વિક્કી કૌશલની 'છાવા'એ રચ્યો ઈતિહાસ, બોક્સ ઓફિસ પર રેકોર્ડતોડ કમાણી, 3 દિવસમાં જ ધૂરંધર ફિલ્મોને પાછળ છોડી

Chhaava Box Office Collection Day 3: લક્ષ્મણ ઉત્તેકરના દિગ્દર્શનમાં બનેલી વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાનાની ફિલ્મ છાવા બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહી છે. વેલેન્ટાઈન ડે પર રિલીઝ થયા બાદ ફિલ્મે પહેલા દિવસે જબરદસ્ત કમાણી કરી. ત્યારબાદ વિકેન્ડના બીજા બે દિવસ પણ ધૂરંધર કમાણી કરી. ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મે પ્રથમ વિકેન્ડમાં 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. ત્રીજા દિવસે તો ફિલ્મે ઈતિહાસ રચી નાખ્યો. બજેટ બરાબર કમાણી કરી નાખી. હવે આ ફિલ્મ બીજા નવા રેકોર્ડ બનાવવા માટે પણ તૈયાર છે. 

રિલીઝ થતા જ છપ્પરફાડ કમાણી

1/5
image

વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાના તથા અક્ષયકુમારની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ છાવા દર્શકોનો જબરદસ્ત પ્રેમ મેળવી રહી છે. લક્ષ્મણ ઉત્તેકરના દિગ્દર્શનમાં બનેલી આ ઐતિહાસિક ફિલ્મ મરાઠા યૌદ્ધા છત્રપતિ શંભાજી મહારાજના જીવન પર આધારિત છે. આ ફિલ્મ રિલીઝ બાદથી જ બોક્સ ઓફિસ પર છવાયેલી છે. જેણએ વર્ષ 2025માં રિલીઝ થયેલી ફિલ્મોના છક્કા છોડાવી દીધા. એટલું જ નહીં ફિલ્મને મળી રહેલા શાનદાર રિસ્પોન્સને જોતા મેકર્સની સાથે સાથે સ્ટારકાસ્ટ પણ ખુબ ખુશ છે. 

2025ની પહેલી મોટી ઓપનર

2/5
image

ફિલ્મ અંગે ક્રેઝ સતત વધી રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં આ ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. થિયેટરોમાં શો હાઉસફૂલ જઈ રહ્યા છે. અનેક જગ્યાએ લેટ નાઈટ અને મોર્નિંગ શો પણ લગાવવામાં આવી રહ્યા છે. જો બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ  કર્યું હતું. ફિલ્મે પહેલા જ દિવસે શુક્રવારે 33.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે કલેક્શન તેના કરતા પણ ઉપર ગયું. 

કમાણીમાં રચ્યો ઈતિહાસ

3/5
image

જાણીતા ફિલ્મ ક્રિટિક અને એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યાં મુજબ આ ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 33.10 કરોડની કમાણી કરી. જ્યારે બીજા દિવસે શનિવારે 39.30 કરોડ રૂપિયાની કમાણી કરી અને રવિવારે તમામ રેકોર્ડ તોડતા જબરદસ્ત 49.03 કરોડની કમાણી કરી. રિલીઝ બાદ ફિલ્મે ત્રણ દિવસમાં કુલ 121.43 કરોડની કમાણી કરી લીધી છે. વર્લ્ડ વાઈડ  કલેક્શનની વાત કરીએ તો આંકડો 150 કરોડ પાર પહોંચી ચૂક્યો છે. 

મહારાષ્ટ્રમાં જબરદસ્ત રિસ્પોન્સ

4/5
image

ફિલ્મ છાવા વિક્કી કૌશલની અત્યાર સુધીની સૌથી તેજ કમાણી કરનારી ફિલ્મોમાંથી એક બની છે અને કદાચ ઓપનિંગ વિકેન્ડમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ બની છે. જો આ જ રીતે રેકોર્ડતોડ કમાણી કરતી રહેશે તો તેના કરિયરની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ બની શકે છે. આ ફિલ્મને ખાસ કરીને મહારાષ્ટ્રમાં જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. જ્યાં મરાઠી સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકો તેને જોવા માટે ઉમટી રહ્યા છે. જેના કારણે થિયેટરોમાં ટિકિટોની ડિમાન્ડ ખુબ વધી છે. ટ્રેડ એનાલિસ્ટ્સના જણાવ્યાં મુજબ આ ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સના ખુબ જ પોઝિટિવ રિવ્યૂ મળ્યા છે. 

છત્રપતિ સંભાજી મહારાજની કહાની

5/5
image

એવી પણ આશા વ્યક્ત કરાઈ રહી છે કે આ ફિલ્મ લાંબો સમય સુધી થિયેટરોમાં ટકી શકે છે. ફિલ્મની કહાની મરાઠા યોદ્ધા છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે. જેઓ છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર હતા. ફિલ્મમાં તેમની વીરતા, સંઘર્ષ અને મુઘલો વિરુદ્ધ તેમની લડત દેખાડવામાં આવી છે. આ કહાનીમાં ખાસ કરીને ઔરંગઝેબ સામે તેમની બહાદુરી દેખાડાઈ છે જેમાં અક્ષય ખન્નાએ ઔરંગઝેબની ભૂમિકા ભજવી છે. જ્યારે વિક્કીએ છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવી છે અને રશ્મિકાએ યેસુબાઈની ભૂમિકા ભજવી છે.