દિલ્લીના દંગલમાં ડિજિટલ વોર, કોંગ્રેસ, AAP અને BJP વચ્ચે લડાઈ, રાજકીય પક્ષો સો. મીડિયામાં સક્રિય

Delhi Chunav 2025: દિલ્હી ચૂંટણીમાં મતદાનમાં આશરે ત્રણ સપ્તાહનો સમય બાકી છે. એક તરફ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ ચૂંટણી પ્રચાર કરી રહી છે. ત્રણેય રાજકીય પાર્ટીઓ એકબીજા પર આરોપ અને પ્રત્યારોપ લગાવી રહી છે.

Trending Photos

દિલ્લીના દંગલમાં ડિજિટલ વોર, કોંગ્રેસ, AAP અને BJP વચ્ચે લડાઈ, રાજકીય પક્ષો સો. મીડિયામાં સક્રિય

Delhi Election News: દિલ્લીમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે... ચૂંટણીની તારીખ જેમ-જેમ નજીક આવતી જઈ રહી છે તેમ તેમ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આક્રમક બની ગઈ છે... આ વખતની ચૂંટણી ડિજિટલી હોય તેવું લાગી રહ્યું છે... કેમ કે ત્રણેય પાર્ટીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા પર નિશાન સાધી રહી છે... ત્યારે કોણે શું કહ્યું?... જોઈશું આ રિપોર્ટમાં...

દેશની રાજધાની નવી દિલ્લીમાં ચૂંટણી પંચે વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કર્યા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે... રાજકીય પક્ષો એકબીજા પર રેલી કે જનસભાની જગ્યાએ ડિજિટલ વોરમાં ઉતરી ગયા છે... જેમાં આમ આદમી પાર્ટી સૌથી મોખરે છે... પાર્ટીએ સોમવારે પોતાનું કેમ્પેઈન સોંગ લોન્ચ કરી દીધું... 

આ સિવાય આમ આદમી પાર્ટીએ ભાજપના વિવાદિત નેતા અને ઉમેદવાર રમેશ બિધૂડી સામે મોરચો ખોલી નાંખ્યો... કેજરીવાલે તો પડકાર ફેંક્યો કે રમેશ બિધૂડીને ભાજપ પોતાનો ઉમેદવાર જાહેર કરીને સામ-સામે ડિબેટમાં બેસાડે... 

આ તરફ ભારતીય જનતા પાર્ટીએ અરવિંદ કેજરીવાલ પર પોસ્ટર  વોર શોર કર્યુ... જેમાં દારૂ ગોટાળા, શીશ મહેલનો ઉલ્લેખ કરીને આકરા પ્રહારો કર્યા... 

કોંગ્રેસ પાર્ટીએ પણ હવે ડિજિટલ વોરમાં ઝંપલાવી દીધું છે... જેમાં તેમણે વિવિધ સમસ્યાઓને લઈને આમ આદમી પાર્ટી અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું

દિલ્લીમાં આમ આદમી પાર્ટી બે ટર્મથી સરકારમાં છે... જ્યારે કોંગ્રેસ અને ભાજપ સત્તાવિહોણા છે... ત્યારે એ જોવાનું  રહેશે કે આ વખતની ચૂંટણીમાં કઈ પાર્ટી દિલ્લીની ગાદી પર બિરાજમાન થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news