રોક સકો તો રોક લો સરકાર : ગુજરાત પોલીસને સીધી ચેલેન્જ ફેંકતા Reels ના રસિયા

Gujarat Police : ભરૂચમાં નબીરાઓએ ચાલુ કારમાંથી બહાર નીકળીને કર્યા સ્ટંટ... બેફામ કાર ચલાવીને લોકોના જીવ જોખમમાં મુક્યા... પોલીસને સીધો પડકાર ફેંકીને કહ્યું- રોક સકો તો રોક લો... દુનિયા હમારી મુઠ્ઠી મેં હૈ 
 

રોક સકો તો રોક લો સરકાર : ગુજરાત પોલીસને સીધી ચેલેન્જ ફેંકતા Reels ના રસિયા

Trending Reels : રોક સકો તો રોક લો,,, દુનિયા હમારી મુઠ્ઠી મેં હૈ... આ શબ્દો છે સુરતમાં દારૂની બોટલ સાથે ફિલ્મી ગીતો પર રીલ્સ બનાવનારા સડકછાપ ટપોરી ગોલ્ડન જાફરના. ગુજરાતમાં રીલ્સ બનાવતા આવા લોકોએ હાહાકાર મચાવી દીધો છે. જે શહેરમાં સૌથી વધુ સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ થતું હોવાનો સુરત પોલીસ દાવો કરે છે એ જ સુરત શહેરમાં જુઓ કેવી રીતે એક શખ્સ દારૂની બોટલો સાથે રીલ્સ બનાવી રહ્યો છે અને પોલીસને ખુલ્લેઆમ પડકાર આપી રહ્યો છે. ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ કેટલાક દારૂની બોટલ સાથેની રીલ્સ આખી દુનિયા જોઈ રહી છે અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આવા લોકોને 96 હજાર લોકો ફોલો કરી રહ્યા છે. કોણ છે એ 96 હજાર લોકો જે આવાં અસામાજિક તત્વોને પોતાનો હીરો માને છે? જરા જુઓ આ વીડિયોમાં,,, 96 હજાર ફોલોઅર્સ ધરાવતો એક શખ્સ સુરતની છબી બગાડી રહ્યો છે. જરા જુઓ,,, 96 હજાર ફોલોઅર્સ ધરાવતો દારૂડિયો દારૂની બોટલ સાથે કેવી રીતે રીલ્સ બનાવીને ગુજરાતની પોલીસને સીધે સીધો ખુલ્લો પડકાર ફેંકી રહ્યો છે. 

ઝી 24 કલાક પૂછવા માગે છે સરકારને કે જરા જુઓ સાહેબ,,, ગુજરાતમાં શું ચાલી રહ્યું છે. મોટા મોટા દાવા કરવાના બદલે જમીન પર જઈને જુઓ કેવી રીતે આવા તત્વો 96 હજાર લોકોને પોતાની રીલ્સથી ગેરમાર્ગે દોરી રહ્યાં છે અને પોલીસ આવા લોકોનો વાળ પણ વાંકો કરી શકતી નથી. જાગો સરકાર,,, જાગો,,, નહીં તો મોડું થઈ જશે. આવા લોકોનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ તાત્કાલિક અસરથી ડીલીટ કરો અને ગુજરાતની સંસ્કૃતિની રક્ષા કરો. જો ગુજરાતની સંસ્કૃતિને આપણે નહીં જાળવી શકીએ તો આપણને કોઈ અધિકાર નથી મોટાં મોટાં ભાષણો આપવાનો... દરેક વખતે ગુજરાતની જનતા એ સાંભળી સાંભળીને થાકી ગઈ છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. જરા જુઓ... દારૂ સાથે આવો નાચ કરતા આ લોકો ચમરબંધી નથી તો પછી ચમરબંધી કોણ છે? આવા લોકોની રીલ્સ જોઈ જોઈને તેમણે પોતાના 96 હજાર ફોલોઅર્સ બનાવ્યા છે એ ફોલોઅર્સની માનસિકતાનો પણ સરકાર અભ્યાસ કરે. કેમ કે, સુરતમાં માત્ર ગોલ્ડન જાફર નામનો એક નથી, તેના જેવા 96 હજાર લોકો તેની રીલ્સ લાઈક કરી રહ્યા છે. મતલબ કે 96 હજાર લોકો પણ આ શખ્સને કોઈને કોઈ રીતે સમર્થન આપી રહ્યા છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 30, 2023

 

સરકાર આ વાત ધ્યાનમાં લે અને ગંભીરતાથી વિચારે કે આવો એક સડકછાપ ગુંડો જો એક લાખ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો છે તો પછી આખા ગુજરાતમાં આવા કેટલા કાયદાના ધજાગરા ઉડાવીને નવી પેઢીને ગેરમાર્ગે દોરી રહ્યા છે? શા માટે આવાં તત્વો શોધી શોધીને તેમનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ ડીલીટ મારવામાં નથી આવતાં? શા માટે આવા નબીરાઓને પકડી પકડીને તેમને ઓર્ગન પનીશમેન્ટની સજા નથી આપવામાં આવતી? શા માટે આવા લોકોઓને સાબરમતી જેલનાં શૌચાલય સાફ કરાવવામાં નથી આવતાં? કોણ છે એ લોકો જે આવા લોકોને હજારોની સંખ્યામાં ફોલો કરી રહ્યા છે અને આવાં તત્વોનું ખુલ્લેઆમ સમર્થન કરી રહ્યા છે. ક્યાં સુધી માત્ર કાયદો કાયદાનું કામ કરે છે તેવાં ભજન ગાતી રહી છે આપણી પોલીસ? આપણો કાયદો આટલો માયકાંગલો બની ગયો છે કે આવા તત્વોને નેસ્તાનાબૂદ કરી શકતો નથી? શું આપણી પોલીસ એટલી કમજોર બની ગઈ છે કે આવા હાલી-મવાલીઓ કાયદાનું શરબત બનાવીને દારૂની બોટલમાં ભરીને પી જાય છે. 

 

- સોશિયલ મીડિયામાં લાઈક મેળવવાની ઘેલછામાં નિયમો ભૂલાયા..#reels #surat #viral #ZEE24kalak pic.twitter.com/jto4phizsl

— Zee 24 Kalak (@Zee24Kalak) July 30, 2023

 

શું આપણા નેતાઓ એટલા બધા કમજોર બની ગયા છે કે આવાં સડકછાપ તત્વો સામે કાર્યવાહી કરવાનો આદેશ નથી આપી શકતા? આખરે ક્યાં સુધી, ક્યાં સુધી, ક્યાં સુધી આવા તત્વો સોશિયલ મીડિયાના સહારે આતંક મચાવતા રહેશે અને અસામાજિક વિચારો ધરાવતાં તત્વો આવા હજારોની સંખ્યામાં ફોલો કરતા રહેશે? સરકાર જાગો,,, ઝી 24 કલાક કહે છે ગુજરાત પોલીસ જાગો,,, હવે જાગવાનો સમય આવી ગયો છે. આજે નહીં જાગો તો કાલે ભરપૂર પસ્તાવાનો વારો આવી શકે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ થઈ રહ્યો છે કે દુરુપયોગ થઈ રહ્યો છે તે જોવાની જવાબદારી પણ સરકારની છે અને પોલીસને છે. કેમ કે, આ પ્રકારનો દુરુપયોગ સમાજનું અને સંસ્કારોનું ધનોતપનોત કાઢી નાખશે. કાયદો અને વ્યવસ્થા જેવું કશું નહીં રહે. એટલે જ ઝી 24 કલાક કહે છે જાગો સરકાર જાગો,,, આવા સડકછાપ ટપોરીઓને એવી સજા આપો કે તેમની સાત પેઢીઓ યાદ કરે. આવા ગુંડાઓનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ કાયમ માટે ડીલીટ કરી દો. તેમના પરિવારને પણ પકડીને કાયદાનું ભાન કરાવો કે તમારા કુંવરને સમજાવો... આ ગુજરાતમાં સોશિયલ મીડિયાની સરકાર નથી, આ ગુજરાતમાં જનતાએ પ્રચંડ બહુમતી આપીને જનતાએ બનાવેલી સરકાર છે.

અમદાવાદની જેમ વડોદરામાં પણ તથ્ય'કાંડ સર્જાઈ શકે છે. વડોદરામાં નબીરાઓ બેફામ બન્યાનો વીડિયો વાયરલ થયો છે. ગોત્રી વિસ્તારમાં લેમ્બોર્ગિની કારથી સ્ટંટ કરવામાં આવ્યો હતો. લેમ્બોર્ગિની કારને પૂરપાટ ઝડપે ચલાવ્યાનો વીડિયો વાયરલ થયો છે. કારની સ્પીડ જોઈને અન્ય વાહન ચાલકો પણ ગભરાયા હતા. આ નબીરાને કાયદા કે પોલીસનો નથી કોઈ ડર. નબીરાઓ બેફામ હોવા છતા વડોદરાની પોલીસ ઊંઘે છે. પોલીસ ડ્રાઈવની વાતો કરે છે પણ આ નબીરાઓને ક્યારે કાયદાનું ભાન કરાવશે. 

   

— Zee 24 Kalak (@Zee24Kalak) July 29, 2023

 

તો બીજી તરફ, અંકલેશ્વરમાં જીવના જોખમે XUV માં સ્ટંટ કરતા યુવાનોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શરીફ બાપના બગડેલા નબીરાઓને પોલીસ સબક શીખવાડે એવી લોક માંગ ઉઠી છે. ડ્રાઇવરે પણ ચાલુ કારમાંથી બહાર આવી અન્ય મિત્રો સાથે વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારનો હોવાનું અનુમાન છે.

આજકાલ સોશિયલ મીડિયામાં રીલ્સ મુકવાની અને લાઈક્સ મેળવવાના ઘેલઠા એટલી બધી વધી ગઈ છે કે, લોકો એના માટે કાયદાની ઐસી કી તૈસી કરી રહ્યા છે. ક્યાંક કોઈ 160ની સ્પીડે કાર ચલાવી રહ્યું છે તો ક્યાંક પૈસાની થોકડીને મોબાઈલની જેમ કાને લગાવીને રૂપિયાનો રોફ બતાવી રહ્યું છે. કોઈ શરાબની બોટલ સાથે દેખાડો કરવામાં આવી રહ્યો છે તો ક્યાંક ચાલુ કારે આસપાસના લોકોના જીવને જોખમમાં મુકવામાં આવી રહ્યા છે. લોકોની પ્રશંસા મેળવવા માટે કરવામાં આવતા આ સ્ટંટ જોખમી છે અને તેને રોકવા જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news