એપીએમસીનો મોટો નિર્ણય, જમાલપુર શાક માર્કેટને અમદાવાદ શહેરથી બહાર ખસેડાશે

એપીએમસીએ જમાલપુર શાક માર્કેટને જેતલપુર અનાજ માર્કેટ ખાતે ખસેડવાનો નિર્ણય લીધો છે.

 એપીએમસીનો મોટો નિર્ણય, જમાલપુર શાક માર્કેટને અમદાવાદ શહેરથી બહાર ખસેડાશે

ગૌરવ પટેલ/અમદાવાદઃ અમદાવાદ એપીએમસીએ જમાલપુર શાક માર્કેટને શહેરની બહાર ખસેડવાનો નિર્ણય લીધો છે. આ પ્રક્રિયાના ભાગ રૂપે બે દિવસ માટે જમાલપુર શાક માર્કેટ બે દિવસ બંધ રાખવામાં આવશે. હાલ દેશમાં કોરોના વાયરસની સ્થિતિ અને લૉકડાઉન દરમિયાન થઈ રહેલી ભીડને કારણે એપીએમસીએ આ નિર્ણય લીધો છે. એપીએમસીના સેક્રેટરી દીપક પટેલે આ માહિતી આપી છે. 

જેતલપુર અનાજ માર્કેટમાં ખસેડાશે
એપીએમસીએ જમાલપુર શાક માર્કેટને જેતલપુર અનાજ માર્કેટ ખાતે ખસેડવાનો નિર્ણય લીધો છે. સોમવારથી જેતલપુરમાં આ શાક માર્કેટ કાર્યરત થઈ જશે. આ માટે વેપારીઓ પોતાનો જરૂરીયાતનો સામાન જેતલપુર ખસેડવાના છે. તમામ વેપારીઓ અને શાક લઈને આવતા ખેડૂતોને પણ આ જાણકારી આપી દેવામાં આવી છે. કોરોના મહામારી સુધી જેતલપુર માર્કેટથી શાકમાર્કેટનુ સંચાલન થશે.

કોરોના વાયરસના પગલે લેવાયો નિર્ણય
એપીએમસીએ આ અંગે કહ્યું કે, જમાલપુર શાક માર્કેટમાં દરરોજ 13થી 18 હજાર ક્વીન્ટલ શાક આવે છે. હાલ જગ્યા નાની પડી રહી છે. કોરોના વાયરસની સ્થિતિને જોતા માર્કેટ ખસેડવી પડે તેવી સ્થિતિ હતી. જ્યારે કોરોના વાયરસની સ્થિતિ સામાન્ય થઈ જશે ત્યારે માર્કેટ જમાલપુર પરત લાવવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news