ગુજરાતના આ ગામમાં રાક્ષસો કરતા પણ ખરાબ હતી સ્થિતિ, સગો બાપ અને ભાઈ દિકરી સાથે...
Banaskatha : તમને વિશ્વાસ નહીં થાય પણ અહીં હવે આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. ગુજરાતની સ્થાપનાથી લઈને અત્યાર સુધી અનેક શાસકો આવ્યાં અને અહીંની સ્થિતિ સુધારવા ઘણાં પ્રયાસો થયા. પરંતુ તે પ્રયાસ સફળ થયા ન હતા. વર્ષો સુધી આ ગામ એજ ગંદા ધંધાના ખદબદતું રહ્યું. જોકે, હવે સ્થિતિઓ બદલાઈ ગઈ છે.
Trending Photos
Ahmedabad : અહીં વાત થઈ રહી છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા વાડિયા ગામની. એક એવું ગામ જે એક સમયે દેહવ્યાપર માટે દેશ અને દુનિયાભરમાં બદનામ હતું. ગુજરાતનું એવું ગામ જ્યાં ભાઈ અને પિતા જ કરતા હતા દિકરીઓની દલાલી, હવે સ્થિતિ બદલાઈ. થોડા સમય પહેલાં જ વાડિયાની મહીલાઓ પણ અંબાજી મંદિર માં દર્શન કરી પ્રભાવિત થઈ હતી, સાથે સામુહિક સંકલ્પ પણ કર્યો હતો કે અમે કાયમી ધોરણે દેહ વ્યાપારથી દૂર રહીશું. નવી રોજગારી શરૂ કરીશું અગરબત્તી બનાવીશું. ત્યાર બાદ આ ગામે પોતાની વર્ષોથી ખરડાયેલી છબિ સુધારીને એક નવો ચીલો ચિતર્યો છે.
આજે શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે...
આજે આ ગામનો દબદબો છે. ખરાબ કુટેવોમાંથી આ ગામ બહાર આવી ગયું છે. જે માટે ઘણી સંસ્થાઓ આગળ પણ આવી છે. જેને કારણે ગામને મોટો ફાયદો થયો છે. એક સમયે બદનામ ગામ આજે શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. બાળકો સ્કૂલે જઈ રહ્યાં છે અને ભણીગણીને આગળ વધવા માગે છે. અહીં સ્થિતિ એકદમ બદલાઈ ગઈ છે. હવે કોઈ એમ ના કહી શકે કે આ ગામ એક સમયે દેહ વેપાર માટે બદનામ હતું.એક સમયે બદનામ ગામ હવે પ્રગતિના પંથ પર આગળ વધી રહ્યાં છે. જે સંસ્થાઓને આભારી છે.
અગરબત્તી થરાદ તાલુકાના વાડિયા ગામમાં બનાવીને અંબાજી મંદિરમાં આપીશું અને તે દ્વારા જે આવક ઊભી થશે તે દ્વારા અમારો પરિવારનો ગુજરાન ચલાવીશું. હાલમાં આ ગામની વાત કરવામાં આવે તો આ મહિલાઓના બાળકો અત્યારે ઘણા લોકોએ દતક લીધેલા છે. ઘણા બાળકો ભણી રહ્યા છે અને પોતાની નવી જિંદગી શરૂ કરી છે. આ માટે ઘણી સમાજિક સંસ્થાઓએ પણ પ્રયાસો કર્યા છે. જે હવે ફળ્યા પણ છે. બનાસકાંઠા જિલ્લાનું આ વડિયા ગામ આજે નવો ચીલો ચાતરી રહ્યું છે અને ગામની દીકરીઓ સ્કૂલમાં ભણી રહી છે.
ગામે તમામ બદીઓ દૂર કરી
એક સમયે સમગ્ર ગુજરાતમાં એક એવું ગામ હતું જે દેહ વ્યાપારથી કલંકિત હતું. જે માટે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને અત્યાર સુધી વિવિધ નેતાઓએ અધિકારીઓએ સામાજિક સંસ્થાઓએ ઘણા પ્રયાસ કર્યા હતા. પરંતુ તે પ્રયાસ સફળ થયા ન હતા. પરંતુ થરાદ ખાતે થોડા સમય અગાઉ જે મહિલા તાલુકા વિકાસ અધિકારી આવ્યા અને તેમને એક સંકલ્પ કર્યો કે થરાદ વિસ્તારમાં જે વાડિયા ગામ છે તે આ બદી કાયમી ધોરણે બંધ થાય. હાલ આ ગામે તમામ બદીઓ દૂર કરીને સમાજમાં એક સુંદર ઉદાહરણ પુરુ પાડ્યું છે. આ કિસ્સો છે બનાસકાંઠાના વાડિયા ગામની.
કલંક દૂર કરવામાં આવ્યું
ગામમાંથી આ કલંક દુર કરવા માટે માટે તેમને બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અને સામાજિક આગેવાનો દ્વારા એનજીઓ દ્વારા સખી મંડળ દ્વારા આ મહિલાઓને સમજાવટ બાદ કાયમી ધોરણે દેહ વેપાર બંધ કરવા માટે અને નવા સંકલ્પ લઈને નવુ જીવન શરૂ કરવા માટે સખીમંડળના પ્રયાસથી અને તમામ લોકોના પ્રયાસથી તેમને આજે અંબાજી મંદિર ખાતે આવીને સંકલ્પ કર્યો હતો અને અગરબત્તી બનાવવાની કામગીરી ચાલુ કરી હતી અને તે કામગીરીથી તેઓ રોજગારી મેળવશે અને નવું જીવન શરૂ કરશે.
250 પરિવારમાં 700 જેટલા લોકો
જ્યારે પણ દેહવ્યાપારની વાત નીકળે ત્યારે બનાસકાંઠાના થરાદનું વાડિયા ગામ ચર્ચામાં આવે છે. આ ગામના 250 પરિવારમાં 700 જેટલા લોકો રહે છે વર્ષોથી ગામ દેહવ્યાપાર સાથે સંકળાયેલ હતું. અહીંયા દીકરીઓ યુવાન થતાની સાથે જ દેહવ્યાપારમાં ધકેલી દેવામાં આવતી હતી અને આ જ કારણે વાડિયા ગામ બદનામ થયેલ હતું પણ સમય જતાં સરકાર સંગઠન અને સમાજસેવી સંસ્થાઓના પ્રયત્ન થકી બદનામ ગામની દશા અને દિશા બદલાઈ ગઈ છે.
જ્યાં ભાઈ અને પિતા જ બનાવતા હતા દિકરીને વેશ્યા-
આમ તો ગુજરાત આર્થિક વિકસિત, સંસ્કારી અને સમૃદ્ધ ગણાય છે. સ્ત્રીઓને સન્માન અને એમના માટે શહીદ થનારના કિસ્સા પણ ઘણા છે પરંતુ ગુજરાતમાં એક ગામ એવું પણ છે કે ત્યાં દેહ વ્યાપાર એક પરંપરા બની ગઈ હતી. જ્યાં છોકરીઓના પરિવારજનો જ એમાં પિતા અને ભાઈ પણ પોતાના ઘરની સ્ત્રીઓને દેહ વ્યાપારમાં ધકેલીને તેની દલાલી કરતા હતા. પણ હવે આ સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે આ દૂષણ દૂર થઈ ગયું છે. બનાસકાંઠા જીલ્લામાં આવેલા આ ગામનું નામ વાડિયા છે.
આ ગામના લોકો માટે આ એક પરંપરા
પાલનપુર અને થરોદ હાઈવે પર આવેલ આ વાડિયા ગામમાં છોકરી જુવાન થાય એટલે તેના પરિવારજનોએ તેને દેહ વ્યાપારના વ્યવસાયમાં ધકેલી દઈ તેની પાસે શરીરની નુમાઈશ કરાવાતી હતી. આ ગામના લોકો માટે આ એક પરંપરા બની ગઈ છે. ૧૨ વર્ષની યુવતીઓને પણ આ વ્યવસાયમાં નાખી દેવામાં આવતી હતી. આ કિસ્સો એટલાં માટે દર્શાવાયો છેકે, જો આવી સ્થિતિમાંથી પણ આ ગામના લોકો સુધારો કરીને સમાજ જીવનમાં મોટું અને સારું પરિવર્તન લાવી શકતા હોય તો બીજા ગામોને પણ તેમનામાંથી સારી પ્રેરણા મળે છે.
દેહવ્યાપરની કાળી ટીલી ભૂસવા તૈયાર
શિક્ષણ સંસ્થામાં વાડિયા ગામની અનેક દીકરીઓ અને દીકરાઓને શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે ત્યારે આજે વાડિયા ગામના બદલાવ માટે તેમનો સિંહફાળો હોવાનો લોકો કહી રહ્યા છે. આ ગામ ધીરે ધીરે દેહવ્યાપારમાંથી બહાર આવે એ માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વર્ષો પહેલા નાના ઝુંપડામાં વહેંચાયેલ ગામ આજે પાકા મકાન સાથે શૌચાયલની સાથે અન્ય સુવિધા તરફ દોટ મૂકી રહ્યું છે દેહવ્યાપાર સાથે સંકળાયેલ લોકો શિક્ષણ તરફ જઈને ગામ પર લાગેલ દેહવ્યાપરની કાળી ટીલી ભૂસવા તૈયાર છે, આજે વાડિયા ગામના અનેક બાળકો અમદાવાદ, પાટણ, ડીસા, પાલનપુર અને થરાદમાં શિક્ષણ લઈ રહ્યા છે જે આવનાર વર્ષોમાં આ જ ગામને નવી દિશા આપશે. આ ગામની હવે ધીમેધીમે રોનક બદલાઈ રહી છે. જે ગુજરાતની નવી દીશા અને દશા દેખાડી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે