Earthquake and Astrology: આ વર્ષે મંગળ કરશે રાજ! ગ્રહોની ચાલ, અશુભ યોગો અને ધરતીપુત્રની પીડાને કારણે આવે છે ભૂકંપ?

ભૂકંપ વિશે ક્યારેય કળી શકાતું નથી કે તે ક્યારે આવશે અને કયા સમયે આવશે? શું જ્યોતિષ શાસ્ત્ર મુજબ ભૂકંપની આગાહી સચોટ રીતે કરી શકાય છે ખરી? કેટલાક અશુભ યોગ અને ગ્રહોની ચાલ પરથી માહિતી મળી શકે છે કે શું? જાણો સંભવિત જ્યોતિષી કારણો વિશે. 

Earthquake and Astrology: આ વર્ષે મંગળ કરશે રાજ! ગ્રહોની ચાલ, અશુભ યોગો અને ધરતીપુત્રની પીડાને કારણે આવે છે ભૂકંપ?

ભારતીય જ્યોતિષ શાસ્ત્રમાં ભૂકંપથી લઈને તોફાન અને અન્ય અનેક કુદરતી આફતોને લઈને જોવા મળતા સંકેતોનો ઉલ્લેખ છે. જો કે કુદરત આ અંગે પહેલેથી જ સંકેત આપે છે જેના પર ધ્યાન આપીને સતર્ક થઈ શકાય છે. ભૂકંપ આવતા પહેલા ઉંદરો, નોળિયા, સાપ જેવા જીવ અને સેન્ટીપીડ પોતાના કથિત ઘરોને છોડીને સુરક્ષા માટે બહાર આવવા લાગે છે એવું મનાય છે. 

ભૂકંપના જ્યોતિષી કારણો શું હોઈ શકે
અત્યારના સમયમાં ભૂકંપની તીવ્રતા માપવાના યંત્રો બનાવવામાં આવ્યા, ભૂકંપ સૂચના કેન્દ્ર પણ છે પરંતુ આજના આ વૈજ્ઞાનિક યુગમાં પણ વિનાશકારી ભૂકંપની ભવિષ્યવાણી કોઈ કરી શકતું નથી. એ વાતની ભાળ મેળવવી આજે પણ મુશ્કેલ છે કે કેટલા વર્ષ બાદ અને કયા સ્થાને કઈ તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે.  આમ તો વૈજ્ઞાનિકો દ્વારા ચટ્ટાનોનું ધરતીની અંદર તૂટવું, પૃથ્વીની આંતરિક સપાટીનું તાપમાન વધવું, અને તેમાંથી ગેસ બનવો, તેના પરિણામ સ્વરૂપે જ્વાળામુખી ફાટવો, ટેક્ટિક પ્લેટ્સનું સરકવું જેવી ગતિવિધિઓ ભૂકંપ આવવાનું કારણ મનાય છે પરંતુ એક પ્રશ્ન એ પણ છે કે ભૂકંપના એસ્ટ્રોલોજિકલ કારણો શું હોઈ શકે. આ વિશે  થોડું સમજીએ. 

શું પૂર્વાનુમાન કરી શકાય?
જ્યોતિષ શાસ્ત્રથી એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે ભવિષ્યના પેટાળમાં શું છૂપાયેલું છે. ભારતીય જ્યોતિષ શાસ્ત્ર સંબંધિત પંચાંગથી વર્ષો પહેલા જ આવનારા વર્ષોમાં થનારા ગ્રહણો, અમાસ, પૂર્ણિમા, મહિનાની તિથિઓ અને તહેવારોથી લઈને તમામ ખગોળીય ઘટનાઓની ગણતરીથી તેનું પૂર્વાનુમાન થતું રહ્યું છે. ભારતીય જ્યોતિષ શાસ્ત્રોમાં ભૂકંપ અંગે પૂર્વાનુમાન કે ભવિષ્યવાણી અંગે અનેક પોઈન્ટ રજૂ કરાયા છે જેના આધારે ભૂકંપ અંગે પૂર્વાનુમાન થઈ શકે છે કે સંકેતો જોઈ શકાય છે. આ પોઈન્ટ્સ અને યોગ વિશે જાણીએ. 

ષડાષ્ટક યોગ
જ્યોતિષ મુજબ ભૂકંપનો સૌથી મોટો કારક ગ્રહ પૃથ્વી પુત્ર મંગળ ગણાય છે. મંગળ પાપ ગ્રહોથી જ્યારે જ્યારે પીડિત હોય કે મંગળથી પાપ ગ્રહોનો ષડાષ્ટક યોગ બનતો હોય, ત્યારે એવું જોવા મળ્યું છે કે સવારે તે સમયે ભૂકંપ આવ્યા છે. મંગળથી છઠ્ઠા અને આઠમાં સ્થાન પર જ્યારે કોઈ પાપી ગ્રહ બેસે તો તે સ્થિતિને પડાષ્ટક યોગ કહેવાય છે. 

નારદ સંહિતામાં ભૂકંપ યોગ
જ્યોતિષ શાસ્ત્રના નારદ સંહિતામાં ઉલ્લેખ કરાયેલા મયૂર ચિજ્ઞકમાં ભૂકંપ યોગ વિશે વર્ણન કરાયું છે. જે મુજબ રાહુથી મંગળ સાતમા સ્થાને હોય, મંગળથી બુધ પાંચમા, ચંદ્રમા બુધથી ચોથા કે કેન્દ્રમાં ક્યાંક સ્થિત હોય તો ભૂકંપ યોગ બને છે. ધ્યાન દેવું જરૂરી છે કે ભૂકંપના જેટલા પણ યોગ જોવા મળ્યા છે તેમાં એવું હજુ સુધી જોવા નથી મળ્યું કે મંગળ ક્યાંકને ક્યાંક પીડિત ન હોય. આ રીતે મંગળના પીડિત રહેવા પર ભૂકંપના યોગ પ્રબળ હોઈ શકે છે. 

આકાશમાં ગ્રહોની ચાલ અને સ્થિતિ
ભૂકંપ ગ્રહોની કોઈ વિશેષ સ્થિતિમાં આવી શકે છે તેના પર ધ્યાન આપીએ આકાશમાં એકબીજાથી 180 ડિગ્રીના અંતરે જ્યારે મંગળ તથા શનિ ગ્રહ સ્થિત હોય કે પછી બૃહસ્પતિ ગ્રહ વૃષભ કે વૃશ્ચિક રાશિમાં હોય અને તે દરમિયાન બુધ સાથે સંયોગ બનતો હોય કે પછી તેને સમાંતર હોય તો ગ્રહોની આવી સ્થિિત બનાવાથી ભૂકંપની સંભાવના બની શકે છે. 

ગ્રહણ સંબંધિત ભૂંકપની સંભાવના
ગ્રહણ કાળમાં ભૂકંપ ક્યારેય આવતો નથી પરંતુ સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ કાળ બાદ પડનારી અમાસ કે પૂર્ણિમાના અઠવાડિયાની અંદર ભૂકંપ આવવાની સંભાવના વધી જાય છે. 

ભૂકંપ અને સમય
જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો દિવસના સમયે 12:00 વાગ્યાથી સૂર્યાસ્ત સુધી તથા મધ્ય રાત્રિથી સૂર્યોદય સુધીમાં ભૂકંપ આવવાની શક્યતા અને જોખમ વધેલા રહે છે. 

વક્રી ગ્રહ
મુખ્ય ગ્રહો જેમ કે શનિ, બૃહસ્પતિ, મંગળની ઉલ્ટી કે વક્રી ચાલ  ભૂકંપના સંકેત આપે છે અને તેની સંભાવના વધારે છે. 

ગ્રહોના ગોચરથી સંકેત
ગોચરમાં શનિ, બૃહસ્પતિ, મંગળ જેવા ગ્રહો અને રાહુ તથા ચંદ્રમાની કેટલીક વિશેષ સ્થિતિ થવી એ ભૂકંપની સંભાવના વધારે છે. જેમ કે મંગળ અને શનિ ગ્રહનું એક બીજાથી ઉલ્ટું થવું, ક્રુર ગ્રહોનું પરસ્પર કેન્દ્રમાં સ્થિત થવું, મંગળ અને શનિનો ષડાષ્ટક યોગ બનવો, મંગળ અને રાહુનો ષડાષ્ટક યોગ થવો, સૂર્ય તથા મંગળનો ષડાષ્ટક યોગ  બનવો જેવી ગ્રહોની સ્થિતિઓ ભૂકંપ આવવાની સંભાવના વધારી શકે છે. 

મહિના સંબંધિત સંભાવનાઓ
સૂર્યના દક્ષિણાયન સમયે એટલે કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં, આ ઉપરાંત સૂર્યના ઉત્તરાયણમાં એટલેકે મે  અને જૂનમાં ભૂકંપ આવવાની સંભાવના વધુ હોય છે. આ ઉપરાંત યુરેનસ ગ્રહની વિશેષ સ્થિતિ અને નક્ષત્રનો સંયોગ સહિત અનેક વિશેષ સ્થિતિઓ બને ત્યારે વિનાશકારી ભૂકંપ આવી શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news