આ ગુજ્જુ ખેડૂતને કોઈ ન પહોંચી વળે, થાઈલેન્ડથી બીજ મંગાવી ખેતીમાં નવો ચીલો ચાતર્યો
Yellow Watermelon Farming: જામનગરના ખેડૂતે થાઇલેન્ડથી બીયારણ મંગાવી ઉગાડ્યા પીળા તરબૂચ, એવા મીઠા કે વાત ન પુછો!
Trending Photos
Jamnagar News : ઉનાળાની શરૂઆત થતા જ માર્કેટમાં એવા ફ્રુટ જોવા મળી રહ્યાં છે, જે ઉનાળામાં શરીર માટે પાણીની ગરજ સારે. આવામાં તરબૂચ કેમ ભૂલાય. ઉનાળો આવે એટલે તરબૂચ નાકે નાકે વેચાય, અને ઘરે ઘરે ખવાય. આવામાં માર્કેટમાં મોટા પ્રમાણમાં તરબૂચનો જથ્થો આવી રહ્યો છે. લાલ લાલ મીઠા તરબૂચ માર્કેટમાં ચારેતરફ વેચાઈ રહ્યાં છે. પરંતુ માર્કેટમાં પીળા કલરનું તરબૂચ પણ આકર્ષણ જમાવી રહ્યું છે. લોકો જોઈને નવાઈ પામી રહ્યાં છે કે આવુ પણ તરબૂચ હોઈ શકે. પીળું તરબૂચ બહારથી લાલ તરબૂચની જેમ લીલા કલરનું જ હોય છે. પરંતુ અંદરથી પીળા કલરનું તરબૂચ ચાખ્યા બાદ લાલ તરબૂચનો સ્વાદ ભૂલી જશો. તેની ખાસિયત એ છે કે, આ તરબૂતની મીઠાશ લાલ તરબૂચ કરતાં બે ગણા મીઠાશ ધરાવે છે. જામનગરના એક વેપારીને ત્યાં હાલ આ તરબૂચ જોવા મળી રહ્યાં છે.
ગુજરાતના ખેડૂતો હવે આધુનિક ખેતી તરફ વળ્યા છે. ત્યારે હવે તેઓ કંઈક નવુ કરવા માંગે છે. આ જ બાબત તેમને ખેતીમાં નવી ઊંચાઈએ લઈ જશે. જામનગરના તરબૂચના જાણીતા વેપારી મુન્નાભાઈને ત્યાં હાલ પીળા કાલરના તરબૂચ મંગાવ્યા છે. તેઓએ થાઇલેન્ડથી તરબૂચના બી મંગાવ્યા બાદ વાવેતર કરાવ્યું છે. હાલ પ્રાચી પાટણથી તરબૂચ મંગાવી હવે તેઓ આ પીળા તરબૂચનું વેચાણ કરે છે.
ગુજરાતમાં હવે પીળા તરબૂચની માંગ ધીરે ધીરે વધી રહી છે. ગુજરાતમાં માત્ર લાલ તરબૂચ જ વધુ વેચાય છે. પરંતુ જેમ જેમ લોકોને પીળા તરબૂચ વિશે ખબર પડી રહી રહે છે તેમ તેમ લોકો તે મંગાવી રહ્યાં છે. તેને એકવાર ચાખનાર ક્યારેય તેનો સ્વાદ ભૂલતો નથી. જો કોઈ પીળ તરબૂચ એકવાર ખાઈ લે તો લાલ તરબૂચ ખાવાનું ભૂલી જાય.
શું ભાવે મળે છે પીળા તરબૂચ
હાલ માર્કેટમાં લાલ તરબૂચ 20 થી 25 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે. તો તેની સામે પીળા તરબૂચની કિંમત 40 થી 50 રૂપિયા કિલો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે