ભાવસાર હોસ્ટેલમાં 100 વર્ષના સ્વાતંત્ર સેનાની કમળાબેને કર્યું ધ્વજવંદન

આજે સમગ્ર દેશભરમાં 72મા સ્વતંત્રતા પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. 

ભાવસાર હોસ્ટેલમાં 100 વર્ષના સ્વાતંત્ર સેનાની કમળાબેને કર્યું ધ્વજવંદન

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં 72મા સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સમસ્ત ભાવસાર સમાજ દ્વારા અમદાવાદના વાડજ સ્થિત ભાવસાર હોસ્ટેલ ખાતે સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 100 વર્ષના સ્વતંત્રતા સેનાની કમળાબેને ધ્વજ વંદન કર્યું હતું. આ પ્રસંગે તેમણે સ્વતંત્રતા ચળવળના દિવસોને પણ યાદ કર્યા હતા અને સમગ્ર દેશવાસીઓને આ પર્વની શુભેચ્છા પાઠવી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news