Mamta Kulkarni: બોલીવુડનો આ સુપરસ્ટાર મમતા કુલકર્ણી સાથે કરવા માંગતો હતો વન નાઈટ સ્ટેંડ
Mamta Kulkarni: મમતા કુલકર્ણી ફરી એકવાર ચર્ચામાં છે. જો કે મમતા કુલકર્ણી અને વિવાદો વચ્ચે જૂનો સંબંધ છે. હાલ જેવો વિવાદ ચાલે છે એવો જ વિવાદ વર્ષો પહેલા પણ થયો હતો. કારણ કે તે સમયે મમતા કુલકર્ણીએ એવું કહ્યું હતું કે બોલીવુડના એક સુપરસ્ટારે તેને વન નાઈટ સ્ટેંડની ઓફર કરી હતી.
Trending Photos
Mamta Kulkarni: 90 ના દાયકાની બોલીવુડની ટોચની અભિનેત્રી મમતા કુલકર્ણી હાલ તેના સન્યાસ મહાકુંભ અને મહામંડલેશ્વરના પદના કારણે ચર્ચામાં અને વિવાદમાં છે. વર્ષો સુધી બોલીવુડમાંથી ગાયબ રહેલી મમતા કુલકર્ણી ભારત પરત ફરી ત્યારથી જ વિવાદો તેનો પીછો નથી છોડતા. મમતા કુલકર્ણી સૌથી પહેલી વાર ચર્ચામાં ત્યારે આવી જ્યારે તેણે મહાકુંભ 2025 માં કિન્નર અખાડામાં મહામંડલેશ્વરની ઉપાધિ ધારણ કરી. ત્યાર પછી ભારે વિવાદ થયો અને થોડા જ દિવસોમાં મમતા કુલકર્ણી પાસેથી પદ છીનવાઈ ગયું. ત્યાર પછી અલગ અલગ જગ્યાએ મમતા કુલકર્ણીએ પોતાના ઇન્ટરવ્યૂ પણ આપ્યા.
મમતા કુલકર્ણી સંબંધિત આ બધી ચર્ચાઓમાં એક જૂની ઘટના પણ વાઇરલ થવા લાગી છે. મમતા કુલકર્ણી જ્યારે બોલિવૂડમાં એક્ટ્રેસ હતી ત્યારે તેને એક મુલાકાત દરમિયાન એવો ખુલાસો કર્યો હતો કે બોલીવુડના એક સુપરસ્ટાર એ તેને વન નાઇટ સ્ટેન્ડની ઓફર કરી હતી. એક રિપોર્ટ અનુસાર એક વખત ઇન્ટરવ્યૂ દરમિયાન મમતા કુલકર્ણીએ આ વાતનો ખુલાસો કર્યો હતો. મમતા કુલકર્ણીએ નામ લીધા વિના એવું કહ્યું કે તે અભિનેતા સાથે મમતાની મુલાકાત મિથુન ચક્રવર્તીના માધ્યમથી થઈ હતી. એક હોટલમાં સ્ટે દરમિયાન બંને વચ્ચે પરિચય કરાવવામાં આવ્યો હતો.
મમતા કુલકર્ણીએ આ મુલાકાતમાં આગળ એવું કહ્યું કે થોડા સમય માં તેઓ મિત્ર બની ગયા અને એકબીજા સાથે વાતચીત કરતા હતા. મિત્ર તરીકે વાતચીત ચાલતી હતી તે દરમિયાન જ તે સુપરસ્ટારે મમતા કુલકર્ણીને વન નાઇટ સ્ટેન્ડ માટે ઓફર કરી દીધી. આ સુપરસ્ટાર તે સમયે પૂજા ભટ્ટને ડેટ કરી રહ્યો હતો. મમતા કુલકર્ણીએ તે અભિનેતા ને હસીને એવો જવાબ આપી દીધો કે આ વાત પર વિચાર કરતા પહેલા પણ તેણે પૂજા ભટ્ટની મંજૂરી લેવી પડે..
મહત્વનું છે કે આ અંગે જે ચર્ચાઓ ચાલી રહી છે તે અનુસાર મમતા કુલકર્ણી જે એક્ટરની વાત કરે છે તે બોબી દેઓલ હતો. બોબી દેઓલ તે સમયે બરસાત ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો અને પૂજા ભટ્ટને તે ડેટ કરતો હતો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે