અમદાવાદ, ગાંધીનગર, ડિંગુચાથી બે નંબરમાં અમેરિકા ગયેલા પરત ફર્યા, કુલ 78 ગુજરાતીઓને તગેડાયા
America Deports Indians : અમેરિકાથી ડિપોર્ટ કરેલા 33 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા.... તમામને સુરક્ષિત રીતે પોલીસ તેમના નિવાસ્સ્થાને લઈ ગઈ..
Trending Photos
Us deports indian migrants : અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. અમૃતસરથી ગુજરાતના લોકોને અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. ત્રીજા પ્લેનમાં 33 ગુજરાતીઓને અમેરિકાએ પરત મોકલ્યા છે. ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા ગુજરાતીઓ આખરે પરત ફર્યા છે. બે નંબરમાં લાખો રૂપિયા ખર્ચીને ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા ગુજરાતીઓની ઘરવાપસી થઈ છે. આ સાથે અત્યાર સુધીમાં 3 પ્લેનમાં કુલ 78 ગુજરાતીઓ પરત આવ્યા ચે.
અમેરિકાએ ડિપોર્ટ કરેલ વધુ 33 ગુજરાતીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. 11 વાગ્યાની ફ્લાઈટમાં ત્રણ ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા છે. બપોરે 2 કલાકે 30 ગુજરાતીઓ સ્વદેશ પરત ફર્યા છે. આજે પહોચનારમાં અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના લોકો સૌથી વધુ છે. અમદાવાદની વાત કરીએ તો, નરોડા, નારણપુરા, કલોલ અને ડિંગુચાના પરિવારો પણ સામેલ છે. અગાઉ 16 ફેબ્રુઆરીએ 33 લોકો પહેલી ફ્લાઈટમાં આવ્યા હતા. તેના બાદ 16 ફેબ્રુઆરીએ 8 ગુજરાતીઓ બીજી ફ્લાઈટમાં પરત આવ્યા હતા. આજે એરપોર્ટ પર સ્થાનીક પોલીસ, સ્ટેટ આઈબી અને જિલ્લા પોલીસ હાજર છે. તમામ લોકોને પોલીસ સલામતી હેઠળ તેમના નિવાસસ્થાને પહોચાડવામાં આવશે.
ત્રીજી ફ્લાઈટમાં પરત ફરેલા 33 ગુજરાતીઓનું લિસ્ટ
- સપના ચેતનસિંહ રાણા, ચિલોડા, ગાંધીનગર
- દક્ષરાજસિંહ ચેતનસિંહ રાણા, ચિલોડા, ગાંધીનગર
- અક્ષરાજસિંહ ચેતનસિંહ રાણા, ચિલોડા, ગાંધીનગર
- પાયલ અનિલકુમાર પ્રજાપતિ, કલોલ
- દીપ ઘનશ્યામભાઈ પટેલ, કડી
- સાક્ષીબેન દીપ પટેલ, કડી
- હસમુખ રેવાભાઈ પટેલ, વીજાપુર
- ધવલભાઈ કિરીટકુમાર લુહાર, કલોલ
- પૂજા ધવલભાઈ લુહાર, કલોલ
- રુદ્ર ધવલભાઈ લુહાર, કલોલ
- નીત તુષાર પટેલ, નરોડા
- તુષાર પ્રવીણચંદ્ર પટેલ, નરોડા
- ચેતનાબેન તુષાર પટેલ, નરોડા
- હિમાંશી ચિરાગકુમાર પટેલ, નારણપુરા
- ચિરાગકુમાર શૈલેષકુમાર પટેલ, નારણપુરા
- હાર્દિકકુમાર દશરથભાઈ પટેલ, નરોડા
- સ્વાતિ હાર્દિક પટેલ, નરોડા
- હેનિલ હાર્દિક પટેલ, નરોડા
- દિશા હાર્દિક પટેલ, નરોડા
- માહી રાજેશભાઈ પટેલ, ઘુમાસણ
- જય રાજેશ પટેલ, ઘુમાસણ
- હારમી રાજેશકુમાર પટેલ, ઘુમાસણ
- મંજુલાબેન રાજેશભાઈ પટેલ, ઘુમાસણ
- રાજેશ બળદેવભાઈ પટેલ, ઘુમાસણ
- રણજિતભાઈ જયંતીભાઈ રાવલ, માણસા
- ચેતનસિંહ ભરતસિંહ રાણા, ડભોડા, ગાંધીનગર
- અનિલકુમાર ભીખાભાઈ પ્રજાપતિ, વેડા, કલોલ
- આરવ અનિલકુમાર પ્રજાપતિ, વેડા, કલોલ
- દૃષ્ટિ અનિલકુમાર પ્રજાપતિ, વેડા, કલોલ
- હિતેશ રમેશભાઈ રામી, સુશિયા
- જયેશકુમાર ભોલાભાઈ પટેલ, ડિંગુચા
- હિરલબેન જયેશકુમાર પટેલ, ડિંગુચા
- પ્રાંશ જયેશકુમાર પટેલ, ડિંગુચા
આજે આવેલા 33 ગુજરાતીમાં 11 બાળકોનો સમાવેશ થાય છે. જેમાં 8 બાળકો તો 10 વર્ષથી નાના છે. ગુજરાત પોલીસ ડિપોર્ટ થયેલા લોકોને અમદાવાદથી તેમના ઘર સુધી છોડવાની જવાબદારી સંભાળી રહી છે, પરંતુ આ પહેલા જેઓ પરત આવ્યા છે તેમના નિવેદન નોંધવામાં આવે છે. જેમાં તેઓ કઈ રીતે ગયા, કોની મદદથી ગયા, ત્યાંથી કઈ રીતે પરત આવ્યા વગેરે વિગતો લેવામાં આવી રહી છે. આમ ગુજરાત પોલીસ ગેરકાયદે અમેરિકા કે અન્ય દેશમાં મોકલવા માટે જે એજન્ટ લોબી ચાલી રહી છે તેના સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે