બનાસકાંઠા બાદ હવે દિલ્હી-NCRમાં ધરા ધ્રુજી, ભારતમાં ક્યાં છે ભૂકંપનું સૌથી વધુ જોખમ? ગુજરાતનો આ વિસ્તાર ડેન્જર ઝોનમાં

Earthquake Causes: લોકો ભર ઊંઘમાં હતા અને વહેલી સવારે દિલ્હી એનસીઆર અને બિહારના સિવાનમાં ધરા ધ્રુજી. હાલમાં જ બનાસકાંઠામાં પણ ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ત્યારે ભારતમાં સૌથી વધુ કયા ભાગોમાં ભૂકંપનું જોખમ છે અને ભૂકંપના સૌથી વધુ ડેન્જર ઝોનમાં કયા કયા વિસ્તારો છે તે પણ જાણો. આ સાથે ભૂકંપ કેમ આવે છે તે પણ જાણવું જરૂરી છે. 
 

બનાસકાંઠા બાદ હવે દિલ્હી-NCRમાં ધરા ધ્રુજી, ભારતમાં ક્યાં છે ભૂકંપનું સૌથી વધુ જોખમ? ગુજરાતનો આ વિસ્તાર ડેન્જર ઝોનમાં

Earthquake in India: દિલ્હી-એનસીઆરમાં આજે સવાર સવારમાં ભૂકંપના ઝટકા મહેસૂસ થયા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યાં મુજબ ભૂકંપની તીવ્રતા 4.0ની નોંધવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આ ભૂકંપનું કેન્દ્ર નવી દિલ્હીમાં હતું. એક અધિકારીએ ન્યૂઝ  એજન્સી પીટીઆઈને જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર ધૌલા કૂઆમાં દુર્ગાબાઈ દેશમુખ કોલેજ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન પાસે હતું. સવારે 5.36 વાગે આવેલો ભૂકંપ પાંચ કિલોમીટરની ઊંડાઈ પર હતો.

રાહતના સમાચાર એ રહ્યા કે કોઈ પણ જાનહાનિના સમાચાર આવ્યા નથી. દિલ્હી એનસીઆર ઉપરાંત બિહારના સિવાનામાં પણ 4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. અધિકારીએ જણાવ્યું કે જે વિસ્તારમાં ભૂકંપનું કેન્દ્ર હતું ત્યાં આસપાસ એક ઝીલ છે જ્યાં દર બેથી ત્રણ વર્ષમાં ભૂકંપની ઘટનાઓ થાય છે. એક અધિકારીએ જણાવ્યું કે 2015માં પણ આ વિસ્તારમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શું તમે જાણો છો કે વારંવાર ભૂકંપ કેમ આવે. જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ અને ભારતમાં સૌથી વધુ ભૂકંપ સંવેદનશીલ વિસ્તારો વિશે પણ ખાસ જાણો. 

ભૂકંપ કેમ આવે છે?
અસલમાં ભૂકંપનું મુખ્ય કારણ ટેક્ટોનિક પ્લોટોની હલચલ છે. ધરતી 12 ટેક્ટોનિક પ્લેટો પર ટકેલી છે. જે સતત ધીમી ગતિથી હલતી રહે છે. જ્યારે આ પ્લેટો પરસ્પર અથડાય ત્યારે ખસે છે અને જે  ઉર્જા નીકળે છે તેનાથી ભૂકંપના ઝટકા મહેસૂસ થાય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ આ પ્લેટો દર વર્ષે લગભગ 4થી 5 મિલિમીટર સુધી પોતાની સ્થિતિ બદલે છે. ક્યારેક તે ટકરાઈને ફસાઈ જાય છે અને અચાનક ઉર્જા મુક્ત થવાથી ભૂકંપ આવે છે. 

ભારતમાં ભૂકંપના ક્ષેત્રો
દુનિયાાં સૌથી વધુ ભૂકંપ 'રિંગ ઓફ ફાયર' વિસ્તારમાં આવે છે. જેમાં ઈન્ડોનેશિયા, જાપાન અને અમેરિકાના કેટલાક ભાગો સામેલ છે. ભારતમાં પણ હાલના વર્ષોમાં  ભૂકંપની ઘટનાઓ વધી છે. આ જોખમને આધારે ભારતને ભૂકંપીય ઝોનમાં વિભાજિત કરાયો છે. 

ભારતમાં ભૂકંપીય ઝોનના વર્ગીકરણ
ભારતમાં ભૂકંપીય જોખમના આધારે દેશને 5 ઝોનમાં  વહેંચવામાં આવ્યો છે. 

ઝોન 5-- સૌથી વધુ જોખમી
આ ઝોનમાં પૂર્વોત્તર ભારત, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાતનો કચ્છ વિસ્તાર, ઉત્તર બિહાર, અને આંદમાન નિકોબાર ટાપુઓ સામેલ છે. અહીં વારંવાર ભૂકંપ આવતા રહે છે. 

ઝોન 4- વધુ જોખમી
જમ્મુ અને કાશ્મીર તથા હિમાચલ પ્રદેશના બાકી કેટલાક ભાગો, દિલ્હી, સિક્કિમ, ઉત્તર પ્રદેશનો ઉત્તરી ભાગ, બિહાર, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગો તેમાં આવે છે. 

ઝોન-3 મધ્યમ જોખમ
તેમાં કેરળ, બિહાર, પશ્ચિમી રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પૂર્વ ગુજરાત અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગો સામેલ છે. 

ઝોન-2 ઓછું જોખમ
જેમાં રાજસ્થાન, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હરિયાણા આવે છે. 

ઝોન-1 સૌથી ઓછું જોખમ
તેમાં પશ્ચિમી મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, પૂર્વ મહારાષ્ટ્ર, અને ઓડિશાના કેટલાક ભાગો સામેલ છે. 

શું હોય છે ભૂકંપનું કેન્દ્ર?
ધરતીની સપાટી નીચે એ પોઈન્ટ જ્યાં ચટ્ટાનોમાં તણાવના કારણે ફાટફૂટ થાય છે. તેને ભૂકંપનું કેન્દ્ર કે હાઈપોસેન્ટર કહે છે. અહીંથી ઉર્જા તરંગોના સ્વરૂપમાં બહાર નીકળે છે. જેનાથી ભૂકંપના ઝટકા મહેસૂસ થાય છે. 

દિલ્હી એનસીઆરમાં ભૂકંપની સ્થિતિ
હાલના વર્ષોમાં દિલ્હી એનસીઆરમાં ભૂકંપના સતત ઝટકા મહેસૂસ થયા છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આ ચિંતાનો વિષય છે અને તેના પર સતત રિસર્ચ થઈ રહ્યું છે. વૈજ્ઞાનિક એ પણ અભ્યાસ કરી રહ્યા છે કે શું ટેક્ટોનિક પ્લેટોની હલચલ કોઈ બહારની ગતિવિધિથી પ્રભાવિત થાય છે. 

બનાસકાંઠામાં હાલમાં આવ્યો હતો ભૂકંપ
બનાસકાંઠા જિલ્લામા 13 ફેબ્રુઆરી 2025ના રોજ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાલનપુરમાં 3.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.ભૂકંપનું કેન્દ્ર બિંદુ દાંતીવાડા તાલુકાના ડેરી ગામમાં નોંધાયું હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.8 નોંધાઈ. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news