અમેરિકામાં ગેરકાયદે ઘુસતા ગુજરાતીઓનું શોષણ પણ ગુજરાતીઓ જ કરે છે, વડોદરાના હેરાલ્ડ ડિસોઝાએ ખોલ્યા મોટા રાઝ

હેરાલ્ડ ડિસોઝા પોતે ૨૦ વર્ષ પહેલા અમેરિકામાં ઉચ્ચ પગારની નોકરીની લાલચમાં  હ્યુમન ટ્રાફિકિંગનો ભોગ બન્યા બાદ અમેરિકામાં રહીને જ લડત ચલાવી અને અસંખ્ય હ્યુમન ટ્રાફિકિંગના ચક્કરમા ફસાયેલા અસંખ્ય પીડિતોને ન્યાય અપાવ્યો છે. 

અમેરિકામાં ગેરકાયદે ઘુસતા ગુજરાતીઓનું શોષણ પણ ગુજરાતીઓ જ કરે છે, વડોદરાના હેરાલ્ડ ડિસોઝાએ ખોલ્યા મોટા રાઝ

ઝી બ્યુરો/વડોદરા: અમેરિકામાં માનવ તસ્કરી (હ્યુમન ટ્રાફિકિંગ) સામે સરકારે બનાવેલી હ્યુમન એડવાઇઝરી કાઉન્સિલના પૂર્વ સદસ્ય હેરાલ્ડ ડિસોઝા મુળ વડોદરાના છે, તેઓ હાલમાં વડોદરા આવ્યા છે. ત્યારે તેમની સાથેની વાતચીતમાં તેઓએ કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરતા લોકો માટે અમેરિકા કઇ રીતે નર્ક બની જાય છે તે અંગે સમજણ આપી હતી. 

અમેરિકામાં માનવ તસ્કરી સામે લડત ચલાવતા વડોદરાના હેરાલ્ડ ડિસોઝા પણ માનવ તસ્કરીનો ભોગ બની ચૂક્યા છે. જી હા...આજથી 20 વર્ષ પહેલાં અમેરિકામાં માનવ તસ્કરીનો હેરાલ્ડ ડિસોઝા ભોગ બન્યા હતા. હેરાલ્ડ ડિસોઝાને ઊંચા પગારની નોકરીની ઓફર આપી તેમનું શોષણ કરાયું હતું. અમેરિકામાં ડ્રગ્સ પછી બીજા નંબરે માનવ તસ્કરીનો કારોબાર છે.  

કેવી રીતે બન્યા હતા માનવ તસ્કરીનો ભોગ?
વડોદરામાં રહેતા હેરોલ્ડ ડિસોઝા 1994માં એચ-1 વિઝા પર અમેરિકા ગયા હતા. જોકે તેમને ઓહાયોના સિનસિનાટીની એક રેસ્ટોરામાં લઇ જવાયા હતા, જ્યાં તેમને સપ્તાહ દરમિયાન 14થી 16 કલાક કામ કરવાની ફરજ પડાતી હતી. તેમની તસ્કરી કરનાર વ્યક્તિએ ભોજન, કપડાં અને આશ્રય માટે ભારે ભરખમ ફી વસૂલતાં તેમને ક્યારેય પગાર મળ્યો નહીં. જ્યાંથી તેઓ આગળ વધ્યા અને આજે હેરોલ્ડ માનવ અધિકારીના ક્ષેત્રમાં એક જાણીતા વ્યક્તિ બન્યા છે. તેમણે માનવ તસ્કરીમાં ઘટાડો કરવા અને તેનો અંત લાવવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

તેમણે જણાવ્યું હતું કે, અમેરિકામાં માનવ તસ્કરીનો 150 બિલિયન ડોલરનો કારોબાર છે. જેમાં ગેરકાયદે આવતા ગુજરાતી અને પંજાબીઓનું સૌથી વધુ શોષણ થવાની વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, અમેરિકામાં કાયદેસર રીતે જાઓ તો સ્વર્ગ છે, ગેરકાયદેસર રીતે જાઓ તો નર્ક છે. અમેરિકામાં મોટેલ, કનવેનિયન્સ સ્ટોર, ગેસ સ્ટેશન, રેસ્ટોરાં અને એગ્રિકલચરમાં ગુજરાતીઓનો કબજો છે. આ તમામ ક્ષેત્રમાં મજૂરી બહુ જ મોંઘી છે, તેથી ગેરકાયદે આવતા લોકોને ગુલામની જેમ રાખી કામ કરાવવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, હેરાલ્ડ ડિસોઝા ઓબામા સરકાર વખતે હ્યુમન એડવાઈઝરી કાઉન્સિલના સભ્ય હતા. હ્યુમન ટ્રાફિકિંગ કરતા લોકોને 25 થી 30 વર્ષની સખત કેદની સજા માટે પ્રયાસો કરી રહ્યા છે. હેરાલ્ડ ડિસોઝા એજન્ટ મારફતે અમેરિકા ન જવા માટે લોકોને ચેતવે છે. હેરાલ્ડ ડિસોઝા Eyes Open International NGOના પ્રમુખ અને કો-ફાઉન્ડર પણ છે. અમેરિકામાં જે ભારતીય ફસાય છે તેમની મદદ પણ સંસ્થા કરે છે. અમેરિકામાં માનવ તસ્કરીનો ભોગ બનો તો નેશનલ હ્યુમન ટ્રાફિકિંગ હોટ લાઈન નંબર 18883737888 પર સંપર્ક કરી શકો છો. 

18 ઓગસ્ટથી મંગળ કન્યા રાશિમાં કરશે ગોચર, મેષ સહિત આ ત્રણ જાતકોનો થશે ભાગ્યોદય
 
અમેરીકામાં હ્યૂમન ટ્રાફિકિંગ માટે કડક કાયદા ન હોવાથી ટ્રાફિકિંગ કરનારા છટકી જાય છે. ભારત સહિતના દેશોમાંથી વિઝિટર કે અન્ય વિઝા પર તથા ગેરકાયદેસર રીતે અમેરિકામાં લોકો પ્રવેશ કરે છે અને ત્યારબાદ તેમનું શોષણ શરૂ થાય છે. અમેરિકામાં ખાસ કરીને રેસ્ટોરન્ટ, મોટેલ, ગેસ સ્ટેશન, કન્વેન્શન સ્ટોર પર ગેરકાયદેસર રીતે પ્રવેશેલા લોકોનું શોષણ થતું હોય છે, જેની સામે અમેરિકામાં અમારી સંસ્થા તેમની મદદ કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news