World Cup Final માં સુરક્ષામાં ચૂક! કયા અધિકારીએ કરી આવી મોટી ભૂલ? PMOએ માંગ્યો રિપોર્ટ
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદમાં યોજાયેલી વર્લ્ડકપની ફાઈનલ મેચમાં સુરક્ષા ચૂક મામલે હવે દિલ્હીથી PMO પણ એક્શનમાં આવ્યું છે. WORLD CUP ફાઈનલ મેચની સુરક્ષામાં ચૂક મામલે PMO એ જવાબદાર અધિકારીનો રિપોર્ટ તાત્કાલિક ધોરણે રિપોર્ટ માંગ્યો છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ સજ્યો હતો મંચ વર્લ્ડ કપની ફાઈનલ મેચનો. મેદાનમાં એક તરફ વાદળી જર્સીમાં હતા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ તો બીજી તરફ પીળા કપડાંમાં હતા કાંગારુઓ. પણ મેદાનની ચારેય તરફ સ્ટેડિયમની અંદર અને બહાર બસ એક જ રંગ દેખાતો હતો એ હતો ટીમ ઈન્ડિયાનો. જોકે, કાબરચિતરા કપડાં પહેરીને એક વ્યક્તિ આવ્યો જેણે સ્ટેડિયમમાં હાજર લગભગ સવા લાખ લોકો, મેદાનમાં હાજર બન્ને ટીમના ખેલાડીઓ, એમ્પાયર, સુરક્ષા કર્મીઓ અને ટીવી પર મેચ જોઈ રહેલાં કરોડો ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવી દીધાં. એ વ્યક્તિ સુરક્ષાને વેધીને તારની રેલિંગને પણ કુદીને ચાલુ મેચમાં પિચ પર પહોંચી ગયો. દોડીને એ વ્યક્તિ સીધો બેટિંગ કરી રહેલાં વિરાટ કોહલી પાસે પહોંચી ગયો. આ ઘટનાને પગલે સૌ કોઈ અવાક રહી ગયાં. તેણે પેલેસ્ટાઈનનું સમર્થન કરતા કપડાં પહેર્યાં હતા અને તે શખ્સ પોતે ઓસ્ટ્રેલિયાથી આવ્યો હતો. આ ઘટનાને પગલે સુરક્ષામાં મોટી ચુક સામે આવી છે. હવે પીએમઓમાંથી સુરક્ષામાં ચુક કેમ થઈ તે અંગેની રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદમાં યોજાયેલી વર્લ્ડકપની ફાઈનલ મેચમાં સુરક્ષા ચૂક મામલે હવે દિલ્હીથી PMO પણ એક્શનમાં આવ્યું છે. WORLD CUP ફાઈનલ મેચની સુરક્ષામાં ચૂક મામલે PMO એ જવાબદાર અધિકારીનો રિપોર્ટ તાત્કાલિક ધોરણે રિપોર્ટ માંગ્યો છે. બનાવ કંઈક એવો બન્યો હતોકે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં) ઓસ્ટ્રેલિયન યુવક વિરાટ કોહલી સુધી પહોંચી ગયો હતો. વર્લ્ડકપ ફાઈનલ મેચની સુરક્ષામાં સામે આવેલી આ ગંભીર ક્ષતિ મામલે હવે PMO એક્શનમાં આવ્યું છે અને PMOથી આ મામલે રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી તપાસઃ
મહત્વનું છે કે, આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં સુરક્ષામાં ચૂકની તપાસ શહેર ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. આરોપી યુવકનું નામ વેઈન જોન્સન (24) છે. આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે. સોમવારે તેને ગાંધીનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ગૃહરાજ્ય મંત્રીએ માંગ્યો હતો રિપોર્ટઃ
સરકારે પણ ફાઈનલ મેચની સુરક્ષામાં થયેલી ભૂલને ગંભીરતાથી લીધી છે. કારણ કે તે સમયે ગ્રાઉન્ડમાં ઘણા VVIP લોકો હાજર હતા. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવવાના હતા આવા સંજોગોમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક પાસે રિપોર્ટ માંગ્યો હતો. સુરક્ષા ક્ષતિ કેવી રીતે થઈ? આ યુવક કેવી રીતે પ્રવેશ્યો? આ મામલે સંઘવીએ બેઠક પણ યોજી હતી.
સુરક્ષામાં ચૂક મામલે PMOએ રિપોર્ટ માંગ્યોઃ
પ્રાપ્ત જાણકારી મુજબ ગત 19 નવેમ્બરે અમદાવાદમાં યોજાયેલી વર્લ્ડકપની ફાઈનલ મેચમાં સુરક્ષા ચૂક મામલે હવે દિલ્હી PMO પણ એક્શનમાં આવ્યું છે. જાણકારી મુજબ PMO થી આ મામલે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. PMO દ્વારા સુરક્ષામાં બેદરકારીને લઈને જવાબદાર અધિકારી અને ઓસ્ટ્રેલિયન યુવકની તપાસને લઈને માહિતી માંગવામા આવી છે. તેમજ ક્રાઇમ બ્રાન્ચ, પોલીસ કમિશ્નર, PCB અને DCP કક્ષાના અધિકારીની જવાબદારીને લઈને રિપોર્ટ માંગવામા આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે