હવે ઘર ખરીદવું થયું સસ્તું! SBIએ હોમ લોનના વ્યાજદરમાં ઘટાડાની કરી જાહેરાત, જાણો EMIમાં કેટલો થશે ઘટાડો

SBI Home Loan EMI : જો તમે SBIમાંથી હોમ લોન લીધી છે અથવા લેવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. દેશની સૌથી મોટી બેંક SBI એ તેના એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR) અને રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR)માં કાપની જાહેરાત કરી છે. જેના કારણે હોમ લોન સહિત અન્ય લોનના વ્યાજદરમાં ઘટાડો થશે. 

હવે ઘર ખરીદવું થયું સસ્તું! SBIએ હોમ લોનના વ્યાજદરમાં ઘટાડાની કરી જાહેરાત, જાણો EMIમાં કેટલો થશે ઘટાડો

SBI Home Loan EMI : જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માંથી હોમ લોન લીધી છે અથવા લેવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. દેશની સૌથી મોટી બેંક SBI એ તેના એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR) અને રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR)માં કાપની જાહેરાત કરી છે. જે બાદ હોમ લોન સહિત અન્ય ઘણી લોન પરના વ્યાજદરમાં ઘટાડો થશે, જેના કારણે ગ્રાહકોને ઓછી EMI ચૂકવવી પડશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા તાજેતરના રેપો રેટમાં 0.25 ટકાના ઘટાડા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા વ્યાજ દરો 15 ફેબ્રુઆરી 2025થી લાગુ થશે. 

SBI એ જાહેરાત કરી છે કે EBLR 9.15% થી ઘટાડીને 8.90% કરવામાં આવ્યો છે, જ્યારે RLLR હવે 8.75% થી ઘટીને 8.50% કરાયો છે. આ ઘટાડાનો સીધો લાભ તે ગ્રાહકોને મળશે જેમની લોન આ દરો સાથે જોડાયેલી છે. વ્યાજ દરોમાં ઘટાડો લોનના માસિક હપ્તા ઘટાડી શકે છે અથવા લોનની મુદત ઘટાડી શકે છે. જોકે, બેંકે માર્જિનલ કોસ્ટ-બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR), બેઝ રેટ અને બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ (BPLR)માં કોઈ ફેરફાર કર્યો નથી.

EBLR અને RLLR કટની અસર

SBIએ તેની ફ્લોટિંગ રેટ હોમ લોનને 1 ઓક્ટોબર, 2019થી એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR) સાથે જોડી દીધી હતી. હવે આ દરમાં 0.25%નો ઘટાડો કરવામાં આવ્યો છે, જે હોમ લોન, પર્સનલ લોન અને અન્ય રિટેલ લોન લેનારા ગ્રાહકોને રાહત આપશે. એ જ રીતે RLLRમાં પણ 0.25%નો ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી તે ગ્રાહકોને ફાયદો થશે જેમની લોન સીધી RBI રેપો રેટ સાથે જોડાયેલી છે.

જૂના અને નવા વ્યાજ દરો

EBLR - અગાઉ : 9.15% + CRP + BSP, હવે: 8.90% + CRP + BSP
RLLR - અગાઉ : 8.75% + CRP, હવે: 8.50% + CRP

કયા ગ્રાહકોને થશે ફાયદો ?

ફ્લોટિંગ રેટ પર હોમ લોન લેનારા ગ્રાહકોને આ નિર્ણયથી EMIમાં રાહત મળશે. એકવાર નવા દરો લાગુ થઈ ગયા પછી, તેમની માસિક ચૂકવણી એટલે કે EMIમાં ઘટાડો થઈ શકે છે અથવા લોનની મુદત ઘટી શકે છે. જો કે, જે ગ્રાહકોની લોન MCLR પર આધારિત છે તેમને આ કપાતનો લાભ નહીં મળે. જો આવા ગ્રાહકો ઈચ્છે તો તેઓ તેમની લોનને EBLR અથવા RLLR સાથે લિંક કરવાના વિકલ્પ પર વિચાર કરી શકે છે.

વ્યાજ દરમાં આ ઘટાડા બાદ SBI હોમ લોન નવા લોન લેનારા ગ્રાહકો માટે વધુ આકર્ષક બની શકે છે. હાલના ગ્રાહકો તેમના EMIનું પુનઃમૂલ્યાંકન કરી શકે છે અને જો જરૂરી હોય તો લોન રિફાઇનાન્સિંગનો વિકલ્પ પણ જોઈ શકે છે. વધુમાં અન્ય બેંકોની લોન ઓફરની સરખામણી કરવી પણ ફાયદાકારક બની શકે છે, કારણ કે વ્યાજ દરોમાં ફેરફારની સીધી અસર લોનની કુલ કિંમત પર પડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news