વાવાઝોડાની તબાહીથી લઈને રેસ્ક્યૂના 10 Exculsive Video, હૈયુ હચમચી ઉઠશે તમારું
Gujarat Weather Forecast : આ વીડિયો તમને બિપોરજોય વાવાઝોડાની તાકાત અને તબાહીનો અંદાજ આવી જશે
Trending Photos
Gujarat Cyclone Latest Update : બિપોરજોય વાવાઝોડાનું સંકટ હવે ટળી ગયું છે. પરંતુ બિપોરજોયે અનેક સ્થળોએ ખાનાખરાબી સર્જી છે. ક્યાંક પાણી ભરાયા, તો ક્યાંક વૃક્ષો તૂટી પડ્યા, ક્યાંક મકાનના પતરા ઉડ્યા, તો ક્યાંક અંધારપટ છવાયો. આવામાં એનડીઆરએફની ટીમ અને પોલીસ જવાનોની ટીમે બહાદુરી બતાવીને મુસીબતમાંથી લોકોને ઉગાર્યા હતા. ત્યારે બિપોરજોય વાવાઝોડાની તબાહીથી લઈને રેસ્ક્યુના આ વીડિયો તમને ક્યારેય આ વાવાઝોડું ભૂલવા નહિ દે.
જામનગરમાં સેન્ટ્રલ બેન્ક રોડ પાસે જર્જરીત મકાનની છત ધરાશાયી થઈ હતી. જેમાં ફસાયેલા ચાર લોકોનું રેસ્ક્યુ કરવાની કાર્યવાહી ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરાઈ હતી. બાળક અને મહિલા સહિત ચાર લોકો ફસાઈ જતા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં સ્થાનિકો કોર્પોરેટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ.
કચ્છમાં દુર્ગાપુરના વાડી વિસ્તારમાં કમરડુબ પાણીમાં ફસાયેલા 16 લોકોને માંડવી પોલીસે રેસ્ક્યુ કર્યા. વાડી વિસ્તારમાં ગાડી જઈ શકે એમ નહોતા પોલીસે બે કિલોમીટર પગે ચાલીને પાણીમાંથી લોકોને બહાર કાઢ્યા. બિપરજોય વાવાઝોડાંની ભયાનક પરિસ્થિતિ વચ્ચે પોલિસની કામગીરી કરી હતી. દુર્ગાપુર વાડી વિસ્તારમાં ભારે વરસાદ થકી કમરસમા પાણી ભરાઈ જતા વાડી વિસ્તારમાં રહેતા મજૂર પરિવારો પર જીવનું જોખમ સર્જાયું હતું. કુલ ૧૬ લોકોનો સમાવેશ થતો હતો. જેમાં નવ બાળકો ચાર મહિલા અને ત્રણ પુરુષ સામેલ હતા.
કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત બચાવ કામગીરી માટે NDRF ની ૬ ટીમ તૈનાત કરવામાં આવી છે. માંડવી નગરપાલિકાના બગીચાબાગ વિસ્તારમાં ફસાયેલા ૬ લોકોનું NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.
ખમીરવંતો ગુજરાતી! ચક્રવાતના સમયે ચોમાસા પર ગીતો લલકારતા એક ચા વાળાનો વીડિયો થયો વાયરલ#viral #viralvideo #gujarat #CycloneAlert #cyclonebiparjoy #BiparjoyCyclone #trending pic.twitter.com/OnjjTPcxBc
— Zee 24 Kalak (@Zee24Kalak) June 16, 2023
બિપોરજોય વાવાઝોડા દરમ્યાન ગીર પૂર્વની જસાધાર રેન્જમા વનવિભાગનું રેસ્ક્યુ ઓપરેશન ચર્ચામાં આવ્યું. ગઈ કાલે સાંજે સિંહ પરિવાર સાથે 2 સિંહબાળ વિખુટા પડી કૂવામા ખાબકયા હતા. ગીર પૂર્વ વનવિભાગની ટીમ દ્વારા બંને સિંહબાળને કુવા માંથી બહાર કાઢી રેસ્ક્યુ ઓપરેશન કર્યું. સારવાર બાદ તુરંત સિંહબાળને તેમની માતા પરિવાર સાથે મિલન કરાવવા મુક્ત કર્યા. ચાલુ વરસાદમાં સિંહબાળને રેસ્ક્યુ કરી બચાવવમાં વનવિભાગને મોટી સફળતા મળી.
કચ્છમાં વાવાઝોડાનો કાળો કહેર, ભારે પવને વૃક્ષો ઉખેડી ફેંક્યા...#CycloneBiparjoy #BiparjoyUpdate #Gujarat #zee24kalakoriginalvideo pic.twitter.com/NOkhfGXTJf
— Zee 24 Kalak (@Zee24Kalak) June 16, 2023
દ્વારકાના રૂપેણ બંદર પર આવેલા NDH સ્કૂલમાં પાણી ભરાયા હતા. જેમાં તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ શેલ્ટરહોમ NDH સ્કૂલમાંથી 127 લોકોને NDRFની ટીમે રેસ્ક્યુ કર્યા. 82 પુરૂષ, 27 સ્ત્રીઓ, 15 બાળકો અને 3 નર્સને સ્થળાંતર કરવામાં આવ્યા.
ગાંધીધામમાં સાયક્લોન બિપરજોયના કારણે સર્જાયેલી તારાજીના કરુણ દ્રશ્યો સામે આવ્યા. કુદરતે વેરેલા વિનાશનો ભોગ ગરીબ શ્રમજીવી પરિવારો બન્યા. સાયક્લોનની અસર પહેલા કરતા ઓછી થઇ પણ તેને વેરેલો વિનાશ સામે આવવા લાગ્યો. ગાંધીધામ શહેરમાં સેંકડોની સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા. જેમાં રોડની બાજુમાં ઝુંપડા બાંધીને રહેતા ગરીબ પરિવારોને મોટું નુકસાન થયું. વિવિધ પ્રકારની માટીની સેંકડો કલાત્મક વસ્તુઓને અતિભારે નુકશાન થયું હતું. મોટા ઝાડ પડવાના કારણે માટીની વસ્તુઓ ચકનાચૂર થઈ, તેમના રહેણાંક આશિયાના પણ વેરવિખેર થયા. ઝુંપડા માલિકોને સરકારે અગાઉથી સ્થળાંતરિત કરી દીધા હતા. જેથી તેમનો જીવ બચી ગયો હતો. પરંતું પોતાની વસ્તુઓને કુદરતના ભરોશે મૂકીને ગયેલા શ્રમજીવીઓ સાથે કુદરતે ક્રૂર મજાક કરી.
હિંમતનગરના ઢુંઢર પાસે વાવઝોડાનું ભોગ કરકર પક્ષી બન્યું. ઝાડ પરથી વાવઝોડાને લઈને કરકર પક્ષી વીજ વાયર પર પડતા ઘાયલ થયું. કરકર પક્ષીના બંને પગમાં ગંભીર ઇજા થઇ. આ વિશે એક્ટિવ મીડિયા ગ્રૂપને જાણ કરતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘાયલ કરકર પક્ષીને રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યું. વન વિભાગ દ્વારા પક્ષીને પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે ગાંધીનગર ખસેડાયું
બિપરજોય વાવાઝોડા બાદ બચાવ રાહત કામગીરી યુદ્ધના ધોરણે કરવા માટે સરકાર દ્વારા લેવાયો નિર્ણય. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ રાહત કામગીરી માટે વધારા સ્ટાફની ફાળવણી કરવામાં આવી. વધારાના અધિકારી અને કર્મચારીઓને તાકિદ પોતાની જુની જગ્યાએ થી છુટા કરી, બચાવ રાહત કામગીરી માટે લાગી જવા આદેશ કર્યો
દ્વારકા પર આજ દિન સુધી કોઈ સંકટ નથી આવ્યું
સવાર બાદ દ્વારકામાં હવે જનજીવન ફરી પુનઃવર્ત થયું છે. લોકો ઘરની બહાર નીકળી રહ્યાં છે. બિપરજોય ચક્રવાતને કારણે દ્વારકામાં 4 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ભદ્રકાલી ચોકમાં ગોઠણસમા પાણી ભરાયા હતા. ત્યારે વરસાદ ઓછો થતા બહાર નીકળેલા દ્વારકાવાસીઓએ કહ્યું કે, રાત્રે ઘરમાં હતા પવનના સુસવાટા અને વરસાદ ધોધમાર વરસ્યો. 52 વર્ષમાં ક્યારેય આવું વાવાઝોડું નથી જોયું. રાત્રે લાઈટ નહોતી જેથી મીણબતી લઈને રાત કાઢી. દ્વારકાધીશે અમારા પર આવેલું સંકટ પોતાની ઉપર લઈ લીધું. દ્વારકામાં આજ સુધી એક પણ સંકટ આવ્યું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે