કચ્છનું મુંદ્રા બંદર ફરી ચર્ચામાં! 10 કરોડનું મળ્યું કોકેન, આ રીતે છુપાવીને ગુજરાતમાં ઘૂસાડ્યું
દેશમાં ડ્રગના જોખમ સામેની લડાઈ ચાલુ રાખીને ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ આયાત કન્સાઈનમેન્ટમાંથી 1.04 કિલો કોકેઈન રીકવર કર્યું છે. જેની કિંમત આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર બજારમાં રૂ. 10.4 કરોડથી વધુ હોવાનો અંદાજ છે.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: કચ્છમાંથી ફરી એકવાર કોકેઈન મામલે વધુ એક ઘટના સામે આવી છે. ડીઆરઆઈએ રૂ.10.4 કરોડથી વધુની કિંમતનું 1.04 કિલો કોકેન જપ્ત કર્યું છે. દેશમાં ડ્રગના જોખમ સામેની લડાઈ ચાલુ રાખીને ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ આયાત કન્સાઈનમેન્ટમાંથી 1.04 કિલો કોકેઈન રીકવર કર્યું છે. જેની કિંમત આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર બજારમાં રૂ. 10.4 કરોડથી વધુ હોવાનો અંદાજ છે.
ડીઆરઆઈ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે એક્વાડોરથી આયાત કરાયેલા અમુક માલસામાનમાં માદક દ્રવ્યો હોવાની શક્યતા છે. કન્સાઇનમેન્ટ માટે આયાત માટે બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરવામાં આવી ન હતી. 220.63 MT નું કુલ વજન ધરાવતું ‘ટીક રફ સ્ક્વેર લોગ્સ’ ધરાવતું જાહેર કરાયેલ કન્સાઇનમેન્ટ, જે ઇક્વાડોરથી મુન્દ્રા બંદરે આયાત કરવામાં આવ્યું હતું. તેની વિગતવાર તપાસ માટે ઓળખ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન, એક કન્ટેનરમાં એક પેકેટ ચુસ્ત રીતે લપેટાયેલું મળી આવ્યું હતું. જે નમૂનો શંકાસ્પદ પેકેટમાંથી ડ્રો અને ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો હતો. ટેસ્ટમાં પેકેટમાં કોકેઈનની હાજરીની પુષ્ટિ થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે