લૂંટ અને ચોરી કરવા બાઈક પર આવતી ગેંગનો સાગરિત ઝડપાયો, 7 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો

 અમદાવાદના ચાંદખેડામાં ગર્ભવતી મહિલાને બંધક બનાવીને 4 લાખની લૂંટ કરનાર આતંરરાજય ટોળકીના મુખ્ય સૂત્રધારની ક્રાઈમ બ્રાંચે ઉત્તરાખંડથી ધરપકડ કરી છે. આ ટોળકીએ હરિયાણા, રાજસ્થાન, પંજાબ, યુપી, દિલ્હી, ઉત્તરાખંડ અને ગુજરાત રાજયમાં લૂંટ કરીને આંતક મચાવ્યો હતો . ક્રાઈમ બ્રાંચે હાલ એક આરોપીને ઝડપી આ ટોળકીના અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે.  
લૂંટ અને ચોરી કરવા બાઈક પર આવતી ગેંગનો સાગરિત ઝડપાયો, 7 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો

મૌલિક ધામેચા, અમદાવાદ:  અમદાવાદના ચાંદખેડામાં ગર્ભવતી મહિલાને બંધક બનાવીને 4 લાખની લૂંટ કરનાર આતંરરાજય ટોળકીના મુખ્ય સૂત્રધારની ક્રાઈમ બ્રાંચે ઉત્તરાખંડથી ધરપકડ કરી છે. આ ટોળકીએ હરિયાણા, રાજસ્થાન, પંજાબ, યુપી, દિલ્હી, ઉત્તરાખંડ અને ગુજરાત રાજયમાં લૂંટ કરીને આંતક મચાવ્યો હતો . ક્રાઈમ બ્રાંચે હાલ એક આરોપીને ઝડપી આ ટોળકીના અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે.  

બુરખામા જોવા મળી રહેલા આ શખ્સનું નામ છે રણજીત સિંહ ઉર્ફે રાણા ગોરાયા. આ શખ્સ હાઈસ્પીડ બાઈક ચલાવીને ધોળા દિવસે લૂંટને અંજામ આપીને ફરાર થઈ જાય છે. અમદાવાદના ચાંદખેડામા આવેલા સુભાષનગરમા આરોપી રણજીત અને તેના 3 સાગરીતો ઘરમા ઘુસ્યાં અને એક ગર્ભવતી મહિલાને છરીની અણીએ બંધક બનાવીને સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂ 4 લાખની લૂંટ ચલાવી. આ દરમ્યાન પરણિતાનો દિયર આવી જતા તેની પર લૂંટારા હુમલો કરી ફરાર થઈ ગયા. બાદમાં આ ટોળકીને પકડવા ક્રાઈમ બ્રાંચે એક ટીમની રચના કરી.  ત્યારે બાઈકના સીસીટીવી ફુટેજથી ક્રાઈમ બ્રાંચ આરોપી રણજીત સુધી પહોંચી અને ઉત્તરાખંડના રૂષિકેશથી ધરપકડ કરી છે.

જુઓ LIVE TV

આ આંતરરાજય ગેંગમાં રણજીતની સાથે સુનીલ ફોજી, સંદિપ શર્મા, અને દિલ્હીના બીટ્ટુ નામનો શખ્સ પણ સામેલ છે. આ ટોળકી હાઈ સ્પીડના વ્હીકલથી હરિયાણાથી નીકળે છે. જેમાં બાઈક અને ફોર વ્હીલરનો ઉપયોગ કરે છે અને જુદા જુદા રાજયોને ટાર્ગેટ કરતી હોય છે. આરોપીઓ ઓનલાઈન એટલાસ મેપની બુકમાંથી શહેરોની ભૌગલિક રચનાથી માહિતગાર થઈને હાઈ પ્રોફાઈલ સોસાયટી સુધી પહોંચીને રેકી કર્યા બાદ ટાગ્રેટ કરે છે. ચાંદખેડમાં લૂંટને અંજામ આપ્યા બાદ બાઈક પર તેઓ રાજસ્થાન પહોચ્યા હતા અને ત્યાં કિશનગઢ, અજમેર, જયપુર, પાલી, બ્યાવર અને સોજત સીટીમા લૂંટને અજામ આપ્યો હતો.

ક્રાઈમ બ્રાંચે આ ગેંગના માસ્ટર માઈન્ડ રણજીત ઉર્ફે રાણાની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. આ આરોપી અગાઉ મારામારી અને ચેક બાઉન્સના ગુનામાં જેલવાસ ભોગવી ચુકયો છે. આ દરમ્યાન સંદિપ સાથે જેલમાં મુલાકાત થઈ અને તેમણે ઘરફોડ ચોરીની ગેંગ બનાવી. આ ટોળકીએ અત્યાર સુધીમાં ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, યુપી, દિલ્હી, અને ઉત્તરાખંડમાં લૂંટ કરીને આંતક મચાવ્યો છે.  ક્રાઈમ બ્રાંચે 7 ગુનાનો ભેદ ઉકેલીને આ ટોળકીના ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news