Guru Gochar 2025: અતિચારી ચાલમાં દેવગુરૂ કરશે ગોચર, આ ત્રણ રાશિઓ પર થશે પૈસાનો વરસાદ, હીરાની જેમ ચમકશે ભાગ્ય
Jupiter Transit in Gemini and Cancer: દેવગુરૂ બૃહસ્પતિ અતિચારી ચાલમાં રાશિ પરિવર્તન કરશે, એટલે કે ગુરૂની ચાલ ગોચરના સમયે ઝડપી હશે. ગુરૂના ગોચર કરવાથી ત્રણ રાશિના જાતકોને અથાગ ધનલાભ થઈ શકે છે.
મિથુન રાશિમાં ગોચર
ગુરૂ 2025માં સૌથી પહેલા મિથુન રાશિમાં ગોચર કરશે. 14 મેએ રાશિ પરિવર્તન કર્યા બાદ 18 ઓક્ટોબરે ગુરૂ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 5 ડિસેમ્બરે દેવગુરૂ મિથુન રાશિમાં પ્રવેશ કરશે.
શુભ અને સકારાત્મક
દેવગુરૂ બૃહસ્પતિ આ વર્ષે ત્રણ વખત રાશિ પરિવર્તન કરશે. આ રાશિ પરિવર્તનની અસર દરેક જાતકો પર જોવા મળશે. પરંતુ કેટલાક જાતકો માટે ગુરૂનું રાશિ પરિવ્તન શુભ અને સકારાત્મક સાબિત થશે.
આર્થિક પ્રગતિ
રાશિચક્રની ત્રણ રાશિઓને ગુરૂના ગોચરથી આર્થિક પ્રગતિ, કાર્યપૂર્તિ, નોકરીમાં ફેરફાર થઈ શકે છે. આવો જાણીએ ગુરૂના ગોચરથી કઈ રાશિના લોકોને વિશેષ લાભ થશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો પર ગુરૂનું રાશિ પરિવર્તન વિશેષ સકારાત્મક પ્રભાવ પાડશે. મેષ રાશિના જાતકોને ગુરૂના રાશિ પરિવર્તનથી ધનલાભ થઈ શકે છે.
મેષ રાશિના જાતક
મેષ રાશિના જાતકના પરિવારમાં શુભ તથા માંગલિક કાર્યોનું આયોજન થઈ શકે છે. તમને પૈતૃક સંપત્તિમાંથી લાભ મળી શકે છે. અટવાયેલા કામ પૂરા થશે. વિદેશથી ધનલાભ થઈ શકે છે. જમીન, ભવન જેવી અચલ સંપત્તિ ખરીદી શકો છો.
ધન રાશિ
ધન રાશિ માટે ચોથા ભાવના સ્વામી દેવગુરૂ છે, જેના કારણે તમારા પર ગુરૂ ગોચરની સકારાત્મક અસર જોવા મળશે. ધન રાશિના જાતકોને નોકરી-ધંધામાં ફાયદો થઈ શકે છે. આ સિવાય તમારી પ્રગતિ થશે.
ધન રાશિના જાતક
ધન રાશિના જાતકોને અટવાયેલા કામમાં સફળતા મળીશ કે છે. આ દરમિયાન તમે કામના સિલસિલામાં યાત્રા કરશો. તમને સારા સમાચાર મળી શકે છે. ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે. ઘર, જમીન કે ગાડી ખરીદવાનો માર્ગ ખુલી જશે.
કુંભ રાશિ ( Aquarius)
કુંભ રાશિના જાતકો માટે ગુરૂનું મિથુન અને કર્ક રાશિમાં ગોચર કરવું અતિ લાભકારી સાબિત થઈ શકે છે. તમે નોકરી શોધી રહ્યાં હોવ તો તમને નવી નોકરી મળશે.
કુંભ રાશિના જાતક
કુંભ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે અને તેની રોજગારમાં પ્રગતિ થશે. આ જાતકોને વ્યવસાયમાં પણ સફળતા મળશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. જેથી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. આ દરમિયાન કુંભ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે.
Trending Photos