Ketu Gochar 2025: 18 વર્ષ પછી પાપી ગ્રહ કેતુ સૂર્યની રાશિમાં પ્રવેશ કરશે, 3 રાશિવાળાઓની આવકના સ્ત્રોત વધશે. આર્થિક સ્થિતિ સુધરશે
Ketu Gochar 2025: છાયા ગ્રહ કેતુ ટુંક સમયમાં રાશિ પરિવર્તન કરશે. 18 વર્ષ પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે. આ રાશિ પરિવર્તનના કારણે કેટલીક રાશિઓના લોકોનો ભાગ્યોદય થશે. આ લોકોના જીવનમાં એવા ફાયદા જોવા મળશે કે જોનારા લોકો પણ આશ્ચર્યમાં પડી જશે.
Trending Photos
Ketu Gochar 2025: જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેતુ છાયા ગ્રહ છે. એટલે કે આ ગ્રહ એવો છે જે વાસ્તવમાં નથી પરંતુ તેનો પ્રભાવ સર્વત્ર અનુભવી શકાય છે. કેતુને પાપી ગ્રહ પણ કહેવાય છે. અન્ય ગ્રહની જેમ કેતુ પણ રાશિ પરિવર્તન કરે છે. કેતુ જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેની અસર દરેક રાશિને થાય છે.
કેતુ રાશિ પરિવર્તન કરવામાં 18 મહિનાનો સમય લગાડે છે. કેતુ વર્ષ 2025માં મે મહિનામાં સિંહ રાશિમાં પ્રવેશ કરશે. મે 2025 થી 3 રાશિનો ભાગ્યોદય પણ શરૂ થશે. કેતુના રાશિ પરિવર્તનથી ત્રણ રાશિના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ કઈ છે ચાલો તમને જણાવીએ.
કેતુના ગોચરથી આ 3 રાશિઓને થશે ફાયદો
મિથુન રાશિ
મિથુન રાશિના લોકોની કુંડળીમાં કેતુ ત્રીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. તેના ફળસ્વરૂપ ભાઈ-બહેનો સાથે સંબંધ મજબૂત થશે. આ રાશિ પરિવર્તનથી રોકાણથી ધન લાભ થવાના યોગ છે. આવકમાં અનેક ગણો વધારો થઈ શકે છે. પરિવાર સાથે ફરવા જવાનું થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ
આ રાશિના લોકોને પણ કેતુનું રાશિ પરિવર્તન અનુકૂળ પરિણામ આપશે. જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમના માટે મે મહિના પછીનો સમય ઉત્તમ રહેશે. મે મહિના પછી સારા પેકેજની જોબ ઓફર મળી શકે છે બેરોજગાર લોકોને સારી જગ્યાએ નોકરી મળી શકે છે. આવકનો સ્ત્રોત વધશે. આર્થિક સ્થિતિ સુધરશે.
ધન રાશિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રાશિના લોકોને પણ કેતુનું ગોચર લાભ કરાવશે. બે મહિનામાં ભાગ્યનો સાથ મળશે. નોકરી કરતા લોકો માટે તો ગોલ્ડન ટાઈમ શરૂ થઈ જશે. નોકરીમાં પ્રમોશન અને સારું ઇન્ક્રીમેન્ટ મળે તેવી પણ શક્યતા. સ્વાસ્થ્ય સારું રહેશે. ઘરમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમ થઈ શકે છે. વિદેશ જવાની તક મળી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે