ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ ? 9 ભાષાઓમાં થશે પ્રસારણ
Champions Trophy 2025: ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન યોજવાની છે. આ ટુર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન અને દુબઈમાં કરવામાં આવશે. ત્યારે આ મેચો કયાં અને ક્યારે લાઈવ જોઈ શકશો તેની વિગતો ICCએ જાહેર કરી છે.
Trending Photos
Champions Trophy 2025: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન યોજાનારી આગામી ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પ્રસારણ વિગતો જાહેર કરી છે. આ ટુર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન અને દુબઈમાં કરવામાં આવશે. સુરક્ષાને કારણે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. તેની મેચો દુબઈમાં યોજાશે. આવી સ્થિતિમાં બ્રોડકાસ્ટર્સને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ટુર્નામેન્ટમાં 8 ટીમો રમશે
ચેમ્પિયન્સ ટ્રોફીની નવમી સિઝનમાં કુલ આઠ ટીમો રમશે. અફઘાનિસ્તાન પ્રથમ વખત આ ટુર્નામેન્ટમાં રમશે. તો વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા જેવી મજબૂત ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય કરી શકી નથી. ટૂર્નામેન્ટમાં યજમાન પાકિસ્તાન ઉપરાંત ભારત, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશની ટીમો ભાગ લેશે.
9 ભાષાઓમાં ઓનલાઇન સ્ટ્રીમિંગ
આ વખતે ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમશે. તેના ગ્રુપમાં ભારત અને બાંગ્લાદેશની ટીમો પણ છે. ટુર્નામેન્ટમાં 15 મેચો રમાશે. JioStar નેટવર્ક ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું પ્રસારણ કરશે. પ્રથમ વખત, ICC ટૂર્નામેન્ટનું ડિજિટલ પ્લેટફોર્મ પર 16 ફીડ્સ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. તેમાં 9 જુદી જુદી ભાષાઓનો સમાવેશ થાય છે. જેમકે અંગ્રેજી, હિન્દી, મરાઠી, હરિયાણવી, બંગાળી, ભોજપુરી, તમિલ, તેલુગુ અને કન્નડ.
4 ભાષાઓમાં મેચોનું પ્રસારણ
JioHotstar પર લાઇવ સ્ટ્રીમિંગ ચાર મલ્ટી-કેમ ફીડ્સ દ્વારા થશે. ટેલિવિઝન પર અંગ્રેજી ફીડ ઉપરાંત, દર્શકો સ્ટાર સ્પોર્ટ્સ અને નેટવર્ક 18 ચેનલો પર હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડમાં મેચ જોઈ શકે છે.
બ્રોડકાસ્ટ વિગતો (ટીવી અને ડિજિટલ)
- ભારત: JioStar (Jio Hotstar પર લાઇવ સ્ટ્રીમિંગ, સ્ટાર અને નેટવર્ક 18 ચેનલો પર ટેલિવિઝન કવરેજ).
- પાકિસ્તાન: પીટીવી અને ટેન સ્પોર્ટ્સ, સ્ટ્રીમિંગ વિકલ્પો: માયકો અને તમાશા એપ.
- UAE: CricLife Max અને CricLife Max2, સ્ટ્રીમિંગ વિકલ્પ: StarzPlay.
- યુકે: સ્કાય સ્પોર્ટ્સ ક્રિકેટ, સ્કાય સ્પોર્ટ્સ મેઈન ઈવેન્ટ, સ્કાય સ્પોર્ટ્સ એક્શન, સ્કાયગો, નાઉ અને સ્કાય સ્પોર્ટ્સ એપ્લિકેશન દ્વારા ડિજિટલ કવરેજ પર જીવંત પ્રસારણ.
- યુએસએ અને કેનેડા: વિલો ટીવી, વિલો ક્રિકબઝ એપ પર સ્ટ્રીમિંગ (હિન્દી કવરેજ ઉપલબ્ધ)
- કેરેબિયન: ESPN કેરેબિયન ટીવી પર, ESPN Play કેરેબિયન એપ્લિકેશન દ્વારા સ્ટ્રીમિંગ.
- ઓસ્ટ્રેલિયા: પ્રાઇમવિડિયો (કવરેજ હિન્દીમાં પણ ઉપલબ્ધ)
- ન્યુઝીલેન્ડ: Sky Sports NZ, Now અને Skygo એપ્સ દ્વારા ડિજિટલ કવરેજ.
- દક્ષિણ આફ્રિકા અને સબ-સહારન પ્રદેશ: સુપરસ્પોર્ટ અને સુપરસ્પોર્ટ એપ્લિકેશન.
- બાંગ્લાદેશ: ટોફી એપ દ્વારા લીનિયર બ્રોડકાસ્ટ, ડિજિટલ સ્ટ્રીમિંગ માટે સિટીઝન ટીવી અને ટી-સ્પોર્ટ્સ.
- અફઘાનિસ્તાન: ATN
- શ્રીલંકા: મહારાજા ટીવી, સિરાસા દ્વારા ડિજિટલ સ્ટ્રીમિંગ.
રેડિયો પ્રસારણ વિગતો:
- યુકે: બીબીસી રેડિયો 5 સ્પોર્ટ્સ એક્સ્ટ્રા
- ભારત: ઓલ ઈન્ડિયા રેડિયો
- પાકિસ્તાન: HUM 106.2 FM
- UAE: ટોક 100.3 FM અને બિગ 106.2
- બાંગ્લાદેશ: રેડિયો શાહીન 92.4 અને રેડિયો ભૂમિ 92.8
- શ્રીલંકા: લખંડા રેડિયો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે