અમદાવાદના આ 7 વિસ્તારોમાં ફ્લેટ કે મકાન હશે તો મલ્ટીનેશનલ કંપનીના પગાર જેટલું ભાડું મળશે

Ahmedabad Property Market : તમને ખબર નથી, પણ અમદાવાદમાં જો તમારી પાસે વધારાનું મકાન કે ફ્લેટ છે અને તમે તેને ભાડે આપો છો તો તમને તોતિંગ આવક થઈ શકે છે... મેજિક બ્રિક્સનો વાંચો આ રિપોર્ટ 

અમદાવાદના આ 7 વિસ્તારોમાં ફ્લેટ કે મકાન હશે તો મલ્ટીનેશનલ કંપનીના પગાર જેટલું ભાડું મળશે

Ahmedabad Real Estate : અમદાવાદની ગણતરી હવે દિલ્હી-નોઈડા, બેંગલુરુ, મુંબઈ જેવા શહેરોની સાથે થઈ રહી છે. આ કારણે અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ ઉંચકાયું છે. અમદાવાદમાં હવે નવું ઘર કે ફ્લેટ લેવા જાઓ તો કરોડ રૂપિયા મૂકવા પડે છે. આવી જ સ્થિતિ મકાનના ભાડામાં પણ છે. અમદાવાદમાં સારું મકાન ભાડેથી જોઈતું હોય તો તેના માટે હજારો રૂપિયા વેરવા પડે છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ભાડું આસમાને પહોંચ્યું છે. મેજિક બ્રિક્સના રિપોર્ટ અનુસાર, અમદાવાદ દેશમાં સૌથી વધુ ભાડું વસૂલતું શહેર બન્યું છે. તેમાં પણ જો તમારું મકાન કે ફ્લેટ અમદાવાદના કેટલાક ચોક્કસ વિસ્તારમાં હશે તો તમને મોં માંગ્યો ભાવ મળશે. 

અમદાવાદના આ વિસ્તારોના ભાડા સૌથી ઉંચા 
મેજિક બ્રિક્સના અહેવાલ મુજબ, દેશમાં ભાડાથી મળતી આવકનું માર્કેટ પણ ઉંચકાયું છે. તેમાં અમદાવાદ શહેર 4 ટકા સાથે મોખરે છે. અમદાવાદમાં મકાનના ભાડા પણ તોતિંગ વધી રહ્યાં છે. તેમાં પણ જો તમારું મકાન સેટેલાઈટ, પ્રહલાદનગર, સાઉથ બોપલ, એસજી હાઈવે જેવા વિસ્તારમાં છે તો મલ્ટી નેશનલ કંપનીના પગાર જેટલી આવક તમને થઈ શકે છે. 

આ વિસ્તારોમાં કેટલું મળે છે ભાડું 
રિપોર્ટ અનુસાર, અમદાવાદમાં પ્રોપર્ટીના ભાડામાં પણ ઉછાળો આવ્યો છે. આ વિસ્તારોમાં જો તમારું ઘર કે ફ્લેટ તમે ભાડેથી આપો છો, તો તમને સારું એવું વળતર મળી શકે છે.  સેટેલાઈટ, પ્રહલાદનગર, સાઉથ બોપલ, એસજી હાઈવે જેવા વિસ્તારમાં મકાનની ડિમાન્ડ વધી છે. આ ડિમાન્ડને પગલે ભાડાની આવક પણ વધી છે. આ વિસ્તારોમાં જો તમને 2 બીએચકે ઘર કે મકાન જોઈતું હોય તો સરેરાશ 20 થી 22 હજાર ભાડું ચૂકવવું પડશે. 

  • શેલા, સાઉથ બોપલ, ગોતા - 18 હજારથી 23 હજાર ભાડું
  • સેટેલાઈટ, પ્રહલાદનગર, નવરંગપુરા - 32 હજારથી 42 હજાર ભાડું

 
અમદાવાદમાં પ્રોપર્ટી માર્કેટમાં ભાડામાં જબરદસ્ત મોટો ઉછાળ આવ્યો છે. અમદાવાદ હવે મેગા સિટી બની રહ્યું છે. અહીં મોટા રોકાણ આવી રહ્યાં છે. અન્ય રાજ્યો અને શહેરોમાંથી અહી લોકો રોજગારી માટે આવી રહ્યાં છે. આ જ કારણ છે કે, અહીં ભાડાની પ્રોપર્ટીની ડિમાન્ડ વધી છે. અહીં રહેણાંક વિસ્તારોમાં સારા એવા ભાડા મળી રહે છે. એસજી હાઈવે, સેટેલાઈટ, પ્રહલાદનગર, શેલા, બોપલ, સાઉથ બોપલ જેવા વિસ્તારોમાં કમર્શિયલ પ્રોપર્ટીમાં પણ ભાડાની આવક વધારે છે. તો અન્ય વિસ્તારોની વાત કરીએ તો, વસ્ત્રાપુર, નારણપુરા, ગોતા વિસ્તારોમાં પણ ભાડા ઉંચા બોલાય છે. 

રેસિડેન્શિયલ સપ્લાયમાં તીવ્ર વધારો
મેજિકબ્રિક્સ અનુસાર, નોઇડા અને ગ્રેટર નોઇડામાં રોકાણકારોનું સેન્ટિમેન્ટ સકારાત્મક છે અને બંને શહેરોએ 163નો ઉચ્ચ હાઉસિંગ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ (HSI) સ્કોર નોંધાવ્યો છે, જેમાં અમદાવાદ 160ના HSI સ્કોર સાથે તેની પાછળ છે. આ વલણને પ્રતિબિંબિત કરતા, નોઇડા, અમદાવાદ અને ગ્રેટર નોઇડામાં રહેણાંક પુરવઠો ખાસ કરીને ઝડપથી વધ્યો છે. નોઈડામાં રહેણાંક પુરવઠામાં 50%નો વધારો થયો છે કારણ કે અહીં સરેરાશ રહેણાંક દર 11645 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ સુધી પહોંચી ગયો છે.
 
અમદાવાદ અને ગ્રેટર નોઈડામાં શું વધારો થયો છે?
અમદાવાદમાં રહેણાંક પુરવઠામાં અંદાજે 32.5% જ્યારે ગ્રેટર નોઈડામાં રહેણાંક પુરવઠામાં 25%નો વધારો થયો છે. મુંબઈ અને બેંગલુરુ જેવા બજારોમાં પણ, લગભગ 60,000 ઘરો (દરેક) વેચાણ માટે ઉપલબ્ધ છે, જે બજારની ગતિશીલતામાં સંભવિત ફેરફાર સૂચવે છે. આ શહેરોમાં માંગ પહેલાથી જ દાયકાઓમાં સૌથી વધુ છે, જ્યારે ઇન્વેન્ટરીમાં વધારો થવાથી લાંબા ગાળે કિંમતો સ્થિર થવાની અપેક્ષા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news