રજા માટે મારામારી : સુરત GIDC માં રજા માંગતા મિલ માલિકે કામદારને માર માર્યો, વિફરેલા કામદારો રસ્તા પર ઉતર્યા
Surat News : માંગરોળના પિપોદરા GIDCમાં હોબાળો:મીલ માલિકે કારીગરને માર મારતા કામદારો રસ્તા પર ઉતર્યા; પથ્થરમારો કરી પોલીસની ગાડીના કાચ તોડ્યા
Trending Photos
Surat GIDC : સુરતની પીપોદરા જીઆઈડીસીમાં કામદારોએ રજા બાબતે હોબાળો કર્યો હતો. શુક્રવારે મિલ માલેક રજા બાબતે એક કારીગરને માર મારતાં ઉગ્ર વિરોધ થયો હતો. કારીગારો એક દિવસ રજા આપવાની માંગ કરી રહ્યા હતા. પરંતુ રજા બાબતે હોબાળો થતા કામદારો વિફર્યા હતા. જેથી પોલીસ બોલાવાઈ હતી. પરંતુ ગુસ્સે થયેલા કામદારોએ પોલીસની ગાડીના કાચ પણ તોડ્યા હતા. જેથી પોલીસને ટિયર ગેસના સેલ છોડવાની જરૂર પડી હતી. આ હોબાળામાં કેટલાક પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત પણ થયા છે. પોલીસે ફરિયાદ દાખલ કરી મીલ માલિકની અટકાયત કરી છે.
રજા મામલે મિલ માલિકે કામદારને માર માર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સુરતના પીપોદરા સ્થિત જીઆઈડીસીમાં કારીગરોએ હોબાળો મચાવ્યો હતો. ગઈકાલે મીલ મલિક દ્વારા એક કારીગરને માર મારવામાં આવ્યો હતો. સપ્તાહમાં પાળી બદલાય ત્યારે એક દિવસ રજા આપવાની કારીગરો માંગ કરી રહ્યા હતા. જેથી ગઈકાલે સાંજે મિલ માલિકો દ્વારા એક મિલ કામદારને માર મારવામાં આવ્યો હતો. આ મિલ કામદારને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે. જેના બાદ અન્ય કર્મચારીઓ વિફર્યા હતા.
સુરત: પીપોદ્રા GIDCમાં મીલ માલિકે એક કારીગરને માર મારતા હોબાળો, પોલીસે ફરિયાદ દાખલ કરી મીલ માલિકની અટકાયત કરી#Surat #Police #News #Gujarat pic.twitter.com/AfvBp5nRnG
— Zee 24 Kalak (@Zee24Kalak) January 13, 2024
વિફરેલા કામદારોએ પોલીસ પર કર્યો હુમલો
માંગરોળની પિપોદરા GIDCમાં ગઈકાલે મીલ માલિક દ્વારા એક કારીગરને માર મારવામાં આવ્યો હતો. જેને લઈ સપ્તાહમાં પાળી બદલાય ત્યારે એક દિવસ રજા આપવાની કારીગરો માગ સાથે રસ્તા પર ઉતર્યા હતા. મામલો વધુ ઉગ્ર બનતા જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે ખડકાયો. કામદારોએ પથ્થરમારો શરૂ કરી દેતા પોલીસના ગાડીના કાચ તૂટ્યા. પોલીસે હુમલાને કાબૂ કરવા 6 ટીયરગેસના સેલ છોડી સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ઘર્યું. તો કેટલાક પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હોવાના પણ અહેવાલ મળ્યાં છે.
કામદારને મારવાની ઘટના સીસીટીવીમાં કેદ
કામદારોના હોબાળાને લઈ જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી મિલ માલિકોની અટકાયત કરાઈ છે. કામદારને માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે