સસ્તામાં ફરો આખું ગુજરાત, લોન્ચ થઈ એવી પેકેજ ટુર કે 8 દિવસમાં બધુ ફરવા મળશે

IRCTC Gujarat Tour Package : આ ટુરમાં કચ્છથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના ગુજરાતના મહત્વના સ્થળોને આવરી લેવાયા છે... આગામી 9 ઓક્ટોબરથી આ પેકેજ ટુરનો પ્રારંભ થશે... તે પહેલા કરાવી લો બુકિંગ 

સસ્તામાં ફરો આખું ગુજરાત, લોન્ચ થઈ એવી પેકેજ ટુર કે 8 દિવસમાં બધુ ફરવા મળશે

Gujarat Tourism : ગુજરાતીઓ એટલે ફરવાના શોખીન. ફરવાના શોખીન ગુજરાતીઓ તક મળે એટલે ફરવા ઉપડી જાય. ત્યારે સાવ સસ્તામાં આખું ગુજરાત ફરવાની બેસ્ટ ઓફર મળી છે.  IRCTC મુસાફરો માટે આ ખાસ ઓફર લઈને આવ્યું છે. IRCTC એ ગુજરાત ફરવા માટે 7 દિવસનું પેકેજ જાહેર કર્યું છે. તમે આગામી ઓક્ટોબર મહિનામાં સસ્તામા આખું ગુજરાત ફરી શકો છો. 

IRCTC નું ગુજરાત પેકેજ
IRCTC ગુજરાત ટુર પેકેજ લઈ આવ્યું છે. આ ટુર પેકેજનું નામ છે Garvi Gujarat (CDBG09) છે. જેમાં તેમને 8 દિવસ અને 7 રાતમાં ગુજરાતમાં ફેરવવામા આવશે. 

પેકેજ ટુર ક્યારથી શરૂ થશે
IRCTC ગુજરાત ટુર પેકેજ આગામી 9 ઓક્ટોબરથી શરૂઆત થશે. આ ટુર પેકેજમાં તમને દિલ્હીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, બેટદ્વારકા, અમદાવાદ, મોઢેરા, પાટણમાં ફેરવવામાં ાવશે.

 

— IRCTC Bharat Gaurav Tourist Train (@IR_BharatGaurav) September 6, 2023

 

કેવી રીતે કરવું બુકિંગ
આ ટુર પેકેજનુ બુકિંગ IRCTC ની વેબસાઈટ itctctourism,com પર જઈને માહિતી મળી શકે છે. આ ઉપરાંત IRCTC મુસાફર સુવિધા કેન્દ્ર, ઝોન ઓફિસ તથા તમારા વિસ્તારમાં આવતા કાર્યાલયમાં પણ બુકિંગ કરાવી શકો છો. 

આ ધાર્મિક સ્થળો હશે
ગુજરાતના પ્રખુખ તીર્થ સ્થળો ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, બેટદ્વારકા, અમદાવાદ, મોઢેરા અને પાટણને આ મુસાફરીમાં સામેલ કરાયા છ. આ ઉપરાંત પ્રવાસીઓને ચાંપાનેર પુરત્તત્વ સાઈટ, વાવ, અમદાવાદમાં અક્ષરધામ, સાબરમતી આશ્રમ, મોઢેરા સૂર્યમંદિર, પાટણમાં રાણીની વાવમાં ફેરવવામા આવશે. તો ધાર્મિક સ્થળોની વાત કરીએ તો, સોમનાથ જ્યોર્તિલિંગ, નાગેશ્વર જ્યોર્તિલિંગ, દ્વારકાધીશ મંદિર અને બેટદ્વારકાની 8 દિવસની મુસાફરીમાં સમાવણી કરાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news