Kankhajura: ઘરમાં વારંવાર કાનખજૂરો નીકળે તે શુભ કે અશુભ ? આ સંકેતો પરથી સમજો લાભ થશે કે નુકસાન

Kankhajura: ઘરમાં ઘણીવાર બાથરુમ, કિચન કે ગાર્ડનમાં કાનખજૂરા નીકળે છે. અચાનક જ જો ઘરમાં કાનખજૂરા નીકળવા લાગે તો તે ખાસ સંકેત પણ હોય શકે છે. આજે તમને જણાવીએ ઘરમાં કાનખજૂરા નીકળે તે શુભ ગણાય કે અશુભ સંકેત ?

Kankhajura: ઘરમાં વારંવાર કાનખજૂરો નીકળે તે શુભ કે અશુભ ? આ સંકેતો પરથી સમજો લાભ થશે કે નુકસાન

Kankhajura: ઘરમાં ઘણીવાર બાથરૂમ કે રસોડાના પાઇપમાંથી કાનખજૂરા નીકળે છે. કાનખજૂરાને જોઈને ડર લાગે છે અને ચીતરી પણ ચઢે છે. ઘણા લોકો તો કાનખજુરાને જોઈને તેને તુરંત મારી નાખે છે. કાનખજૂરને જોઈને ડર એટલા માટે પણ લાગે કે એવું માનવામાં આવે છે કે કાનખજૂરો કાનમાં ઘૂસી જાય તો તે મગજમાં પહોંચીને મગજને કોતરી નાખે છે. કાનખજૂરો કરડે તો શરીરમાં ખંજવાળ અને એલર્જીની સમસ્યા પણ થઈ શકે છે.   

જો કે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ કાનખજૂરો ઘરમાં દેખાય તેનો વિશિષ્ટ અર્થ હોય છે. આજે તમને જણાવીએ ઘરમાં અચાનક કાનખજુરો દેખાય તો તે શુભ ગણાય કે અશુભ. 

ઘરમાં કાનખજૂરો નીકળવો શુભ કે અશુભ?

- જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાનખજૂરો રાહુનું રૂપ માનવામાં આવે છે. તેથી કાન ખજુરો ઘરમાં નીકળે તેનો શુભ અને અશુભ બંને પ્રકારનો પ્રભાવ હોઈ શકે છે. ઘરમાં અચાનક કાનખજૂરો ફરતો જોવા મળે તો તેને શુભ માનવામાં આવે છે તેનો અર્થ થાય છે કે નજીકના ભવિષ્યમાં કંઈક સારું થવાનું છે. 

- જો ઘરના મંદિરમાં કાનખજૂરો દેખાય તો કોઈ મોટા સારા સમાચાર મળે તેવી સંભાવના હોય છે. મંદિરમાં કાનખજૂરો નીકળે તો તે ધન સમૃદ્ધિનું આગમન દર્શાવે છે. 

- કાનખજૂરો ઘરમાં અચાનક દેખાય અને થોડીવારમાં જ તે ગાયબ થઈ જાય એટલે કે ખબર ન પડે કે ક્યાં ગયો તો સમજી લેવું કે તમારું ભાગ્ય તમને સાથ આપશે. 

- ટોયલેટ કે બાથરૂમમાં કાનખજૂરો અચાનક નીકળે તો તેને અશુભ માનવામાં આવે છે. કુંડળીમાં જ્યારે રાહુની ખરાબ દશા ચાલતી હોય ત્યારે આવો સંકેત મળી શકે છે. 

- સપનામાં કાનખજૂરો દેખાય તો તેનો અર્થ થાય છે કે જૂની સમસ્યા કે બીમારીથી મુક્તિ મળવાની છે. કાનખજૂરો સપનામાં દેખાય તો નોકરીમાં પ્રમોશન મળવાનો સંકેત પણ હોઈ શકે છે. 

- જો સપનામાં મરેલો કાનખજુરો દેખાય તો સમજી લેવું કે ભવિષ્યમાં કોઈ મોટી મુસીબત ઘર પર આવવાની છે. જો સપનામાં તમે કાનખજૂરાને મારતા હોય તેવું દેખાય તો સમજી લેવું કે જીવનની સમસ્યાનું નિવારણ આવવાનો સંકેત છે. 

- સપનામાં થોડી મિનિટો માટે કાનખજુરો દેખાય અને પછી દેખાતો બંધ થઈ જાય તો સમજી લેવું કે ભાગ્યના બંધ દરવાજા ખુલી જવાના છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news