હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આજે 28 થી વધુ જિલ્લાઓમાં આવશે ધોધમાર વરસાદ
Rain Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 23થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, પોરબંદરમાં અઢી ઈંચ અને ભાણવડમાં સવા બે ઈંચ પડ્યો વરસાદ,,, ગુજરાતમાં હજુ 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Trending Photos
Gujarat Weather Forecast : રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદે ઘડબડાટી બોલાવી છે. ત્યારે દ્વારકાના ખંભાળિયામાં 6 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. તો પોરબંદરમાં અઢી ઈંચ વરસાદ ખાબકતાં પાલિકાના પ્રિમેન્સૂન પ્લાનની પોલ ખુલ્લી પડી હતી. રાજકોટના જસદણમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. તો મોરબી જિલ્લામાં વાંકાનેર અને ટંકારામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભાવનગરના ગારિયાધારમાં પણ સારો વરસાદ વરસ્યો છે. આ તરફ અમરેલીમાં કુકાવાવ, બાબરા પંથકમાં પણ સારો વરસાદ વરસ્યો છે. જોકે, ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ ગઈ છે. હવે આગામી 3 દિવસ વરસાદની હવામાનની આગાહી છે.
17જૂન ક્યાં ક્યાં વરસાદની આગાહી
ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર
18 જૂને ક્યાં ક્યાં વરસાદની આગાહી
ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ
19 જૂને ક્યા ક્યાં વરસાદની આગાહી
પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ
અંબાલાલ પટેલની આગાહી
વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. તેમણે કહ્યું કે, અગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. 17 થી 22 જુનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કાચા મકાનોના છાપરા ઊડી જાય તેવા પવન ફૂંકાશે. 21 થી 25 જુન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે.
તેમણે કહ્યું કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, લાઠી, બાબરા, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત પેટલાદ, કપડવંજ, મહેસાસાણા, ખંભાત, તારાપુર, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં પણ વરસાદની આગાહી છે. ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ આદ્રા નક્ષત્રમાં પડશે. આદ્રા નક્ષત્રમાં પાડનાર વરસાદ ખૂબ સારો ગણાય છે.
પરેશ ગોસ્વામીની આગાહી
તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ચાલુ વર્ષનું જે ચોમાસું છે, તે તેના નિયત સમય કરતા 4 દિવસ પહેલા ગુજરાતમા ચોમાસું બેસી ગયું છે. Imd ના રિપોર્ટ મુજબ આજે 11 જૂન 2024 ના રોજ ચોમાસાનો ગુજરાતમા પ્રવેશ થઇ ચૂક્યો છે. 19 મેના રોજ આંદામાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ હતી. તે બાદ ચોમાસાની જાહેરાત જે 1 કે 2 જુનના રોજ થતી હોય છે, તેને બદલે 29 મેના રોજ કરવામાં આવી હતી. એટલે કે આંદામાન નિકોબાર, કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે. આજની તારીખે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કરી લીધું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયા આ ચોમાસું છે, તેથી તે વેરાવળથી પણ ખૂબ નજીક છે. આજે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ સહિતના વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું 15 જુને આવતું હોય છે, પરંતુ આ વર્ષે 11 જુને જ આવી ગયું છે. ચોમાસાનો ચાર દિવસ વહેલો પ્રવેશ થયો છે. જોકે, આ કોઈ નવી વાત નથી. અનેકવાર ભૂતકાળમાં એવુ બન્યુ છે કે ચોમાસું સમય કરતા વહેલું આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે