બેટ દ્વારકામાં ત્રીજા દિવસે ચાલ્યું 'દાદા'નું બુલડોઝર, કુલ 260થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા, કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં સતત બીજા દિવસે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. હજુ પણ આ કાર્યવાહી યથાવત રહેશે.

 બેટ દ્વારકામાં ત્રીજા દિવસે ચાલ્યું 'દાદા'નું બુલડોઝર, કુલ 260થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા, કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરાઈ

દેવભૂમિ દ્વારકાઃ બેટ દ્વારકા અને ઓખા વિસ્તારમાં ચાલી રહેલા મોટા પાયે ડિમોલિશનનો ત્રીજો દિવસ સમાપ્ત થયો.. ત્રણ દિવસની અંદર આશરે 30 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે.. ત્રણ દિવસમાં કયા કયા ગેરકાયદેસર બાંધકામો તોડાયા અને આ બાંધકામો તોડીને રાજ્યની સરકાર ભૂમાફિયાઓને શું આપી રહી છે ચેતવણી,, જુઓ આ રિપોર્ટ.. 

આ કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં હજારો ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરી છે, જેની અંદાજિત કિંમત 25 કરોડથી વધુ થાય છે.. આ અભિયાન અંતર્ગત ઓખા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા બે ધાર્મિક સ્થળોને પણ તોડી પાડવામાં આવ્યા છે.. ઓખા વિસ્તારમાં સરકારી જગ્યા પર બનાવવામાં આવેલ હજરત પંજપીર દરગાહ તોડી પાડવામાં આવેલ છે.. જેને ત્રણ નોટિસ આપવામાં આવી હતી..

આ કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.. આ અભિયાન હેઠળ કોઈપણ પ્રકારના ભેદભાવ વિના તમામ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.. આ સાથે તંત્રએ બેટ દ્વારકા રહેણાંક વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા કાચા-પાકા મકાનો પર બુલડોઝર ફેરવી તોડી પાડ્યા હતા.

— Zee 24 Kalak (@Zee24Kalak) January 13, 2025

બેટ દ્વારકામાં 'દાદાનું બૂલડૉઝર' કાર્યવાહી બાદ હવે સોશ્યલ મીડિયા પર ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને ધમકીઓ મળવાની શરૂ થઇ ગઇ છે.. સોશ્યલ મીડિયા એક્સ હેન્ડલ 'ગેસ્ટ ફ્રૉમ માર્સ' પર હર્ષ સંઘવીને ધમકી મળી છે, આ પૉસ્ટમાં ઓવૈસીને પણ ટેગ કરવામાં આવ્યા છે.. આ ધમકી મળ્યા બાદ તંત્ર અને પોલીસ તંત્ર એલર્ટ મૉડમાં આવી ગયુ છે..

ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા દ્વારકા તેમજ બેટ દ્વારકામાં વધી ગયેલા અનઅધિકૃત બાંધકામ પર દ્વારકા રેવન્યુ તંત્રએ લાલ આંખ કરી અને આયોજનબદ્ધ રીતે કરેલી કાર્યવાહીના અંતે શનિવારે અનિવાર્ય જણાતા વધુ એક વખત બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.. દ્વારકાના પ્રાંત અધિકારી આઈ.એ.એસ. અમોલ આવટે તથા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની ટીમ દ્વારા કોઈપણ અનિચ્છનીય બનાવ ના બને તે અંગેની પૂરી તકેદારી સાથે શનિવારે જુદા જુદા રહેણાક વિસ્તારના ગેરકાયદેસર બાંધકામને હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી..
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news