જામનગર ગ્રામ્ય પેટા ચૂંટણી 2019 પરિણામ: ભાજપના રાઘવજીનો વિજય કૂચ
જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા આ બેઠક લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભા બેઠક માટેની પણ ચૂંટણી યોજાઇ હતા. જામનગર ગ્રામ્યની બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાધવજીભાઇ પટેલ જંગી બહુમતથી વિજય તરફ આગે કૂચ કરી રહ્યા છે. જ્યારે બીજા નંબરે કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઇ સાબિયા છે.
Trending Photos
અમદાવાદ: જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા આ બેઠક લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભા બેઠક માટેની પણ ચૂંટણી યોજાઇ હતા. જામનગર ગ્રામ્યની બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાધવજીભાઇ પટેલ જંગી બહુમતથી વિજય તરફ આગે કૂચ કરી રહ્યા છે. જ્યારે બીજા નંબરે કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઇ સાબિયા છે.
માણાવદર પેટા ચૂંટણી 2019 પરિણામ: ભાજપના 'જવાહર'ની વિજય કૂચ
જામનગર ગ્રામ્યની લોકસભા બેઠક પહેલા કોંગ્રેસના હાથે હતી. પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયા પક્ષથી નારાજ થતા કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપતા આ બેઠક પર પેટા ચૂંટણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપ દ્વારા આ બેઠકપરથી પટેલ ઉમેદવારને ટીકીટ આપાવામાં આવી અને પાટીદાર ફેક્ટર ભાજપને ફળ્યું હોય તેવું દેખાઇ રહ્યું છે. અને ભાજપના ઉમેદવાર રાધવજીભાઇ પટેલ જંગી લીડ સાથે વિજય કૂચ કરી રહ્યા છે.
ઊંઝા પેટા ચૂંટણી 2019 પરિણામ: કોંગ્રેસની 'આશા' ભાજપને ફળી !!
ચાર વાગ્ય સુધી મત ગણતરીના આંકડા
|
બપોરના ચાર વાગ્યા સુધીમાં થયેલી મતગણતરીમાં ભાજપના ઉમેદવાર રાઘવજીભાઇ પટેલનો વિજય થયો છે. પહેલા આ બેઠક કોંગ્રેસના નામે હતી જ્યારે હવે આ બેઠક પર ભાજપનું કમળ ખીલ્યું છે. આ બેઠક પર ભાજપે જીત મેળવવા માટેની મહેનત રંગ લાવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે