સાહેબ ઘરની બહાર નીકળતાં પણ લાગે છે ડર...., કોર્પોરેશનની પોલ ખૂલી! નરસૈયાની નગરી બની ખાડાગઢ
જુનાગઢનો અતિ મહત્વનો એવો ભવનાથ વિસ્તાર હોય કે પછી મોતીબાગથી લઈ મધુરમ સુધીનો માર્ગ હોય, શહેરના મોટા ભાગના વિસ્તારમાં મસ મોટા ખાડા જોવા મળી રહ્યા છે. જેને લઈને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
Trending Photos
અશોક બારોટ/જૂનાગઢ: નરસૈયાની નગરી જુનાગઢ જાણે કે ખાડાગઢ બની ગયું હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે.. શહેરના અનેક રાજમાર્ગો ઉપર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.. જુનાગઢનો અતિ મહત્વનો એવો ભવનાથ વિસ્તાર હોય કે પછી મોતીબાગથી લઈ મધુરમ સુધીનો માર્ગ હોય, શહેરના મોટા ભાગના વિસ્તારમાં મસ મોટા ખાડા જોવા મળી રહ્યા છે. જેને લઈને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જે અંતર્ગત કરોડોના વિકાસની વાતો કરતું મનપા તંત્રની રીતી નીતિ ઉપર પણ અનેક સવાલો ઉદભવી રહ્યા છે.
આ મામલે જુનાગઢ મનપાના શાસકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ ચોમાસાની ઋતુ હોય જેને લઇ આ પ્રકારની સમસ્યા સર્જાઈ છે.. ઉપરાંત તાજેતરમાં જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડ્યો હતો.. જેના કારણે હાલ શહેરના રાજમાર્ગો ઉપર ખાડાઓ જોવા મળી રહ્યા છે.. પરંતુ તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે વહેલામાં વહેલી તકે હાલ પૂરતું રસ્તાઓનું સમારકામ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસી કોર્પોરેટર લલિત પરસાણા દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે આપણે જોઈ શકીએ છીએ કે જુનાગઢ શહેરમાં અતિ ભારે વરસાદને કારણે ચારે તરફ રોડ રસ્તાની હાલત અતિદયનીય બની ગઈ છે ત્યારે તંત્ર દ્વારા ત્યાં હાલ કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી તમામ મુખ્ય રસ્તાઓ સ્કૂલોની આજુબાજુમાં રસ્તાની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે. અતિ બીસ્માર રસ્તાઓ બની ચૂક્યા છે.
મુખ્ય રસ્તા ઉપર એકથી દોઢ ફૂટ ના ખાડાઓ જોવા મળી રહ્યા છે. અમુક રસ્તાઓ પર વાહનો તો દૂરની વાત પરંતુ પગપાળા ચાલવું પણ ખૂબ જ દયનીય બન્યું છે, છતાં પણ તંત્ર દ્વારા આંખ ખાડા કાન થઈ રહ્યા છે અગાઉ પણ મોટી ગ્રાન્ટો આવેલી હોય પરંતુ રોડ બનાવવાની વાત માત્ર કાગળ પર થઈ રહી છે ત્યારે કુંભકર્ણની નિંદ્રામાં સુતેલું આ તંત્ર ત્યારે જાગશે અને લોકોની આ પીડા સમજશે તે જોવું રહ્યું.
તો બીજી તરફ સ્થાનિક લોકો અને રાહદારીઓ દ્વારા મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવતા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી શહેરના જોષીપરા સરદાર પરા સહિતના વિસ્તારોમાં રોડ રસ્તાની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે અને લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા અકસ્મતો વારંવાર અકસ્માત પણ થતા હોય તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી માત્ર આવીને જોઈ જાય છે સમયાંતરે આવીને ખાડાઓમાં કાકરા પથ્થરો તેવું નાખીને ચાલ્યા જાય છે પરંતુ નક્કર કાર્યવાહી કરતા નથી ત્યારે જૂનાગઢની ચિંતા કરતા ખરેખર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ લોકોની આજે સમસ્યા છે તેનું ક્યારે નિરાકરણ કરશે કે માત્ર જૂનાગઢને જૂનાગઢના બદલે ખાડાગઢ જ રાખશે. એ તો આગામી સમય જ નક્કી કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે