બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, ફર્જી જ્યોતિષીએ પૂજાપાઠના નામે કરી લાખોની છેતરપિંડી
Marriage Worry Astro Fraud: 24 વર્ષની એક યુવતીએ ઓનલાઈન જ્યોતિષીઓ વિશે સર્ચ કર્યું હતું. એક વ્યક્તિ પર રેન્ડમલી વિશ્વાસ વ્યક્ત કર્યા પછી મહિલાએ તથાકથિત જ્યોતિષીને પૂછ્યું - 'લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ?' પરફેક્ટ મેચ એટલે કે બેસ્ટ બેટરહાફની શોધમાં એક કથિત ફર્જી માણસે મહિલાની મહેનતની કમાણીમાંથી લગભગ રૂ. 5.9 લાખનું નુકસાન કર્યું છે.
Trending Photos
Marriage Worry Astro Fraud: ઈલેક્ટ્રોનિક્સ સિટીમાં રહેતી એક મહિલા માટે ઓનલાઈન જ્યોતિષ પર વિશ્વાસ કરવો મોંઘો સાબિત થયો. ખાનગી કંપનીમાં નોકરી કરતી મહિલાનું નામ (નામ બદલ્યું છે) પ્રિયા છે. તેણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેણે 5 જાન્યુઆરીએ Instagram પર 'splno1 Indianaastrologer' નામનું એકાઉન્ટ મળ્યું હતું. પ્રોફાઇલમાં અઘોરી બાબાની તસવીર હતી અને તે હેન્ડલના બાયોમાં (એસ્ટ્રોલોજી) લખ્યું હતું. મેં તેના પર વિશ્વાસ કર્યો પણ તેણે મને બરબાદ કરી દીધી.
પ્રિયાની આપવીતી
મોબાઈલ નંબર મળતાની સાથે જ પ્રિયાએ તે વ્યક્તિને મેસેજ કરીને તેની સમસ્યાનો ઉલ્લેખ કર્યો. ફોનનો જવાબ આપનાર કથિત જ્યોતિષીએ પોતાનો પરિચય વિજય કુમાર તરીકે આપ્યો હતો. વિજયે તેનો મોબાઈલ નંબર (9929677652) શેર કર્યો અને તેને તેની કુંડલી તપાસવા માટે તેના નામ અને જન્મતારીખ સાથે વોટ્સએપ મેસેજ મોકલવા કહ્યું. આ સમય દરમિયાન ફ્રોડે પ્રિયાની એક સરળ શિકાર સમજી તેણીને તેના શબ્દોની જાળમાં ફસાવવાનું શરૂ કરી દીધું હતું.
યોગ્ય પતિની શોધમાં 1820 રૂપિયાની પ્રથમ પૂજા
યુવતીના સવાલ પૂછ્યા બાદ તેણે પ્રિયાને છેતરીને કહ્યું કે, તેની કુંડળીમાં લવ મેરેજનો યોગ છે, તેથી તે માત્ર લવ મેરેજ કરશે. તે દંભી છેતરપિંડી કરનારે એમ પણ કહ્યું કે, તે લગ્ન તેના ભવિષ્ય માટે એકદમ યોગ્ય હશે. પ્રિયા તેને તેની વિગતો મોકલે છે. મનપસંદ જીવનસાથીની શોધ કરતી વખતે ઇન્સ્ટાગ્રામ પર જ્યોતિષીએ મહિલાને વિશેષ પૂજા કરવાની જરૂરિયાત સમજાવી અને કહ્યું કે, પ્રારંભિક વિગતો મુજબ એક પૂજા તેણીને ઇચ્છિત વર મેળવવામાં મદદ કરશે. આ સમય દરમિયાન તેણે પૂજા-પાઠ માટે લગભગ 2,000 રૂપિયાનો ખર્ચ ખવાની વાત કરી હતી.
તે સપના બતાવતો ગયો, પ્રિયા લુટતી રહી...
આ ડીલ 1,820 રૂપિયામાં થઈ હતી. કારણ કે આ કોઈ મોટી રકમ ન હોવાથી પ્રિયા તરત જ તે રકમ જ્યોતિષના ખાતામાં UPI દ્વારા જમા કરાવવા સંમત થઈ જાય છે. પરંતુ તેણે પૈસા લેવા માટે એક ડિજિટલ પેમેન્ટ એપ વિશે જણાવ્યું. આ પછી કથિત જ્યોતિષીએ તેણીને લગ્ન જીવન અને ભવિષ્ય માટે એક વધુ શાનદાર કહાની બનાવતા મોટા સપના બતાવવાનું શરૂ કરી દીધું. દરરોજ તે કોઈને કોઈ ગ્રહની શાંતિ અને પૂજાના નામે તેની પાસેથી પૈસા પડાવવા લાગ્યો. ધીમે ધીમે ઢોંગી પ્રિયા પાસેથી લગભગ 6 લાખ રૂપિયા એકઠા કરી લીધા. આ પછી પણ તે સંતુષ્ટ ન થયો, તેથી એસ્ટ્રો અંકલે વધુ પૈસા માંગવાનું શરૂ કર્યું.
'અચાનક એક દિવસ થોડી શંકા થઈ'
પ્રિયાએ પોલીસને જણાવ્યું હતું કે, મોટા-મોટા સપના બતાવીને, કરિયર અને પરિવારમાં ગ્રોથની વાત કરીનેવિદેશ પ્રવાસથી લઈને કરોડો રૂપિયાની કારમાં ફરવા જેવી વાતો ગ્રહ નક્ષત્રને ઠીક કરવાના બહાનું બતાવ્યું તો પ્રિયાને તેના પર કોઈ શંકા નહોતી. તેણે ક્યારેય પ્રિયા સાથે કોઈ ગંદી હરકત કે ખરાબ વાત કરી નહીં. ઘણીવાર ફોન પર વાત થઈ હતી. પ્રિયા તેના પર આંધળો વિશ્વાસ કરવા લાગી હતી, તેથી જ તે ધીમે ધીમે તેને 6 લાખ રૂપિયાની મોટી રકમ આપે છે. એક દિવસ પ્રિયાના મન શંકા થાય છે અને તેણીને ખબર પડે છે કે તેણીને છેતરવામાં આવી છે. પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે.
આત્મહત્યાની ધમકી અને વકીલની એન્ટ્રી
જ્યારે તેણીને ખબર પડી કે તે તેનો ફાયદો ઉઠાવી રહ્યો હતો, ત્યારે તેણે જ્યોતિષીને વધુ પૈસા આપવાનો ઇનકાર કર્યો, અને તેણે માંગ કરી કે, તે તેના તમામ રૂપિયા પરત કરી દે, જે અત્યાર સુધી તેને પ્રિયા પાસેથી અત્યાર સુધીમાં લીધેલા હતા. ધીરે-ધીરે વિજય કુમારે પ્રિયાને 13,000 રૂપિયા પાછા આપ્યા અને તેને વાતચીત સમાપ્ત કરવા કહ્યું, તો પ્રિયાએ તેના પર રૂપિયા પરત કરવા દબાણ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેણે નવી યુક્તિ કરી. વિજયે કહ્યું કે, જો તેણી તેને ફરીથી ફોન કરશે તો તે આત્મહત્યા કરી લેશે અને સુસાઈડ નોટમાં પ્રિયાના નામ લખી દેશે અને ત્યાર બાદ તારી જીંદગી ખરાબ થઈ જશે.
કુમારે કહ્યું- 'પ્રિયા, મેં ઘણી પૂજાઓ કરી છે. તેનો હિસાબ પૂરો થઈ ગયો છે. હવે મને પરેશાન કરશો નહીં.'
પ્રિયા- મારે મારા બધા રૂપિયા પાછા જોઈએ છે. નહિ તો!
કુમાર- નહીં તો શું? અચાનક ફોન ડિસ્કનેક્ટ થઈ જાય છે.
થોડા સમય પછી પ્રિયાની પાસે એક કથિત વકીલનો ફોન આવે છે. તે પ્રિયાને કેસમાં ફસાવવાના નામે અને કુમારની સુસાઈટનો પ્રયાસ વિશે જણાવવાનું શરૂ કરે છે. પરંતુ પ્રિયા સમજદાર હતી અને તેણે તરત જ પોલીસને ફોન કર્યો. સાયબર પોલીસ તરત જ સમજી ગઈ કે આ સંપૂર્ણ રેકેટ છે. આવી સ્થિતિમાં પોલીસે ત્રણેયના નંબરની તપાસ કરીને આરોપીઓને પકડી પાડ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે