હીટસ્ટ્રોક કે હાર્ટએટેક! ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો, સુરતમાં એક દિવસમાં 10 મોતથી હાહાકાર
Heart Attack Death : હીટવેવથી મૃત્યુઆંક 30 ટકાનો વધારો થયો.. ગરમીની સૌથી વધુ અસર થઈ રહી છે વૃદ્ધોને....વડીલોની નબળી રોગ પ્રતિકારક શક્તિના કારણે મુશ્કેલી
Trending Photos
Heat Stroke In Gujarat : હાલ પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.. હીટવેવના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, વૃદ્ધોને સીધી અસર થવાના કારણે હીટવેવથી મૃત્યુઆંક 30 ટકાનો વધારો થયો છે. જી હા, ગરમીની સૌથી વધુ અસર વૃદ્ધોને થઈ રહી છે. વડીલોની નબળી રોગ પ્રતિકારક શક્તિના કારણે ગરમીની અસર જલદી થાય છે. 40 ડિગ્રીથી વધુ તાપમાન જતાં જ હીટવેવની શક્યતાઓ વધી જાય છે.
છેલ્લા 10 વર્ષના ડેટા મુજબ હીટવેવથી 30 ટકા મૃત્યુ સામાન્ય મૃત્યુ કરતાં વધી જાય છે. છેલ્લા 3 દિવસથી અમદાવાદની સાથે સાથે અમરેલી, સુરેન્દ્રનગર, કંડલા, ઈડર અને ગાંધીનગરમાં તારમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી ગયો છે. ત્યારે આ સ્થિતિમાં રોજના સવાસોથી દોઢસો કેસ હીટ સ્ટ્રોકના અને તેની સંબંધિત બિમારીના આવી રહ્યા છે. જણાવી દઈએ કે, 2013માં હીટવેવથી 1100 મૃત્યુ થતાં અમદાવાદ પહેલું એવું શહેર બન્યું કે જ્યાં હીટવેવ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો.
સુરતમાં ગરમીથી 10 ના મોત
સુરતમાં કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે. ત્યારે ગુજરાતભરમાં હીટસ્ટ્રોકથી સૌથી વધુ મૃત્યુઆંક સુરતમાં નોંધાયો છે. સુરતમાં એક જ દિવસમાં હીટ સ્ટ્રોક, ગભરામણ, ખેંચ, બેભાન થવાથી 10 નાં મોત નિપજ્યાં છે. તમામ મૃતકો ગભરામણ પછી બેભાન થયા છે. આમ, એક જ દિવસમાં 10નાં મોતથી હાહાકાર મચી ગયો છે. જેમા ચારને હીટસ્ટ્રોક, 5 વ્યક્તિને હાર્ટએટેકની શંકા છે.
આકરી ગરમી વચ્ચે સુરત પોલીસની અનોખી પહેલ; નાગરિકોને ગરમીથી બચાવવા સિગ્નલ પર લગાવવામાં આવી ગ્રીન નેટ #Weather #Gujarat #WeatherUpdate #Surat #News #GujaratPolice pic.twitter.com/NO7vEOTnHz
— Zee 24 Kalak (@Zee24Kalak) May 23, 2024
કેવી રીતે થયા મોત
- સુશાંત સેટ્ટીનું હિટ સ્ટ્રોકના કારણે મોત
- વિજય પાટીલનું ગભરામણથી મોત
- મુકેશ પંડિતનું ગભરામણથી મોત
- મગાભાઈ રાઠોડનું ખેંચ આવતા મોત
- એક અજાણી વ્યક્તિનું ખેંચ આવતા મોત
- સુરદશન યાદવનું બેભાન થતા મોત
- ચેતન પરાડનું બેભાન થતા મોત
- કિશનસિંગ વિશ્વકર્માનું બેભાન થતા મોત
- અનિલ ગોડસેનું શ્વાસ લેવામાં ગકલીફ થતા મોત
વડોદરામાં 5 દિવસમાં 19 લોકોના મોત
ગુજરાતમાં કાળઝાળ ગરમીનું પ્રભુત્વ યથાવત છે. સોમવારે 11 શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર રહ્યું. આજે પણ તાપમાનના પારો ઉંચકાવાની આગાહી છે. ત્યારે વડોદરામાં અસહ્ય ગરમીના લીધે વધુ 3 વ્યક્તિના મોત થયા છે. ડિહાઇડ્રેશન, ગભરામણ અને હાર્ટ એટેકના કારણે વડોદરામાં વધુ 3ના મોત થયા છે. 5 દિવસમાં અત્યારસુધી 19 લોકોના મોત થયા છે. 77 વર્ષના કિશનરાવ દીધે, 39 વર્ષના જગદીશ પટેલ અને 62 વર્ષના કરશન પરમારનું મોત નિપજયું છે. મૃતકોના મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ બાદ હકીકત જાણી શકાશે. જેથી સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેટ ડો રંજન ઐયરે જાગૃતિ માટેનો સંદેશો આપ્યો છે. તેમણે લોકોને ગરમીમાં સવારે 10.30 થી સાંજે 6 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. સાથે જ કહ્યું કે, લોકોએ વધુમાં વધુ છાશ અને પાણી પીવું જોઈએ.
હીટસ્ટ્રોક કે હાર્ટએટેક! ગુજરાતમાં હીટવેવના કારણે મૃત્યુઆંક સતત વધારો..#heatwave #Gujarat #summer #weatherforecast #ZEE24Kalak pic.twitter.com/Aql6hsn6eU
— Zee 24 Kalak (@Zee24Kalak) May 23, 2024
રેડ/ઓરન્જ એલર્ટ દરમ્યાન આટલું કરો
- શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર પર ઓ.આર.એસ. પેકેટસ ઉપલબ્ધ છે.
- દરેક વોર્ડના સ્લમ વિસ્તારો, કડિયાનાકા તેમજ ભીડભાડવાળી જગ્યાઓ પર પ્રચાર-પ્રસાર તથા પત્રિકા વિતરણ કરવામાં આવેલ છે.
- સફાઇ કામદારોને બપોરના ૧૨:૦૦ થી ૦૪:૦૦ કલાક સુધી કામ ન કરવા દેવા સુચના આપેલ છે.
- તમામ બસ સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ, લારી-ગલ્લા, પોલીસ પોઇન્ટ પર ઓ.આર.એસ. પેકેટ તથા આઇ.ઇ.સી. પત્રિકાનુ વિતરણ કરવામાં આવેલ છે.
- શહેરની હોસ્પિટલોમાં હીટ રીલેટેડ સારવારની વ્યવસ્થા ઉપલ્બધ છે.
- હાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છે
પાટણમાં ગરમીને કારણે યુવકનું મોત
પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ગરમીના કારણે એક યુવાનના મોતની ઘટના સામે આવી છે. એસટી બસમાં બેઠેલા વડનગરના 35 વર્ષના યુવકનું ગરમીના કારણે હાર્ટએટેકથી મોત નિપજ્યું છે. 35 વર્ષના સેનમા શૈલેષ ખીમાભાઈ અમદાવાદથી વડનગર જવા માટે નીકળ્યો હતો. સિદ્ધપુર ખળી ચાર રસ્તા સુધીની ટિકિટ લઈને બસમાં બેઠો હતો. કંડકટરે યુવકને સ્ટેન્ડ આવતું હોવાનું જણાવવા જતા યુવક બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. યુવકને 108 દ્વારા સિદ્ધપુર સિવિલમાં લઇ જવાયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં ગરમીના કારણે હાર્ટએટેકથી મોત થયું હોવાનુ તબીબે જણાવ્યું.
જો નીચે મુજબ લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબની સલાહ લેવી ઇમરજન્સીમાં ૧૦૮ નો ઉપયોગ કરવો
આ છે હીટવેવના લક્ષણો
- માથુ દુખવુ, પગની પીંડીમા કળતર
- શરીરનું તાપમાન વધી જવુ
- ખુબ તરસ લાગવી
- પરસેવો, પેશાબ ન થવો
- ચામડી લાલ,સુકી થવી
- ઉલટી,ઝાડા,ઉબકા ચક્કર આવવા
- આંખે અંધારા આવવા,બેભાન થઇ જવુ
- મુંઝવણ થવી
- ખેંચ આવવી.
- સ્નાયુઓમાં દુખાવો થવો
- ખૂબ પરસેવો અને અશક્તિ આવવી.
- અળાઇઓ નીકળવી.
ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાય
અતિશય ગરમીથી બચવા નગરજનોને નીચે મુજબ ઉપાય કરવા સુચવવામાં આવે છે
- હીટ વેવ દરમ્યાન બહાર ન નીકળવુ
- ખુબ પાણી પીવુ
- સફેદ, સુતરાઉ કપડા પહેરવા
- છત્રી/ટોપી/સ્કાફનો ઉપયોગ કરવો.
- લીંબુ શરબત, મોળી છાશ,નાળિયેરનું પાણી ઓ.આર.એસ પુષ્કળ પીવું.
- બહારનું ખાવાનુ ટાળવું.
- ઉપવાસ ટાળવો.
- ભારે શારીરિક પવૃત્તિ ટાળો.
- બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી.
- તાજા ફળો અને શાકભાજી ખાવા.
- તીખું ખાવાનુ ટાળવું.
- આહારમાં વધુ પળતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનુ ટાળવું.
- ચા-કોફી અને સોડા વાળા પીણા પર નિયંત્રણ રાખવુ.
- કામ કરતી વખતે થોડા થોડા સમયે વિરામ લેવો.
- ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો.
- નાના બાળકો, વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું.
ગરમીએ કહેર વર્તાવ્યો
ભારે ગરમીને કારણે ગુજરાતમાં માંદગીનું પ્રમાણ વધ્યું છે. લોકોને ગરમીને કારણે તાવ આવવાની ફરિયાદો વધી છે. તો સાથે જ પેટમાં દુખાવો, ઝાડા ઉલટીના કેસ પણ વધી રહ્યાં છે. લોકોને ગરમીની અસર થવાથી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસના કોલ પણ વધી ગયા છે. ગુજરાતમાં એમ્બ્યુલન્સ સર્વિસને ગરમીને લગતી વિવિધ બીમારીના ૫૨૯ ઈમરજન્સી કોલ્સમા વધારો થઈ રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે