અફવાઓ પર બુમરાહનો યોર્કર: ચેમ્પિયન્સ ટ્રોફી પર બોલરની ફિટનેસને લઈને મોટું અપડેટ
Jasprit Bumrah: ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બનતી તમામ કોશિશો કરી હતી. તેમણે સારી બોલિંગ કરીને 32 વિકેટ ઝડપી. આખરે જેનો ડર હતો, એ જ થયું, બુમરાહને પીઠમાં સમસ્યા થઈ. ત્યારથી બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીની હોડમાંથી બહાર થવાની વાતો વહેતી થઈ છે. હવે બુમરાહે આવી અફવાહો પર ગિલ્લી ઉડાવી છે.
Trending Photos
Jasprit Bumrah: ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે જીત માટે બનતા તમામ પ્રયાસો કર્યો. જેના કારણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કાતિલ બોલિંગ કરીને 32 વિકેટ ઝડપી હતી. પરંતુ આખરે જેનો ડર હતો, એવું જ બન્યું છે. જી હા...બુમરાહને પીઠમાં સમસ્યા થઈ, ત્યારથી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી ડ્રોપ થાય તેવી અફવાહો વાયરલ થઈ છે. કોઈ કહી રહ્યું છે કે બુમરાહ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થશે તો અમુકનું કહેવું છે કે તેણે બેડ રેસ્ટ માટે કહેવામાં આવ્યું છે. હવે બુમરાહે આવી અફવાહોનો ભાંડાફોડ કરીને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને ખળભળાટ મચાવી દીધો.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પીઠમાં હતો દુ:ખાવો
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આખરે ટેસ્ટ દરમિયાન બુમરાહને પીઠમાં દુખાવાની ફરિયાદ થઈ. તેમણે વચ્ચે જ મેચ છોડવી પડી. ઈજાગ્રસ્ત થયા બાદ તેને ઈંગ્લેન્ડ સામે સફેદ બોલની શ્રેણીમાંથી આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારથી ચેમ્પિયન્સ ટ્રોફીમાં બુમરાહની હાજરીને લઈને વિવિધ પ્રકારના અહેવાલો સામે આવ્યા છે. મેગા ટૂર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી આયોજિત થવાની છે, પરંતુ કદાચ બુમરાહ ઈજાના કારણે ટેન્શન ફ્રી છે અને ટૂર્નામેન્ટમાં વાપસી કરી શકે છે.
બુમરાહે કરી પોસ્ટ
સોશિયલ મીડિયામાં ભારતીય ફાસ્ટ બોલરની ફિટનેસ અંગેના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. આવા અહેવાલ પર પ્રતિક્રિયા આપતા બુમરાહે લખ્યું, 'હું જાણું છું કે નકલી સમાચાર ફેલાવવા સરળ છે પરંતુ આ સમાચારે મને હસાવ્યો. બુમરાહે તેના X એકાઉન્ટ પર લખ્યું છે કે સૂત્રો અવિશ્વસનીય છે.
I know fake news is easy to spread but this made me laugh 😂. Sources unreliable 😂 https://t.co/nEizLdES2h
— Jasprit Bumrah (@Jaspritbumrah93) January 15, 2025
NCA કરશે નક્કી
ઈન્ડિયા ટુડેએ અહેવાલ આપ્યો છે કે બુમરાહને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) જવા માટે કહેવામાં આવ્યું છે. આ મામલાને લગતા સૂત્રોએ કહ્યું છે કે બુમરાહને ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રોવિઝનલ ટીમમાં સામેલ કરી શકાય છે, પરંતુ આ મેગા ઈવેન્ટમાં તેની ભાગીદારી અંગેનો અંતિમ નિર્ણય NCAમાં તેની રિકવરીના આધારે લેવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે