Chutney: ધાણા-ફુદીનાની આ ચટપટી ચટણી દિવસમાં એકવાર રોજ ખાવી, શરીરમાં જામેલું યુરિક એસિડ થઈ જશે સાફ
Coriander Mint Chutney: યૂરિક એસિડ લેવલને નેચરલી ઘટાડવા માટે તમે ધાણા અને ફુદીનાની લીલી ચટણીનું સેવન કરી શકો છો. આ ચટણી ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. તેનાથી થતા લાભ વિશે ચાલો તમને જણાવીએ.
Trending Photos
Coriander Mint Chutney: કિડની સ્વસ્થ હોય તો ઓવરઓલ હેલ્થ પણ સારી રહે છે. આજના સમયની ખરાબ લાઈફસ્ટાઈલના કારણે કિડનીની હેલ્થ પર પણ અસર થાય છે. કિડની આપણા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે. જો કિડની બરાબર કામ કરતી ન હોય તો અનેક પ્રકારની બીમારી થવાનું જોખમ ઊભું થાય છે. જેમાં સૌથી પહેલા યુરિક એસિડ વધવાની તકલીફ થઈ શકે છે. યુરિક એસિડ વધી જવું અને પથરી કિડની સંબંધિત સમસ્યાઓ છે. આ તકલીફો ત્યારે થાય છે જ્યારે કિડનીનું કામ બરાબર થઈ શકતું નથી. તેમાં પણ યુરિક એસિડ વધી જાય તો વ્યક્તિનું હલનચલન પણ મુશ્કેલ બની જાય છે.
કિડનીમાં જમા થતી ગંદકીને સાફ કરવા અને હેલ્થ પ્રોબ્લેમથી બચવા માટે ક્યારેક ઘરેલુ નુસખા પણ અસરકારક સાબિત થઈ જાય છે. કિડનીની તકલીફમાં પણ ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓ ઉપયોગી સાબિત થઈ શકે છે. જેમકે ઘરમાં રોજ જમવાની સાથે જો તમે ધાણા અને ફુદીનાની ચટણીનું સેવન કરો છો તો તે કિડનીને ફાયદો કરી શકે છે. ધાણા અને ફુદીનાની ચટણી કિડનીને સાફ કરે છે અને સાથે યુરિક એસિડ કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. આ ચટણી કેવી રીતે બને છે અને તેનું સેવન કેવી રીતે કરવું ચાલો તમને જણાવીએ.
કિડની માટે ફાયદાકારક ચટણી બનાવવાની રીત
પાંચ લસણની કળી, એક ઇંચ આદુનો ટુકડો, એક વાટકી લીલા ધાણા, મુઠ્ઠીભર ફુદીનાના પાન આ બધી વસ્તુઓમાં સ્વાદ અનુસાર નમક ઉમેરીને બરાબર પીસી લો. ચટણી તૈયાર થઈ જાય પછી તેમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. આ ચટણીને કાચના વાસણમાં ભરી લો. તૈયાર કરેલી ચટણીને દિવસમાં એક થી બે વખત ખાવી. બપોરે કે રાત્રે ભોજન સાથે એક ચમચી આ ચૂંટણી ખાઈ લેવી જોઈએ.
લીલી ચટણી ખાવાથી થતા ફાયદા
- એકદમ ટેસ્ટી અને ચટપટી ફુદીના અને ધાણાની આ ચટણી ખાવાથી કિડનીની સફાઈ સારી રીતે થાય છે. આ ચટણી ખાવાથી પેશાબ વધારે માત્રામાં બને છે અને પેશાબના માધ્યમથી શરીરમાં જામેલી ગંદકી પણ નીકળી જાય છે.
- આ ચટણીમાં લીંબુ અને આદુનો ઉપયોગ કરવામાં આવે છે જે શરીરને અંદરથી સાફ અને નિરોગી રાખવાનું કામ કરે છે. તેનાથી યુરિક એસિડ વધવાનું જોખમ પણ ઘટે છે.
- આ ચટણીમાં કાચું લસણ ઉપયોગમાં લેવાય છે જેનાથી ઈન્ફ્લેમેશનનું જોખમ ઘટે છે. આ ચટણી એન્ટી ઇન્ફ્લેટરી ગુણ ધરાવે છે જે સોજાને ઉતારવામાં મદદ કરે છે.
- ધાણા અને ફુદીનાની આ ચૂંટણી પાચન ક્રિયાને પણ ઝડપી બનાવે છે. આ ચટણી ખાવાથી પેટમાં ભારેપણું, એસિડિટી અને કબજિયાત જેવી તકલીફ રહેતી નથી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે