Earthquake: અચાનક ભૂકંપ આવે તો ગભરાઈને આ ભુલો ન કરવી, જાણી લો ભૂકંપ દરમિયાન સુરક્ષિત રહેવા ખરેખર શું કરવું જોઈએ ?

Earthquake Safety Tips: ભૂકંપ અચાનક આવે ત્યારે જો સમજદારીથી યોગ્ય પગલાં ભરવામાં આવે તો જાન-માલના નુકસાનને ઘટાડી શકાય છે. ભૂકંપની સ્થિતિમાં ગભરામણ થાય પરંતુ આ સમયે સંયમ રાખી અને સુરક્ષિત રહેવા યોગ્ય કામ કરવું જોઈએ. આજે તમને જણાવીએ ભૂકંપ આવે ત્યારે સેફ રહેવા માટે શું કરવું જોઈએ ?

Earthquake: અચાનક ભૂકંપ આવે તો ગભરાઈને આ ભુલો ન કરવી, જાણી લો ભૂકંપ દરમિયાન સુરક્ષિત રહેવા ખરેખર શું કરવું જોઈએ ?

Earthquake Safety Tips: ધરતીકંપનું નામ આવે કે લોકોના મનમાં ડર ઉભો થઈ જાય છે. ધરતીકંપ એક પ્રાકૃતિક આપદા છે જે અચાનક આવે છે. ધરતીકંપ વધારે તીવ્રતાનો હોય તો જાનમાલને મોટું નુકસાન થઈ શકે છે. ભૂકંપના આંચકા કેટલીક સેકન્ડથી લઈને મિનિટો ના હોઈ શકે છે. ભૂકંપના આંતકા આવે ત્યારે ગભરામણ થાય તે વાત સ્વાભાવિક છે. પરંતુ આ સમય દરમિયાન ગભરાઈને ન કરવાના કામ કરવાને બદલે ધીરજ રાખીને યોગ્ય પગલા ભરવા જોઈએ. જો આ સમયે સંયમપૂર્વક નિર્ણય લેવામાં આવે તો વ્યક્તિ પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા કરી શકે છે. આજે તમને જણાવીએ ધરતીકંપ આવે ત્યારે સેફટી માટે શું કરવું.?

ધરતીકંપમાં સેફટી માટે શું કરવું ?

1. ભૂકંપ દરમિયાન સૌથી જરૂરી છે કે ગભરાઈને જ્યાં ત્યાં ભાગવાને બદલે શાંત રહેવું. ગભરાઈ જવાથી અને દોડધામ કરવાથી જીવ પર જોખમ વધી જાય છે તેથી શાંત રહીને યોગ્ય નિર્ણય લેવો. 

2. જો તમે કોઈ બિલ્ડીંગની અંદર છો તો તુરંત જ કોઈ મજબૂત વસ્તુની નીચે છુપાઈ શકો છો. પરંતુ એ વાત સુનિશ્ચિત કરવી કે તે વસ્તુ મજબૂત હોય. 

3. કોઈપણ જગ્યાએ હોય ત્યારે માથા અને ગરદનની સેફટીને ખાસ ધ્યાનમાં રાખો. જેથી ગંભીર ઈજાથી બચી શકાય. 

4. ભૂકંપ દરમ્યાન દરવાજા, બારી, કાચ જેવી વસ્તુઓથી દૂર રહેવું.ભૂકંપના ઝટકાથી આવી વસ્તુઓ તૂટી શકે છે અને જો તેની નજીક ઊભા રહો તો તમને પણ ઈજા થઈ શકે છે. 

5. ભૂકંપ દરમિયાન જો તમે કોઈ ઊંચી ઇમારતમાં હોય તો નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ક્યારેય ન કરો. ભૂકંપના ઝટકાના કારણે ઇલેક્ટ્રિસિટી બંધ થઈ જાય તો લિફ્ટમાં તમે ફસાવી શકો છો. 

6. જો તમે મકાનમાં હોય તો ભૂકંપના ઝટકા દરમિયાન ખુલ્લા મેદાનમાં પહોંચી જવું. આ સિવાય રસ્તા પર આવેલા વીજ પોલ, ઝાડ જેવી વસ્તુઓથી દૂર રહેવું. 

7. જો તમે વાહન ચલાવતા હોય અને ભૂકંપનો આંચકો અનુભવાય તો તુરંત જ વાહનને સુરક્ષિત જગ્યા પર રોકી દો. આવા સમયે દરમિયાન પુલ, ફ્લાઈઓવર અને ઝાડ નજીકથી પસાર થવાનું ટાળવું. 

8. ભૂકંપના ઝટકા અનુભવાતા હોય તો ઘરમાં તુરંત જ ગેસ અને વિજળી કનેક્શન બંધ કરી દેવા જોઈએ. તેથી આગ લાગવાનું જોખમ ન રહે. 

9. ભૂકંપનો આંચકો પૂરો થાય કે તુરંત જ ઘરની અંદર ભાગવાની ભૂલ ન કરવી. થોડીવાર બહાર જ રહેવું અને સુનિશ્ચિત કરી લેવું કે ઝટકા બંધ થઈ ગયા છે અને મકાન સેફ છે. 

10. ઘરમાં હંમેશા એક ઇમર્જન્સી કીટ તૈયાર રાખવી. આ કીટમાં બેટરી, ફર્સ્ટ એડ માટેની વસ્તુઓ, જરૂરી દસ્તાવેજ, પાણી જેવી વસ્તુઓ રાખવી.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news