોલિક અને કૂટનીતિક મર્યાદાઓથી ઉપર હોઈ શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news