આ હાઈ-વે પર લાશોનો ઢગલો થયો! મહાકુંભમાંથી પરત આવતા શ્રદ્ધાળુઓને દાહોદમાં અકસ્માત
Gujarat Accident: પ્રયાગરાજ કુંભથી પરત ઘરે ફરી રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. ટ્રક અને ટાટા વિંગર ટ્રાવેલર ગાડી વચ્ચે અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત થયા છે જ્યારે 8 લોકો ઘાયલ થયા છે.
Trending Photos
Gujarat Accident: પ્રયાગરાજમાં હાલ મહાકુંભ યોજાયેલો છે. આ દરમિયાન પ્રયાગરાજ-મિર્જાપુર હાઈવે પર શુક્રવારે રાતે બોલેરો કાર અને બસમાં જોરદાર અથડામણ થઈ. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા. જ્યારે 19 લોકો ઘાયલ થયા. હજું આ ઘટનાને કળ વળી નથી, ત્યાં મહાકુંભમાંથી પરત આવતા શ્રદ્ધાળુઓનો ગુજરાતના દાહોદમાં ભયાનક અકસ્માત નડ્યો છે. ટ્રક અને મિનિ બસના અકસ્માતમાં 4 શ્રદ્ધાળુનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે 8 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઘાયલોને સારવાર માટે દાહોદ ખસેડાયા
લીમખેડાના પાલ્લી હાઇવે પર અકસ્માતની આ ઘટના બની છે. જેમાં રસ્તા પર ઉભેલી ટ્રક પાછળ મિની બસ ઘૂસી ગઈ હતી. અંકલેશ્વર અને ધોળકાના પરિવારને અકસ્માત નડ્યો છે. જેમાં 8 જેટલાં ઘાયલોને સારવાર માટે દાહોદ ખસેડાયા હોવાની માહિતી મળી રહી છે.
અંકલેશ્વર ધોળકા સહિતના પરિવારના સભ્યો નડ્યો અકસ્માત
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, લીમખેડાના પાલ્લી હાઇવે પર અંકલેશ્વર અને ધોળકાના પરિવારને અકસ્માત નડ્યો છે. રસ્તા ઉપર ઊભેલી ટ્રકમાં પાછળથી ટ્રાવેલર ગાડીએ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વર ધોળકા સહિતના પરિવારના સભ્યો અકસ્માતનો ભોગ બન્યા છે.
ઘટનાને લઈને પરિવારમાં ગમગમી
ઘાયલોને સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે. જ્યારે મૃતદેહને લીમખેડા લઈ જવામાં આવ્યા છે. હાઇવે ઓથોરિટી 108 પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે ઘટનાને લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની ઘટનાને લઈને પરિવારમાં ગમગમીનો માહોલ છે.
મહાકુંભમાં જઈ રહેલા 10 શ્રદ્ધાળુઓના મોત, 19 ઘાયલ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 10 શ્રદ્ધાળુઓના મોત થયાના અહેવાલ છે, જ્યારે 19 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને બચાવી લેવામાં આવ્યા અને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા. મૃતદેહોને શબઘરમાં રાખવામાં આવ્યા છે. બોલેરોમાં સવાર બધા જ પુરુષો હતા, જેમની ઉંમર 25 થી 45 વર્ષની વચ્ચે હતી. આ અકસ્માતમાં બધાએ પોતાના જીવ ગુમાવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે