ગુજરાતમાં ખાખી પહેરવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર; ભરતી બોર્ડનો સમગ્ર કાર્યક્રમ જાહેર
Gujarat Police Recruitment: PSI ભરતીનું આખરી પરિણામ સપ્ટેમ્બર 2025માં જાહેર થશે. હવે વાત કરીએ લોકરક્ષક દળની લેખિત પરીક્ષાની તો લોકરક્ષક દળની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025માં લેવાશે. એપ્રિલ 2025માં લોકરક્ષક દળની લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર થશે.
Trending Photos
Gujarat Police Force: ખાખી પહેરવા માંગતા ઉમેદવાર માટે મોટા સમાચાર સામે આવ્યા છે. લોક રક્ષક દળ અને PSIની ભરતીનું અંદાજિત સમયપત્રક સામે આવ્યું છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં ઉમેદવારોની શારિરીક પરીક્ષા લેવાશે અને જાન્યુઆરી 2025માં શારીરિક પરીક્ષાનું પરિણામ આવશે. જ્યારે PSIની પેપર નંબર-એકની લેખિત પરીક્ષા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લેવાશે. અને માર્ચ 2025માં પેપર નંબર-એકની પરીક્ષાનું પરિણામ જાહેર થશે. તો પેપર-2ની પરીક્ષા ઓગસ્ટ 2025માં લેવાશે.
મહત્વનું છે કે PSI ભરતીનું આખરી પરિણામ સપ્ટેમ્બર 2025માં જાહેર થશે. હવે વાત કરીએ લોકરક્ષક દળની લેખિત પરીક્ષાની તો લોકરક્ષક દળની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025માં લેવાશે. એપ્રિલ 2025માં લોકરક્ષક દળની લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર થશે. જો કે અંતિમ પરિણામ મે-2025માં આવશે.
હસમુખ પટેલે ટ્વીટ કર્યું
PSI તથા લોકરક્ષક ભરતીમાં અત્યાર સુધી 3.05 લાખથી વધુ અરજીઓ કન્ફર્મ થઈ છે. છૂટ છાટમાં વય મર્યાદા પાછળથી પૂર્ણ કરનાર ઉમેદવારો ઓગસ્ટમાં પણ ફરી અરજી કરી શકશે જે બાબતે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું ટ્વીટ પણ કર્યું છે.
ઓગસ્ટમાં ફરી અરજી લેવામાં આવશે ત્યારે અત્યારે જેમની ઉંમર થઈ નથી તે લોકો પણ જો તે વખતે ઉંમર થઈ હશે તો અરજી કરી શકશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) April 13, 2024
નોંધનીય છે કે PSI અને લોકરક્ષક ભરતીમાં 3 લાખ 5 હજારથી વધુ અરજીઓ કન્ફર્મ થઈ છે. વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત પૂર્ણ કરનાર ઉમેદવારો ઓગસ્ટ માસમાં ફરી અરજી કરી શકશે. 30 એપ્રિલ સુધી PSI અને લોકરક્ષક માટે ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારબાદ 7 મે સુધી ફી ભરવા માટે છેલ્લી તારીખ જાહેર કરી છે. તો વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત પાછળથી પૂર્ણ કરતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. ઉલ્લેખનીય છે કે, ઓગષ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ઉમેદવારો અરજી કરી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે