IND vs ENG: ભારતે અંગ્રેજોના કર્યા સૂપડાં સાફ, અમદાવાદમાં મળી 'વિરાટ' જીત, 3-0થી વનડે સિરીઝ જીતી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વનડે સિરીઝની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ 142 રનથી જીત મેળવી લીધી. સિરીઝ 3-0થી પોતાના નામે કરી.
Trending Photos
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી 3 મેચોની વનડે સિરીઝની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 142 રનથી મેચ જીતી. સિરીઝ 3-0થી પોતાના નામે કરી. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો જે ભારે પડી ગયો. ભારતે ધમાકેદાર ઈનિંગ રમીને 357 રનનો ટાર્ગેટ આપ્યો. ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 356 રન કર્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 34.2 ઓવરમાં 214 રન પર સમેટાઈ ગઈ.
ક્લીન સ્વીપ
આ મેચ ભારતે 142 રનથી જીતી લીધી. આ અગાઉ સિરીઝની પહેલી અને બીજી મેચમાં પણ ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી. આ જીત બાદ હવે ઈંગ્લેન્ડને 13 વર્ષ બાદ દ્વિપક્ષીય વનડે સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યું છે.
આ અગાઉ ભારતીય ટીમે ઓક્ટોબર 2011માં ઈંગ્લેન્ડને 5 મેચોની વનડે સિરીઝમાં 5-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. તે સમયે પણ ઈંગ્લેન્ડ ભારતના પ્રવાસે આવ્યું હતું. આ વખતે પણ કઈક એવું થયું. પરંતુ આ વખતે સિરીઝ 3 મેચની હતી.
ભારતની ઈંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી મોટી વનડે જીત (રન પ્રમાણે)
158 રન- રાજકોટ, 2008
142 રન- અમદાવાદ, 2025
133 રન- કાર્ડિફ 2014
127 રન- કોચ્ચિ, 2013
126 રન- હૈદરાબાદ 2011
34.2 ઓવરમાં સમેટાઈ ઈંગ્લિશ ટીમ
મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 357 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં આખી ઈંગ્લિશ ટીમ 34.2 ઓવરમાં જ 214 રનમાં સમેટાઈ ગઈ. આ રીતે 142 રનથી મેચ હાર્યા. ઈંગ્લેન્ડની ટીમ માટે ગસ એટકિંસન અને ટોમ બેન્ટને બરાબર 38-38 રન કર્યા.
Dominant India seal a thumping 3-0 series sweep ahead of the #ChampionsTrophy 💥#INDvENG 📝: https://t.co/XiJhARNt87 pic.twitter.com/cwptJEbsQL
— ICC (@ICC) February 12, 2025
જ્યારે બેન ડકેટે 34, જો રૂટે 24 અને ફિલ સોલ્ટે 23 રન કર્યા. ભારત તરફથી અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી. સ્પિનર વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવને પણ 1-1 વિકેટ મળી.
શુભમન ગિલની સદી
ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીનમે 50 ઓવરોમાં 356 રન કર્યા. ભારતીય ટીમની શરૂઆત સારી ન રહી. ગત મેચમાં સદી ફટકારનારા રોહિત સ્મા બીજી ઓવરમાં જ આઉટ થઈ ગયા. શુભમન ગિલ અને વિરાટ કોહલીએ મોરચો સંભાળ્યો. બંને વચ્ચે બીજી વિકેટ માટે 116 રનની પાર્ટનરશીપ થઈ. જો કે વિરાટ કોહલી અડધી સદી ફટકારીને આઉટ થઈ ગયો હતો. ટીમ ઈન્ડિયાએ 10 વિકેટે 356 રન કર્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે