ભૂકંપની સચોટ આગાહી કરનાર અંબાલાલની ગુજરાતીઓને ચેતવણી! 19થી 23મી ફેબ્રુઆરી સુધી છે અતિભારે સમય
Gujarat Weather Update: હવે ગુજરાતમાંથી ઠંડી ધીમે ધીમે દૂર થતી જોવા મળી રહી છે. તે દરમિયાન હવામાન વિભાગ તરફથી એક અપડેટ બહાર આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી હવામાન કેવું રહેશે.
અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ચેતવણી આપી હતી કે 19 ફેબ્રુઆરીથી રાજ્યમાં હીટવેવની સંભાવના છે. 23મી ફેબ્રુઆરીથી અંત સુધી વાદળછાયું આકાશ અને કમોસમી વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચક્રવાતી પવનોને કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ દિવસોમાં લોકો ગુજરાતમાં હવામાનનું બેવડું સ્વરૂપ જોઈ રહ્યા છે. રાજ્યમાં સવારે અને રાત્રે લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે ત્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં તાપમાન 18 ડિગ્રીની આસપાસ છે. દરમિયાન હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં આગામી 7 દિવસ કેવા રહેશે. વિભાગે કહ્યું કે રાજ્યમાં ધીમે ધીમે તાપમાન વધશે અને ઉનાળો આવશે.
રાજ્યનું ધીરે ધીરે બદલાશે હવામાન
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ એટલે કે 15 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી હવામાન સૂકું રહેશે. તાપમાનમાં ક્રમશ: વધારો થશે, જેની સાથે હવે હવામાન ધીમે ધીમે બદલાશે. પરંતુ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
જો કે તાપમાનમાં વધારાને કારણે લોકોને થોડી ગરમીનો અનુભવ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં તાપમાન 17 થી 33 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. જ્યારે, રાજ્યમાં પવન ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફ ફૂંકાઈ રહ્યો છે. પવનની દિશા બદલાતા લોકોને હવામાનના બેવડા ફટકાનો સામનો કરવો પડી રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગુજરાતના અમદાવાદમાં 17.4 ડિગ્રી, બરોડામાં 18 ડિગ્રી, સુરતમાં 17 ડિગ્રી, રાજકોટમાં 19.6 ડિગ્રી, દ્વારકામાં 22.8 ડિગ્રી, ભુજમાં 19.6 ડિગ્રી, ડીસામાં 18.4 ડિગ્રી અને વેરવલમાં 21 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
Trending Photos