માત્ર 500 રૂપિયાનું કરો રોકાણ અને મેળવો લાખો... આ સ્કિમ છે શાનદાર

PPF Investment : જો તમે સુરક્ષિત અને કરમુક્ત રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ ભારત સરકાર દ્વારા સમર્થિત લાંબા ગાળાની બચત યોજના છે, જે સુરક્ષા, સ્થિરતા અને આકર્ષક વળતર આપે છે. ત્યારે આ યોજનામાં ખાતું કેવી રીતે ખોલાવી શકાય અને કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, તેના વિશે આ લેખમાં જાણીશું.

માત્ર 500 રૂપિયાનું કરો રોકાણ અને મેળવો લાખો... આ સ્કિમ છે શાનદાર

PPF Investment : જો તમે સુરક્ષિત અને કરમુક્ત રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ ભારત સરકાર દ્વારા સમર્થિત લાંબા ગાળાની બચત યોજના છે, જે સુરક્ષા, સ્થિરતા અને આકર્ષક વળતર આપે છે. ખાસ વાત એ છે કે આ ખાતું માત્ર 500 રૂપિયાથી શરૂ કરી શકાય છે અને લાંબા ગાળે તે લાખો રૂપિયાનું ફંડ બનાવી શકે છે. ત્યારે આ લેખમાં આ સ્કીમની વિગતો અને તેને કેવી રીતે ખોલી શકાયત તેના વિશે જાણીશું. 

PPF ખાતું શા માટે ફાયદાકારક ?

PPF ખાતું માત્ર બચતનું સાધન નથી પણ નિવૃત્તિ આયોજનનું ઉત્તમ સાધન પણ છે. આમાં તમને માત્ર વ્યાજદર બજારના જોખમોથી સુરક્ષિત નથી, પરંતુ સેક્શન 80C હેઠળ કર મુક્તિનો લાભ પણ મળે છે. સરકાર PPFના વ્યાજ દરોમાં સમયાંતરે સુધારો કરતી રહે છે, જે તેને સ્થિર અને ભરોસાપાત્ર રોકાણ વિકલ્પ બનાવે છે.

500 રૂપિયાના રોકાણ સાથે લાખોનો માલિક કેવી રીતે બની શકાય ?

PPF ખાતું ખોલવા માટે માત્ર 500 રૂપિયાની પ્રારંભિક રકમ જરૂરી છે. જો કે, નાણાકીય વર્ષમાં વધુમાં વધુ ₹1.5 લાખ જમા કરાવી શકાય છે. આના પર વ્યાજ દર ચક્રવૃદ્ધિના આધારે નક્કી કરવામાં આવે છે, જેના કારણે તે લાંબા ગાળે એક મોટું ફંડ બની જાય છે. જો તમે દર વર્ષે વધુમાં વધુ રૂપિયા 1.5 લાખનું રોકાણ કરો છો અને તેને 15 વર્ષ કે તેથી વધુ સમય માટે જાળવી રાખો છો, તો આ રોકાણ લાખોમાં ફેરવાઈ શકે છે.

PPF ખાતું કોણ ખોલાવી શકે છે ?

  • કોઈ પણ ભારતીય નાગરિક PPF ખાતું ખોલાવી શકે છે
  • માતા-પિતા તેમના સગીર બાળકોના નામ પર ખાતું ખોલાવી શકે છે
  • NRI અને HUF આ યોજના માટે પાત્ર નથી

400% વધ્યો નફો, બજારમાં ઘટાડા વચ્ચે આ શેર બન્યો રોકેટ, ભાવમાં 20%નો ઉછાળો

PPF ખાતું ખોલાવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ

  • PPF ખાતું ખાલવા માટેનું ફોર્મ
  • ઓળખાણનો પુરાવો (આધારકાર્ડ, પાન કાર્ડ)
  • રહેઠાણનો પુરાવો (ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ વગેરે)
  • પાસપાર્ટ સાઈઝના ફોટા

PPF ખાતું ખોલાવવાની પ્રોસેસ

ઓફલાઈન પ્રોસેસ

  • નજીકની બેંક અથવા પોસ્ટઓફિસ જાવ અને PPF એકાઉન્ટ ફોર્મ મેળવો
  • તમામ આવશ્યક માહિતી ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ જોડો
  • શરૂઆતની જમા રકમ સાથે ફોર્મ બેંક અથવા પોસ્ટઓફિસમાં જમા કરાવો
  • તમારી અરજી કન્ફર્મ થયા પછી PPF પાસબુક આપવામાં આવશે

ઓનલાઇન પ્રોસેસ

  • ઈન્ટરનેટ બેન્કિંગ અથવા મોબાઈલ બેન્કિંગ દ્વારા તમારા ખાતામાં લોગ ઇન કરો
  • ‘Open a PPF Account’ વિકલ્પ પર જાઓ
  • ઓનલાઈન ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • તમારી પસંદગીની રોકાણ રકમ દાખલ કરો
  • OTP ચકાસો અને સબમિટ કરો
  • તમને ઇમેઇલ દ્વારા કન્ફર્મેશનની જાણ કરાશે 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news