ગુજરાતનું ભાગ્યે જ કોઈમંદિર બાકી હશે જ્યાં શિવજી પાણી પીતા નહિ હોય, હવે તો નંદી અને કાચબો પણ પાણી પીવા લાગ્યો

લોકો આને ચમત્કાર કહી રહ્યાં છે. જોકે શિવજી અને નંદી પાણી કે દૂધ પીતા હોવાની બાબત શ્રદ્ધા કે અંધશ્રદ્ધા તે બાબતે પણ સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે. 

ગુજરાતનું ભાગ્યે જ કોઈમંદિર બાકી હશે જ્યાં શિવજી પાણી પીતા નહિ હોય, હવે તો નંદી અને કાચબો પણ પાણી પીવા લાગ્યો
  • રાજ્યના અનેક જિલ્લામાં મહાદેવ અને નંદી પાણી તથા દૂધ પીતા હોવાનો વીડિયો વાયરલ
  • અનેક શિવમંદિરોમાં કુતૂહલ સાથે જામી લોકોની ભીડ ઉમટી
  • મહાદેવ પ્રત્યેની આસ્થાને લીધે ઉમટ્યા ભક્તો

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના એક અફવા ફેલાઈ અને શિવ મંદિરોમાં ભીડ થઈ ગઈ. વર્ષો પહેલા ગુજરાતમાં ગણપતિ દૂધ પીતા હોવાની વાત વાયુવેગે ફેલાઈ હતી. ત્યારે હવે શિવજી અને તેમનો નંદી દૂધ પીવાની ઘટના બની રહી છે. રાજ્યના અનેક જિલ્લામાં મહાદેવ અને નંદી પાણી તથા દૂધ પીતા હોવાનો વીડિયો વાયરલ થતા જ લોકો અન્ય શિવ મંદિરોમાં દોડ્યા હતા. અને લોકોએ શિવજીને પાણી પીવડાવવાનું શરૂ કર્યુ હતું. અનેક શિવમંદિરોમાં કુતૂહલ સાથે લોકોની ભીડ જામી છે. મહાદેવ પ્રત્યેની આસ્થાને લીધે ભક્તો શિવમંદિરમાં ઉમટી રહ્યા છે. હવે તો શિવજીનો નંદી અને કાચબો પણ પાણી પીવાની વાત સામે આવી છે. લોકો આને ચમત્કાર કહી રહ્યાં છે. જોકે શિવજી અને નંદી પાણી કે દૂધ પીતા હોવાની બાબત શ્રદ્ધા કે અંધશ્રદ્ધા તે બાબતે પણ સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે. 

રાજ્યના અનેક શહેરોમાં શિવ મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા છે. ગુજરાતનું ભાગ્યે જ શિવ મંદિર બાકી હશે, જ્યાં શિવજી અને નંદીને પાણી પીવડાવવામાં આવ્યુ નહિ હોય. શિવજી અને નંદી દૂધ પીતા હોવાનો વીડિયો વાયરલ થતા જ શિવમંદિરોમાં ભક્તોનો જમાવડો થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો દૂધ અને પાણી પીવડાવવા ઉમટ્યા છે. નંદી પાણી અને દૂધ પીતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. જોકે, ZEE 24 કલાક આ વાયરલ વીડિયોનું સમર્થન નથી કરતું. 

સુરત, વડોદરા, અરવલ્લી, છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ અને દ્વારકા ઉપરાંત અનેક જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભક્તોમાં ભારે કુતુહલ સર્જાયું છે, કેમ કે અહીં શિવજી અને નંદી તથા કાચબો દૂધ અને પાણી પીતા હોવાનો વીડિયો વાયરલ થયો છે, જે બાદ મોટી સંખ્યામાં ભક્તો મંદિરોમાં ઉમટી પડ્યા છે. જો કે આસ્થાનો વિષય છે અને શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા છે, તે અંગે ઝી 24 કલાક કોઈ પુષ્ટિ કરતું નથી અને વાયરલ વીડિયોનું ઝી 24 કલાક સમર્થન કરતું નથી. જેથી લોકો હવે પાણી અને ચમચી લઈને મંદિરમાં પહોંચી રહ્યાં છે. 

No description available.

કયા કયા શિવમંદિરોમાં ભીડ
વડોદરા જિલ્લામાં ઠેર ઠેર શિવાલયોમાં ભીડ ઉમટી. પાદરાના મુવાલ ગામે, કરજણ નવાબજાર વિસ્તારમાં અણસ્તુ રોડ પર શ્રી જલાસાંઈ મંદિર ખાતે આવેલ મહાદેવ મંદિર, હરણી ભીડ ભંજન હનુમાન મંદિર, વારસિયા વિસ્તારના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં ભીડ ઉમટી. આણંદના ઉમરેઠનાં જાગનાથ મહાદેવ, ડિડોલી શિવહીરા નગરમાં ભોલેનાથ મંદિરના શિવમંદિરમાં ભીડ ઉમટી. કાલોલ, હાલોલ, ઘોઘંબા, મોરવા હડફ તાલુકા ના પૌરાણિક અને પ્રસિદ્ધ શિવાલયો માં પારખાં કરવા ઉમટ્યા.

No description available.

વડોદરા શહેર જિલ્લાના અનેક મંદિર ખાતે ગઈકાલે સાંજે નંદી દૂધ, પાણી પીતા કુતુહલ સર્જાયુ છે. મહાદેવના અનેક મંદિર ખાતે નંદીને લોકોએ ચમચી દ્વારા દૂધ અને પાણી પીવડાવ્યું હતું. હરણી ભીડ ભંજન હનુમાન મંદિરમાં આવેલ મહાદેવના મંદિરમાં નંદીએ પીધું પાણી હતું. વારસિયા વિસ્તારના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ નંદીએ દૂધ અને પાણી પીધું. જોકે, હાલમાં હરણી ભીડ ભંજન હનુમાન મંદિરમાં આવેલ મહાદેવના મંદિરમાં નંદી પાણી નથી પી રહ્યાં. આ વિશે મંદિરના પૂજારી હર્ષદગીરી ગોસ્વામીએ કહ્યુ કે, ગઈકાલે સાંજે નંદી પાણી પીતા હતા, ભક્તોની ભારે ભીડ જામી હતી. લોકોના આસ્થા અને ભક્તિનો વિષય, લોકો નંદીને પાણી પીવડાવી ખુશ થયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news