Gold Rate Today: સતત ગગડીને આજે જોરદાર ઉછળ્યું સોનું, ચાંદી પણ મોંઘી થઈ, ફટાફટ જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
Latest Gold Rate: વાયદા બજારની સાથે સાથે શરાફા બજારમાં પણ કિંમતી ધાતુઓના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. જો તમે પણ લગ્નગાળાને પગલે સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ રેટ ખાસ ચેક કરો.
Trending Photos
કોમોડિટી બજારમાં 18 નવેમ્બરે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ગત અઠવાડિયે સતત ગગડ્યા બાદ આજે સોના અને ચાંદી ચડતા જોવા મળ્યા. વાયદા બજારની સાથે સાથે શરાફા બજારમાં પણ કિંમતી ધાતુઓના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. જો તમે પણ લગ્નગાળાને પગલે સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ રેટ ખાસ ચેક કરી લો.
વાયદા બજારમાં ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું સવારે 694 રૂપિયા ઉછળ્યું અને 74,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું. જે ગત કારોબારી સત્રમાં 73,946 રૂપિયાના ભાવે બંધ થયું હતું. આ દરમિયાન ચાંદી 943 રૂપિયાની તેજી સાથે 89,364 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે ગત કારોબારી સત્રમાં 88,421 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 866 રૂપિયા ચડીને 74,605 રૂપિયા પર પહોંચ્યું છે જે શુક્રવારે 73,739 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદી 1844 રૂપિયા ઉછળીને ઓપનિંગ રેટમાં 88,947 રૂપિયા પર પહોંચી છે જે શુક્રવારે 87,103 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE
Follow us on Facebook : https://t.co/9tJn571sBM… pic.twitter.com/pOawak0YnI
— IBJA (@IBJA1919) November 18, 2024
રિટેલ ભાવ પર ફેરવો નજર
#indicative #Retail selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram :… pic.twitter.com/GIgXacmlOb
— IBJA (@IBJA1919) November 18, 2024
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે