IRCTC એપ અને વેબસાઈટમાં ડખો પડતાં ઓનલાઈન બુકિંગ બંધ, રેલવેના મુસાફરોને ભારે હાલાકી
IRCTC: ખાસ કરીને દિવાળી વેકેશન સમયે ટ્રેન ટિકિટ ઓનલાઇન બુક કરાવતા લોકોને હાલાકી ઉભી થઈ છે. IRCTC ની એપ અને વેબસાઈટ ટેક્નિકલ કારણોસર બંધ પડી ગઈ છે. એપ બંધ હોવાને કારણે લોકોને રૂબરૂ ટિકિટ બુક કરાવવાની ફરજ પડી રહી છે. હાલ IRCTC ની ટેક્નિકલ ટીમ એરર દૂર કરવાની કામગીરીમાં જોડાઈ છે.
વેકેશન સમયે ટ્રેન ટિકિટ ઓનલાઇન બુક કરાવતા લોકોને હાલાકી
IRCTC ની એપ અને વેબસાઈટ ટેક્નિકલ કારણોસર બંધ
એપ બંધ હોવાને કારણે લોકોને રૂબરૂ ટિકિટ બુક કરાવવાની ફરાજ પડી
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતીય રેલવે વિભાગ એટેલેકે, IRCTCની એપ અને વેબસાઈટમાં ડખો પડ્યો છે. આ અમે નથી કહી રહ્યાં ખુદ તંત્ર દ્વારા આની જાણ કરવામાં આવી છે. જોકે, દિવાળી અને નવા વર્ષના તહેવારોમાં બહાર ગામ ગયેલાં લોકોને આને કારણે ભારે હાલાકી ઉભી થઈ છે. કારણકે, ડિજિટલ યુગની વાતો કરવામાં આવે છે ત્યારે ઓનલાઈન ટિકિટ બુકિંગમાં હવે ડખો પડ્યો છે.
રેલવે વિભાગ એટલેકે, IRCTC ની વેબસાઈટ અને એપ બન્નેમાં એરર આવવાથી હાલ પુરતી ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા પર બ્રેક વાગી ગઈ છે. જેને કારણે લાખો મુસાફરોને આ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. હાલ સંખ્યાબંધ મુસાફરો ઓનલાઈન બુકિંગ માટે મથામણ કરી રહ્યાં છે. જોકે, ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા ઠપ્પ હોવાને કારણે ઘણાં મુસાફરોએ તો પ્રાઈવેટ વાહનોમાં વધુ ભાડા ચુકાવવાનો વારો આવ્યો છે.
E- ticket booking is temporarily affected due to technical reasons. Technical team is working on it and booking will made available soon.
— IRCTC (@IRCTCofficial) November 23, 2023
ખાસ કરીને દિવાળી વેકેશન સમયે ટ્રેન ટિકિટ ઓનલાઇન બુક કરાવતા લોકોને હાલાકી ઉભી થઈ છે. IRCTC ની એપ અને વેબસાઈટ ટેક્નિકલ કારણોસર બંધ પડી ગઈ છે. એપ બંધ હોવાને કારણે લોકોને રૂબરૂ ટિકિટ બુક કરાવવાની ફરજ પડી રહી છે. હાલ IRCTC ની ટેક્નિકલ ટીમ એરર દૂર કરવાની કામગીરીમાં જોડાઈ છે. ઝડપથી એરર દૂર કરી ફરીથી એપ સ્ટાર્ટ કરવાને લઇ IRCTC એ ટ્વિટ કરી જાણકારી આપી છે. દિવાળીની રાજાઓમાં મુસાફરી કરનાર મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ફરજિયાત લોકોને ઓફ લાઈન બુકિંગ કરવા જવું પડી રહ્યું છે. જ્યાં સુધી એપ બંધ હશે ત્યાં સુધી ઓફલાઈન જ બુકિંગ કરાવવું પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે