વરસાદે તો ભારે કરી: અમદાવાદ સહિત આ જિલ્લામાં આગામી 3 કલાકમાં તૂટી પડશે વરસાદ
હવામાન વિભાગે આગામી 3 કલાક દરમિયાન વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતથી લઇ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે
Trending Photos
સપના શર્મા, અમદાવાદ: ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હવામાન વિભાગની બે દિવસની વરસાદની આગાહી વચ્ચે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતથી લઇ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી 3 કલાક દરમિયાન વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતથી લઇ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, ભાવનગર, બોટાદ અને અરવલ્લીમાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આજે અમદાવાદ શહેરમાં વરસાદ પડતાં જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં ખાસ કરીને દાણીલીમડા, ઉસ્માનપુરા, વાડજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. અડધા કલાકના વરસાદમાં દાણીલીમડા પાણી પાણી થઈ ગયું હતું. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા વિદ્યાર્થીઓને અવરજવરમાં મુશ્કેલી પડી હતી. વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે.
હવામાન વિભાગની બે દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં વલસાડ, નવસારી, ડાંગ, સુરત, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 19 અને 20 તારીખે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં 22 તારીખથી વરસાદનું જોર વધશે. 22 એ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડશે. તો આ વચ્ચે અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
આ પણ જાણવા જેવા સમાચાર, અહીં વાંચો:-
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે