દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ! મહાકુંભમાં જનારા લોકોની ભારે ભીડના કારણે અનેક લોકો બેભાન

New Delhi Railway Station: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર પ્રયાગરાજ જઈ રહેલા લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ, જેના કારણે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર અફકાતફરીનો માહોલ સર્જાયો. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે.

દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ! મહાકુંભમાં જનારા લોકોની ભારે ભીડના કારણે અનેક લોકો બેભાન

New Delhi Railway Station: પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં રાજધાની દિલ્હીમાંથી પણ મોટી સંખ્યામાં લોકો મહાકુંભમાં સ્નાન કરવા પહોંચી રહ્યા છે. આ દરમિયાન નવી દિલ્હી રેલવે સ્ટેશન પર અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું, જેના કારણે રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે નવી દિલ્હી મેટ્રો સ્ટેશનના એન્ટ્રી ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પ્રયાગરાજ જવા માટે લોકોની ભારે ભીડ હતી, જેના કારણે રેલવે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેના કારણે ઘણા લોકો બેભાન થયા છે.

નવી દિલ્હી રેલવે સ્ટેશનની તમામ એન્ટ્રીઓ બંધ
નવી દિલ્હી રેલવે સ્ટેશનથી કુંભમાં જવા માટે મોટી ભીડ રેલવે સ્ટેશન પર પહોંચી હતી, જેના કારણે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રેલવે સ્ટેશનની સાથે-સાથે મેટ્રોમાં પણ પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બે ટ્રેન મોડી પડી હતી. આ દરમિયાન પ્લેટફોર્મ નંબર 14 અને 15 પર ભારે ભીડને કારણે લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. ગૂંગળામણને કારણે પ્લેટફોર્મ પર ઘણા મુસાફરો બેભાન થઈ ગયા, જેમાં 4 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. રેલવેના જણાવ્યા અનુસાર સ્થિતિ હવે નિયંત્રણમાં છે.

કુંભ જતી ટ્રેન મોડી થવાને કારણે ભીડ વધી ગઈ હતી. 4 લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમની હાલત થોડી વધુ ખરાબ હોવાનું કહેવાય છે. મહાકુંભમાં જવા માટે લોકો ટિકિટ વગર આવ્યા હતા કે કેમ તે હજુ તપાસનો વિષય છે. હાલમાં રેલવે અને દિલ્હી પોલીસ ઘટનાસ્થળે પરિસ્થિતિને કાબૂમાં લેવામાં વ્યસ્ત છે.

— ANI (@ANI) February 15, 2025

દિલ્હી ફાયર સર્વિસના અધિકારીના જણાવ્યા અનુસાર તેમને કોલ આવ્યો હતો કે, નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ જેવી પરિસ્થિતિમાં 15 લોકો ઘાયલ થયા છે. જે બાદ ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.

નાસભાગને લઈને ડીસીપી રેલવેના સત્તાવાર નિવેદન અનુસાર પ્રયાગરાજ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 14 પર ઉભી હતી. પ્લેટફોર્મ પર ઘણા લોકો હાજર હતા. આ સાથે સ્વર્ણ ટ્રાતા સેનાની એક્સપ્રેસ અને ભુવનેશ્વર રાજધાની મોડી દોડી રહી હતી અને આ ટ્રેનોના મુસાફરો પણ પ્લેટફોર્મ નંબર 12, 13 અને 14 પર હાજર હતા.

જ્યારે રેલવેના CMI (Commercial Management Inspector)નું કહેવું છે કે, રેલવે દ્વારા દર કલાકે 1500 સામાન્ય ટિકિટો વેચવામાં આવી હતી. ત્યારબાદ ભીડ કાબૂ બહાર થઈ ગઈ હતી અને પ્લેટફોર્મ નંબર 14 પર નાસભાગ મચી ગઈ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news