ઉડતા ગુજરાત! 17.35 લાખ યુવકો અને 1.85 લાખ યુવતીઓ માદક દ્રવ્યોના વ્યસની, 93,691 કિલો પકડાયું ડ્રગ્સ
Drugs In Gujarat : ગુજરાતમાં ડ્રગ્સ અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જે મુજબ ગુજરાતમાં 17,35,000 પુરૂષ અને 185,000 સ્ત્રી માદક દ્રવ્યોના વ્યસની છે
Trending Photos
drug trafficking in gujarat : ગુજરાત ધીરે ધીરે ઉડતા ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની ઘટનાઓ વધી રહી છે. સરકારી ડેટા જણાવે છે કે, છેલ્લા પાંચ વર્ષમાં, ગુજરાતમાંથી 93,691 કિલો ડ્રગ્સ, 2,229 લિટર લિક્વીડ ડ્રગ્સ અને 93,763 કિલો દવાની ગોળીઓ અને ઇન્જેક્શન જપ્ત કરાયા છે. પોલીસની કાર્યવાહીમાં પકડાયેલો આ જથ્થો છે. આ સિવાય મોટાપાયે વેપાર થતો હોવાની પોલીસને પણ શંકા છે. હવે જમાનો બદલાઈ રહ્યો છે એમ આજની યુવા પેઢી દારૂમાંથી એક સ્ટેપ આગળ વધીને ડ્રગ્સની બંધાણી બની છે. ગુજરાતમાં પોલીસ આ મામલે એક્ટિવ પ્રમાણે કાર્યવાહી કરી રહી છે પણ પોલીસના હાથ પણ ટૂંકા પડી રહ્યાં છે.
રાષ્ટ્રીય સર્વે દર્શાવે છે કે ગુજરાતમાં 17,35,000 પુરૂષ અને 185,000 સ્ત્રી માદક દ્રવ્યોના વ્યસની છે. 13 ડિસેમ્બર 2023ના રોજ, રાજ્યસભામાં, સાંસદ ધીરજ પ્રસાદ શાહુ અને ડૉ. અમી યાજ્ઞિકને ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 2018 થી 2022 દરમિયાન ગુજરાતમાં ડ્રગ્સ પકડાવવા અંગેની માહિતી શેર કરી હતી. 27,842 કિગ્રા opium-based drugs, 59,365 કિગ્રા cannabis-based drugs, 75 કિલો cocaine અને 3,789 કિલો psychotropic સબસ્ટેન્સ અને અન્ય ડ્રગની માત્રા પકડાઈ છે.
2022માં સમગ્ર ભારતમાં પકડાયેલા 71.89 કિલો કોકેઈનમાંથી 39.1 કિલો કોકેઈન ગુજરાતમાંથી ઝડપાયું હતું. ગુજરાતમાં પણ નશાખોરોની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં દર લાખની વસ્તી દીઠ માત્ર 117 પોલીસ કર્મચારીઓ છે, જે રાષ્ટ્રીય સરેરાશ 152 કરતા ઓછા અને જરૂરી 174 કરતા ઘણા ઓછા છે.
ગૃહ મંત્રાલયે ડ્રગ હેરફેરના નિયંત્રણ માટે ગુજરાતની વિશાળ દરિયાઈ સરહદો દ્વારા ઊભા થયેલા પડકારોને સ્વીકાર્યા છે. રાજ્ય પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહીતની કેન્દ્રીય સંસ્થાઓ રાજ્યમાં બોર્ડર પોસ્ટ, પેટ્રોલિંગ, રાઉન્ડ-ધ-કલોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહીતની ટેકનોલોજી હોવા છતાં રાજ્યમાં હવાઈમાર્ગ, દરિયાઈમાર્ગ, પોર્ટ જેવા માર્ગથી ગુજરાતમાં કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે. ગુજરાતમાં વિવિધ કારણસર સગીર વયના બાળકો, મહિલાઓનો ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે. આ આંકડાઓ તો પકડાયેલા ડ્રગ્સના છે પાછલા બારણે તો કેટલું ડ્રગ્સ વેચાતુ હશે એનો કોઈ અંદાજ લગાવી શકે એમ નથી. ગુજરાતમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનો કારોબાર થતો હોવાનો ચર્ચાઓ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે