દુનિયાભરમાંથી ૫૦૦થી વધુ ડોક્ટરો અમદાવાદમાં ઉમટશે, કરશે લાઈવ શસ્ત્રક્રિયા

 સિવિલ હોસ્પિટલ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડીસીસ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે ૧૩ થી ૧૬ ડિસેમ્બર દરમિયાન યુરોગાયનેક-૧૮ તબીબોની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર વિશ્વ અને ભારતભરમાંથી ૫૦૦ થી વધુ ડોક્ટરો એ ભાગ લીધો છે. આ વર્ષની આ કોન્ફરન્સનો મુખ્ય વિષય પેલ્વિક ફ્‌લોર, સ્ટ્રેસ યુરિન ઈંકન્ટીનન્સ અને એસ્થેટિક ગાયનેકોલોજી (સૌંદર્યલક્ષી ગાયનેકોલોજી) છે. 

દુનિયાભરમાંથી ૫૦૦થી વધુ ડોક્ટરો અમદાવાદમાં ઉમટશે, કરશે લાઈવ શસ્ત્રક્રિયા

અમદાવાદ:  સિવિલ હોસ્પિટલ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડીસીસ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે ૧૩ થી ૧૬ ડિસેમ્બર દરમિયાન યુરોગાયનેક-૧૮ તબીબોની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર વિશ્વ અને ભારતભરમાંથી ૫૦૦ થી વધુ ડોક્ટરો એ ભાગ લીધો છે. આ વર્ષની આ કોન્ફરન્સનો મુખ્ય વિષય પેલ્વિક ફ્‌લોર, સ્ટ્રેસ યુરિન ઈંકન્ટીનન્સ અને એસ્થેટિક ગાયનેકોલોજી (સૌંદર્યલક્ષી ગાયનેકોલોજી) છે. યુરોગાયનેક ૨૦૧૮ ખાતે ૧૩ અને ૧૪ ડિસેમ્બર દરમિયાન લાઈવ શસ્ત્રક્રિયાઓ કરવામાં આવશે જ્યારે ૧૫ અને ૧૬ ડિસેમ્બર દરમિયાન દેશ વિદેશ ના વિષય નિષ્ણાંત ડોક્ટરોનું પેનલ ડિસ્કશન યોજાશે અને વિદ્યાર્થીઓ દ્વારા રિસર્ચ પેપર રજુ કરવામાં આવશે.

યુરોગાયનેક-૨૦૧૮ ના ઉદઘાટન પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે  ડો. એમ એમ પ્રભાકર - એડિશનલ ડિરેક્ટર, મેડિકલ એજ્યુકેશન, કેમ્પસ ડિરેક્ટર, મેડિસિટી અમદાવાદ અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે ડો આર કે પટેલ - નિયામક - યુ એન મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યુટ, મેડિસિટી અમદાવાદ સહીત ઓસ્ટ્રેલિયાના ડો અજય રાને, દુબઇના ડો રુબી રૂપરાઈ, યુરોગાયનેક-૨૦૧૮ના ચીફ ઓર્ગેનાઈઝર અને આઇકેડીઆરસીના ડિરેક્ટર ઇન્ચાર્જ ડો વિનીત મિશ્રા અને યુરોગાયનેક-૨૦૧૮ના ઓર્ગેનાઈઝીંગ ડેકરેટરી ડો નીતા મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા.

વ્યવહારુ અભિગમમાં યુરો ગાયનેકોલોજીના મુદ્દાઓને સમજવા અને તાજેતરની વિકાસ અને પ્રોસિજરને સમજવી ખૂબજ મહત્વનું છે.આ કોન્ફરન્સમાં વિશ્વના શ્રેષ્ઠ સર્જન રોબોટીક્સ,લેપ્રોસ્કોપી અને વર્જીનલી સર્જરી કરીને બતાવશે. આવું ભાગ્યે જ જોવા મળે છે જ્યા ૫૦ થી વધુ સર્જન પ્રિ-કોન્ફરન્સમાં એકસાથે લાઇવ સર્જરી કરતા હોય. આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ ભારતમાં યુરોગાયનેક બ્રાન્ચને વધુ વિકસાવવાનો છે.

છેલ્લા ૬ વર્ષોથી આ કોન્ફરન્સ યોજાઈ રહી છે જેમાં યુરોગયનેક બ્રાન્ચમાં વિશ્વસ્તરે થતા ડેવલોપમેન્ટ થી ગુજરાત સહીત ભારતના ડોક્ટરોને રૂબરૂ કરાવવાનો હોય છે. આ વર્ષે યુ.કે., ઓસ્ટ્રેલિયા, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, દુબઇ સહીત અનેક દેશોમાંથી યુરોગાયનેક ડોક્ટરો આવ્યા છે. અમદાવાદ મેડિકલ એશોશીયેશન, સાઉથ એશિયા ફેડરેશન ઓફ યુરોલોજી અને સોસાયટી ઓફ વજાઇનલ સર્જન્સ ઓફ ઇન્ડિયા દ્વારા કોન્ફરન્સ ને સહયોગ કરવામાં આવ્યો છે.

યુરોગાયનેક-૨૦૧૮ ના ચીફ ઓર્ગેનાઈઝર અને આઇકેડીઆરસી ના ડિરેક્ટર ઇન્ચાર્જ ડો વિનીત મિશ્રા એ જણાવ્યું કે “આ ૪ દિવસીય કોન્ફરન્સ માં ૩ડી રોબોટિક સર્જરી માં ડોક્ટર્સ ટુ વે કોમ્યુનિકેશન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.આ વર્ષે અમે ઘણા સ્પેશિયલ સેસન્સનું પણ આયોજન કર્યું છે જેમાં ૧૩મી ડિસેમ્બરના રોજ અમદાવાદ મેડિકલ એશોશીયેશન ખાતે ઓસ્ટ્રેલિયાના ડો અજય રાને દ્વારા 'કેર ઓફ વુમન વૉમ્બ ટુ ટોમ્બ' યોજાશે. ૧૫ અને ૧૬ ડિસેમ્બર દરમિયાન હોટેલ સ્ટારોટેલ ખાતે કોન્ફરન્સ યોજાશે જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી દ્વારા રિસર્ચ પેપર રજુ કરવાની સાથે અનેક વિષયો પર વાર્તાલાપ કરવામાં આવશે. આ સિવાય આ કોન્ફરન્સમાં હેન્ડ્‌સ ઓન સિસ્ટાસ્કોપી વર્કશોપ,લાઈવ ૩ડી  એન્ડોસ્કોપી ટ્રાન્સમિશન વગેરે કરવામાં આવશે.”

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news