વસાવા V/s વસાવા : મનસુખ વસાવાએ છોટુ વસાવાને રંગ બદલતો કાચીંડો કહ્યો
Trending Photos
- નર્મદા જિલ્લામાં ચૂંટણીજંગ જામ્યો છે. ત્યારે વસાવા વિરૂદ્ધ વસાવાનો જંગ શરૂ થઈ ગયો
- મનસુખ વસાવાએ કહ્યું કે, BTP કાંચિડાની જેમ રંગ બદલે છે
જયેશ દોશી/રાજપીપળા :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નેતાઓ બેફામ વાલીવિલાસ કરી રહ્યાં છે. 2021ની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં નેતાઓ એકબીજાની સરખામણી પ્રાણી સાથે કરી રહ્યાં છે. ગઈકાલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કોંગ્રેસ અને આપ પાર્ટીને કૂતરા અને બિલાડા કહ્યા હતા. ત્યારે આજે ડેડીયાપાડાના નવાગામે ભાજપ દ્વારા જાહેરસભા રાખવામાં આવી હતી. જેમાં ભરૂચના સાંસદે BTP ના છોટુ વસાવા અને મહેશ વસાવા પર પ્રહાર કર્યાં હતા. ફરી એકવાર મનસુખ વસાવાએ છોટુ વસાવાને રંગ બદલતો કાચીંડો કહ્યો છે.
આ પણ વાંચો : ડાન્સરના દુપટ્ટામાં મોઢું નાંખી, કમરમાં હાથ ફેરવીને અશોક વાઢેરે કર્યો ડાન્સ, Video Viral
છોટુ વસાવાને રંગ બદલતો કાચીંડો કહ્યો
કાચીંડા સાથે સરખામણી કરતા મનસુખ વસાવાએ કહ્યું કે, જેમ ચોમાસામાં જે રીતે કાચીંડો રંગ બદલે તેમ આ લોકો પાર્ટીઓને રંગ બદલે છે. સાથે જ બીટીપી પાર્ટીનું નિશાન ઘંટી છે. તે પર કટાક્ષ કરતા મનસુખ વસાવાએ કહ્યું કે, આજે આ ઘંટી કોઈ વપરાતું નથી. આજે ઇલેક્ટ્રોનિક ઘંટીનો જમાનો આવ્યો છે, અને આ લોકો આદિવાસીઓને આગળ લાવવા માંગે છે કે આદિવાસીઓને પાછળ લઈ જવા માંગે છે. તેઓ આદિવાસી સમાજને પથ્થર યુગમાં લઈ જવા માંગે છે. આ લોકો ગામડાઓમાં કહે છે કે, વોટ આપવા જાવ તો રસી મૂકવામાં આવશે, પણ એ માત્ર અફવા છે. વોટ આપવાવાળા રસી મૂકવામાં આવશે પણ એવું નથી. આગામી વિધાનસભામાં તેઓ ઘર ભેગા થશે. બે માંથી એક રહેશે. છોટુભાઈની ઉંમર થઈ એટલે ઘેર જવાનું છે. તેમ કહી સાંસદે બીટીપી પર આકરા પ્રહારો કર્યા છે. ત્યારે જોવું રહ્યું હવે સામે છોટુ વસાવા શું પ્રતિક્રિયા આપે છે.
નર્મદા જિલ્લામાં ચૂંટણીજંગ જામ્યો છે. ત્યારે વસાવા વિરૂદ્ધ વસાવાનો જંગ શરૂ થઈ ગયો છે. મનસુખ વસાવાએ કહ્યું કે, BTP કાંચિડાની જેમ રંગ બદલે છે. BTPથી મતદારો ચેતજો. ડેડીયાપાડા, સાગબારાના હિંમત રાખે છે. છોટુભાઈ, મહેશભાઈ મારા માટે મચ્છર બરાબર છે. ભાજપ વિરોધી કામો કરતા લોકો સાનમાં સમજી જાય છે.
સાંસદ મનસુખ વસાવા હંમેશા BTP ને આડે હાથે લેતા રહે છે. અગાઉ પણ સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળા છોટુ વસાવાને મચ્છર કહી સંબોધન કર્યું હતું. જેની સામે છોટુ વસાવાએ ફેસબુલ દ્વારા સાંસદને ભાજપનો પોપટ કહ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે