ધોનીની છેલ્લી IPL...માહી લેશે રિટાર્યમેન્ટ ? BCCIની પોસ્ટે મચાવી સનસનાટી

IPL 2025 MS Dhoni CSK:  IPL 2025નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 22 માર્ચે કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમશે. આ દરમિયાન BCCIએ MS ધોનીને લઈને એક પોસ્ટ કરી છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. 

1/6
image

IPL 2025 MS Dhoni CSK: IPLનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 22 માર્ચે કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમશે. આ વખતે ટૂર્નામેન્ટ 13 મેદાન પર રમાશે. 

2/6
image

IPL શેડ્યૂલ બહાર આવ્યા બાદ BCCIની એક પોસ્ટે બધાને ચોંકાવી દીધા હતા. આ પોસ્ટમાં IPL 2025ને ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની વિદાય સીઝન ગણાવી છે. 

3/6
image

BCCIએ પોસ્ટમાં લખ્યું છે કે, થાલાની ચેપોકમાં વાપસી! એમએસ ધોનીની વિદાય આઈપીએલ સીઝન 23 માર્ચે કટ્ટર હરીફ મુંબઈ ઈન્ડિયન્સ સામેની શાનદાર મેચથી શરૂ થશે. IPL 2025માં એક અવિસ્મરણીય અધ્યાય શરૂ થશે - શું તમે તૈયાર છો? 

4/6
image

ધોનીએ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તે છેલ્લે 2019માં ભારત માટે રમ્યો હતો. જો કે, તે પછી તેણે IPLમાં રમવાનું ચાલુ રાખ્યું હતું અને ટીમને ચેમ્પિયન પણ બનાવી હતી.

5/6
image

ધોનીની છેલ્લી સિઝન વિશે છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલી રહી છે. તેમ છતાં તે 43 વર્ષની ઉંમરે IPL રમવા માટે તૈયાર છે. આ વખતે ધોનીને ચેન્નાઈ સુપર કિંગ્સે 4 કરોડ રૂપિયામાં અનકેપ્ડ ખેલાડી તરીકે જાળવી રાખ્યો છે.

6/6
image

BCCIએ મેગા ઓક્શન પહેલા નિયમોમાં ફેરફાર કર્યા હતા. આ મુજબ જે ખેલાડીએ 5 વર્ષથી ભારત માટે આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી તેને અનકેપ્ડ ગણવામાં આવશે. આનો ફાયદો ચેન્નાઈને થયો અને ધોનીને સસ્તામાં રિટેન કર્યો.