પાકિસ્તાનમાં લાગ્યા કોહલી ઝિંદાબાદના નારા...ફેન્સે બાબરની ઉડાવી મજાક - Video

Virat Kohli :  વિરાટ કોહલીની બેટિંગના દિવાના ચાહકો દુનિયાભરમાં છે, પરંતુ વિરાટનો ક્રેઝ જે રીતે પાકિસ્તાનમાં છે તે બીજે ક્યાંય જોવા મળતો નથી. તાજેતરમાં પાકિસ્તાનના કરાચીમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ દરમિયાન નેશનલ સ્ટેડિયમની બહાર પાકિસ્તાનની હાર બાદ લોકો વિરાટ કોહલી ઝિંદાબાદ અને આરસીબી ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.

પાકિસ્તાનમાં લાગ્યા કોહલી ઝિંદાબાદના નારા...ફેન્સે બાબરની ઉડાવી મજાક - Video

Virat Kohli : વિરાટ કોહલીની બેટિંગના દિવાના ચાહકો દુનિયાભરમાં છે, પરંતુ વિરાટનો ક્રેઝ જે રીતે પાકિસ્તાનમાં છે તે બીજે ક્યાંય જોવા મળતો નથી. તાજેતરમાં પાકિસ્તાનના કરાચીમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ દરમિયાન નેશનલ સ્ટેડિયમની બહાર પાકિસ્તાનની હાર બાદ લોકો વિરાટ કોહલી ઝિંદાબાદ અને આરસીબી ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. એક તરફ પાકિસ્તાની ચાહકોએ કોહલી પર ભરપૂર પ્રેમ વરસાવ્યો તો બીજી તરફ બાબર આઝમની ઝાટકણી કાઢી હતી.

— Mufaddal Vohra (@mufaddal_vohra) February 14, 2025

બાબર આઝમે 14 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થયેલી ત્રિકોણીય શ્રેણીમાં સતત ત્રણેય મેચોમાં ફ્લોપ પ્રદર્શન કર્યું હતું. તે ત્રણેય મેચમાં મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. 14 ફેબ્રુઆરીએ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ત્રિકોણીય શ્રેણીની ફાઈનલ હતી, તેમાં પણ બાબર આઝમ સારું પ્રદર્શન કરી શક્યો નહોતો અને પાકિસ્તાન હારી ગયું હતું. હાર બાદ પાકિસ્તાની ચાહકો ગુસ્સે થયા અને સ્ટેડિયમની બહાર બાબર આઝમની મજાક ઉડાવતા કોહલી ઝિંદાબાદ…કોહલી ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. વિરાટ કોહલી પાકિસ્તાની મીડિયા અને ફેન્સમાં છવાયેલો છે. વિરાટના પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં ચાહકો છે. 

બાબરે કહ્યું મને 'કિંગ' ના કહો

વિરાટ કોહલીને ક્રિકેટનો 'કિંગ' કહેવામાં આવે છે અને આ નામ તેને ફિટ બેસે છે. જો કે, કેટલાક સમયથી પાકિસ્તાની ચાહકો પણ બાબર આઝમને 'કિંગ' કહેવા લાગ્યા છે. તેની ઘણી વખત વિરાટ કોહલી સાથે સરખામણી કરવામાં આવે છે. પરંતુ તાજેતરમાં બાબરે તેના ચાહકોને અપીલ કરી હતી કે તેઓ તેને કિંગ કહેવાનું બંધ કરે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news