ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ધ્વજને લઈને વિવાદ, પાકિસ્તાનની નીચ હરકત, વીડિયો વાયરલ થતાં ફેન્સ થયા ગુસ્સે

Champions Trophy Controversy: પાકિસ્તાનમાં યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને સતત વિવાદ સામે આવી રહ્યા છે. ક્યારેક સ્ટેડિયમને લઈને તો ક્યારેક યજમાનીને લઈને વિવાદ જોવા મળ્યો છે, તો હવે ભારતીય ધ્વજને લઈને નવો વિવાદ સામે આવ્યો છે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ધ્વજને લઈને વિવાદ, પાકિસ્તાનની નીચ હરકત, વીડિયો વાયરલ થતાં ફેન્સ થયા ગુસ્સે

Champions Trophy Controversy: પાકિસ્તાનમાં યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને સતત વિવાદ સામે આવી રહ્યા છે. ક્યારેક સ્ટેડિયમને લઈને તો ક્યારેક યજમાનીને લઈને વિવાદ જોવા મળ્યો છે, તો હવે ભારતીય ધ્વજને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. કરાચીના નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય રાષ્ટ્રધ્વજ ના હોવાને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેનાર અન્ય દેશોના ધ્વજ નજર આવી રહ્યા છે, જ્યારે ભારતીય ધ્વજ જોવા મળી રહ્યો નથી. જેને લઈને ફેન્સ ગુસ્સે ભરાયા છે. 

ભારતીય ધ્વજની ગેરહાજરી પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આનો સંબંધ એ હકીકત સાથે હોઈ શકે છે કે ભારતીય ટીમ તેની તમામ ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો દુબઈમાં રમી રહી છે. સુરક્ષાના કારણોસર તે પાકિસ્તાન જવાની નથી. જો ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ અથવા તો ફાઈનલમાં પહોંચે છે તો પણ તેની મેચો દુબઈમાં જ યોજાશે.

 

— Arsalan (@Arslan1245) February 16, 2025

કરાચીમાં આ દેશોની મેચ રમાશે

કરાચી સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની મેચો રમાશે. આ ટુર્નામેન્ડ શરૂ થવાના થોડા દિવસો પહેલા જ આ વીડિયો સામે આવ્યો છે, જેમાં ચેમ્પિયમ્સ ટ્રોફીમાં ભાગ લેનાર દેશોના ધ્વજ જોઈ શકાય છે, પરંતુ આમાં ભારતીય ધ્વજ દેખાતો નથી, ત્યારે ફેન્સમાં ગુસ્સો એ વાતનો છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા આવી હરકત કેમ કરવામાં આવી ?

BCCI, PCB અને ICC વચ્ચે કરાર

ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાનો ઈનકાર કરી દીધો હતો. જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ICC દ્વારા આ ટૂર્નામેન્ટનું આયોજન હાઈબ્રિડ મોડ પર કરવું પડ્યું હતું.  BCCI, PCB અને ICC વચ્ચે એક કરાર થયો હતો, જેમા નક્કી થયું હતું કે પાકિસ્તાન ક્રિકેટ ટીમ પણ આવનારા વર્ષોમાં ભારતની યજમાનીમાં યોજાનાર ICC ઈવેન્ટમાં તેની મેચો રમશે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news